SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ના, મહેતા પૂજા સ્થાનમાં આવતા ભક્તોને વિવિધ ઋતુઓમાં ગરમી, ડી કે વરસાદથી રક્ષણ મળે તેવા હેતુથી સંભવતઃ નાના રીયાની આજુબાજુ મકાન બાંધીને તેમાં પૂજા કરવાને રિવાજ વિકસે હેવાનું અનુમાન થઈ શકે છે. આવું અનુમાન હમેઘવાન વંશના ઉત્કલ નરેશ 'ખારવેલની રાજધાની પાસેની જૈન શાસનમાં અગત્યનાં કેન્દ્ર સમાન ખંડગિરિ અને ઉદયગિરિની ગુફાઓ સાધુઓને નિવાસ સ્થાન માટેના અપાસરા જેવી છે. ત્યાં પૂજા માટે કેવી વ્યવસ્થા હશે તેની તપાસ કરતાં ત્યાં એક બાંધકામ મળ્યું આવે છે. જૈન સાધુઓનાં નિવાસ સ્થાન પાસે આ દેરાસર હોય એમ સાધાર અનુમાન થઈ શકે. આ દેરાસર એરીસ્સામાં વપરાતા લાલ પથ્થરનું બાંધેલું છે. તે સૌરાષ્ટ્રના બેલા'ની માફક બેદી કાઢવામાં આવે છે. શરૂઆતમાં તે પિતા હોય છે, પણ વાતાવરણની અસરથી તે સખ્ત થઈ જાય છે. આવા પથરનાં બંધાયેલાં સંબચોરસ ધાટનાં દેરાસરની એક બાજુ અર્ધગોળાકાર છે. આ અધગોળાકાર બાજીની ભીત તરફ દેરાસરમાં સ્તપ અથવા સત્યને નીચેનો ભાગ મળી આવ્યો હોઈ, શિ૯૫માં મલેતાં રેખાંકનના પુરાવાને તે પુષ્ટ કરે છે. અને તેથી આજે દેરાસરે માટે વપરાતા રૌત્ય પરિપાટી” શબ્દનો અર્થ ઘનતા અને પરંપરાને નિર્દેશ કરે છે, આમ જૈન શાસનની ચીત્ય પરિપાટીને પ્રારંભ, નિર્વાણ દર્શક પ્રતીકથી થયેલે દેખાય છે. પરંતુ તેની સાથે નિર્વાણ કે મેક્ષને માર્ગ દર્શાવનાર તીર્થકર તરફને ભક્તિભાવ દર્શાવવાની પ્રવૃત્તિમાંથી તથા બીજી વિવિધ અસરથી તીર્થંકરની પ્રતિમાની પૂજા ઉપાસના દ્વારા નિર્વાણ તથા મોક્ષની પ્રેરણા મેળવવાના પ્રયત્ન થાય છે. જૈન શાસનને નિગ્રંથ શાસન તરીકે ઓળખવાની અને તેના સાધુઓની સગવડ માટેની યોજનાઓ અસ્તિત્વ ધરાવતી હોવાનું લાંબા સમયથી જણીતું છે. તેની સાથે મહાવીર સ્વામી પિતાના ઘરમાં તપસ્યા કરતા હતા તે વાતનું સ્મરણ કરાવતી જીવંત સ્વામીની મૂર્તિ બનાવવાની પરંપરા નાંધાયેલી છે. હેમચંદ્રાચાર્યે જીવંત સ્વામીને પ્રતિમાની વિતભય પત્તનની કથા નેધી છે. અમેટામાંથી મળેલી હાલ વડોદરા મ્યુઝિયમમાં સંગ્રહાયેલી તથા જોધપુર સ ગ્રહાલયમાં સચવાયેલી જીવંત સ્વામીની પ્રતિમાઓ વિદ્યમાન છે. તેથી એક સ્વાભાવિક ઉકઠા થાય કેપૂજા ઉપાસનાની પ્રતિમાઓ મૈત્યની માફક ખુલ્લામાં રાખવામાં આવતી તેને વિશિષ્ટ મકાનમાં રાખીને તેની પૂજા ઉપાસના થતી ? આ પ્રશ્નને ઉત્તર બને રીતે આપી શકાય એવા પ્રમાણે છે. દક્ષિણ ભારતમાં ગોમટેશ્વરની પ્રતિષ્ઠા ખુલામાં થતી ઉપાસના સૂચવે છે. તદુપરાંત ખડક પર કતરેલી બીજી પ્રતિમાઓ પણ આ બાબત સૂચન કરે છે, તેથી પ્રતિમાની પૂજા ખુલ્લામાં થતી દેખાય છે, તેની સાથે જૈનશા સનના અસંખ્ય રૌતેમાં પૂજતી અસંખ્ય પ્રતિમાઓ વિશિષ્ટ મકાને અર્થાત દેરાસરમાં પૂજાતી હેવાનાં પ્રમાણે છે તેથી જરૂર પ્રમાણે ખુલ્લામાં કે દેરાસરમાં પૂજા થતી એમ પ્રશ્નોનું સમાધાન થાય છે.
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy