________________
132
Review
તેર પાનાની ટૂંકી પ્રસ્તાવનામાં સંપાદક દારૂડીને સમય, તેનું જીવન, તેની રચનાઓ આ ત્રણ સામાન્ય પ્રશ્ન ચર્યા પછી “કાવ્યાદર્શ”નું વસ્તુ તથા તેની ટીકાઓને ટ્રક પરિચય આ પણને આપે છે. જે પ્રશને ચુસ્ય છે તે લગભગ સર્વાગીણ સ્વરૂપે અને વ્યવસ્થિત ચર્ચાયા છે. આ પ્રસ્તાવના થોડી વિસ્તારીને પુરોગામીઓ તથા અનુગામીઓના સંદર્ભમાં આ કૃતિના કાવ્યસિદ્ધાંતોની ચર્ચા-મીમાંસા સંપાદકે કરી હતી તે ગ્રન્થનું મૂલ્ય ચકકસ વધત, સામાન્ય વાચક અને ખાસ તે વિદ્યાર્થી એ વિશેષ લાભાવિત થાત; સાથે સંપાદકના અભ્યાસ અને વિદ્વત્તાની કસોટી પણ થાત.
કૃતિઓને અનુવાદ એકંદરે સરળ છે, છતાં આ અનુવાદ અપેક્ષા કરતાં ઓછા પ્રાસાદિક છે, અને તેમાં કયાંક કયાંક વિશેષ એ કસાઈ જરૂરી હતી એમ લાગે છે. પ્રથમ બે પરિચછેદને લેખકે સંસ્કૃત શ્લોક સાથે સીધે અનુવાદ આપ્યા છે. ત્રીજો પરિચ્છેદમાં ખાસ શબ્દાલંકારની સ્પષ્ટ સમજ માટે ૧થી ૯૫ શ્લેકની ટીકા પણ આપી છે. આ બીકાને આવકારીએ તે સાથે સમય કૃતિમાં પણ પીકા આપી હતી તે વિશેષ સરળતા થતાં તે વધુ ઉપયોગી થાન આ પછી ૬૩ પાનામાં ત્રણેય પરિછેદેનું ટિપ્પણું આપ્યું છે તે પણ વાચકને માર્ગદર્શક બને તેવું છે. દિપણું ઘણે અંશે વિદ્વત્તાપૂર્ણ અને ઘણું સ્પષ્ટતાદશી છે, આવકારદાયક છે,
આ કતિમાં લેખકે, ખાસ કરીને તેમના અનુવાદમાં તથા ટિપ્પણમાં સારો એવો શ્રમ લીધે છે તે દેખાઈ આવે છે. છતાં ગ્રંથના પાઠ સાથે અતિ અગત્યનાં પાઠાન્તરે પાદટીમાં આપ્યાં હતા તે તે ઈચછનીય હતું. બાકી સંસ્કૃત અને ગુજરાતીની પાને પાને દેખાતી છાપભૂલ કઠે તેવી છે. આ ક્ષતિએ એ સંદર્ભમાં ગંભીર ગણાય કે તેનાથી વિદ્યાર્થીઓ અને અભ્યાસીએ ભારે મૂંઝવણ અનુભવે તે પૂરેપૂરું સંભવિત છે, સંપાદકે જે શુદ્ધિપત્રક આપ્યું છે તે પણ અગત્યની ભૂલનું જ છે. સમ્પાદક અને આપણે સૌ આ પણ આવા કામ માં ઘણું વધુ ચોકકસ બનીએ તે ખાસ જરૂરી છે.
ગુજરાતીમાં પ્રથમવાર આ કૃતિ સાનુવાદ અને સટિપ્પણું આપણને ઉપલબ્ધ થાય છે. અને તેનાથી ગુજરાતી વિવેચનસાહિત્ય વિશેષ સમૃદ્ધ બને છે, એ રીતે આ કતિને આપણે આવકારીએ.
રમેશ બેટાઈ
તુલનાત્મક સાહિત્ય ડે. ધીરુ પરીખ : પ્રકાશક–ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૮, ૧૯૮૪, પીનાં ૯૫. કિંમત રૂ. ૬-૫૦.
પણ એક વિષયમાં ઊંડા ઉતરી નિશાત થવાના અભ્યાસી પ્રયત્ન કરે ત્યારે એ આ પરની પકડ અને અધિકૃતતા માત્ર એ વિષયના અભ્યાસથી ન જ આવે. ગુજરાતી વિવેચન સાહિત્ય પર સતત વિકસતી જતી, બદલાતી જતી પાશ્ચાત્ય આચનાને ઊડે પ્રભાવ જોવા મળે છે. પાશ્ચાત્યોના નવા નવા વાદ પર ગુજરાતી વિવેચકે ઘણા લેખે પણ