SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ના. મહેતા લશ્કરી હીલયાલમાં બીજા કારણે ઉપરાંત ખરતા પથ્થર ૧ પાણીનું પણ આકર્ષણ હોવાને સંભવ છે એ પથ્થર જે રસતેથી અવતા તેનું નામ આ વિસ્તાર જાળવે છે. દિહીં ની અસર નીચે તે વિસ્તાર આજે દિલહી દરવાજા ને નામે ઓળખાય છે. અમદાવાદમાં સુલતાન મહમુદ બેગડાના અમીરેને વસવાટ પૂર્વ તરફના દરિયાપુરથી સારંગપુર સુધીના વિસ્ત રમાં છે તે સ્થળેએ અમદવ દનો વિકાસ થયેલે દેખાય છે. તત્કાલીન યુગના સંતેના આવાસ દ્વારા વિકસેલાં સરસપુર, આદિ પરાંઓને લીધે અમદા વાદનું દય સુલતાનના આવાસની આજુબાજુ વિકસેલાં બજારો, અમીરો ને તેનાં પરાંનું છે. મેહમુદ બેગડાના સમયમાં જનાગઢના રા'ને મુસલમાન બનાવીને અમદાવાદમાં આસ્થાની નોંધ છે. તેને વસવાટ જમાલપુરના દક્ષિણ છેડે ખાનજહાંની મસ્જિદની આજુબાજુ હેવાને સંભવ છે, કારણ કે આવાં નામો આ લોકોની કારકીદી સૂચક તેમ જ જેમ સુલતાનની નમાઝ પઢવા માટેની પિતાની મજિદ હતી તેવી તેના અમીરોની મજિદ હતી. એ બાબત સૂચવે છે. સુલતાન મહમુદ બેગડાને સમય ગુજરાતના સુલતાને માટે મહત્તવને છે, પણ અમદાવાદ માટે કંઈક અંશે તેનું માહામ ચાંપાનેર કે જુનાગઢ કરતાં ઓછું છે. કારણ કે તેણે ચાંપાનેર સમૃદ્ધ કરવા પાછળ ઈ.સ. ૧૪૮૪ પછી આશરે સત્તાવીસ વર્ષ ઘણું ધ્યાન આપેલું હોઈ સ્વાભાવિક રીતે તે ગામને વિકાસ થયો અને અમદાવાદને વિકાસ કંઈક ધા. તેવી રીતે તેના વારસ ખલીલ ખાન અથવા મુઝફફર બીજાએ ચાંપાનેર તથા વડેદરા પર વધુ ધ્યાન આપ્યું અને તેની પછી બહાદુરશાહની રાજ્યના અંત બાદ ગુજરાતના સુલતાનેનો પરિસ્થિતિ કથળી. આવા સંજોગોમાં મેહમુદ બેગડાના રાજય અમલના પાછલા ભાગથી કેટલાંક વર્ષે અમદાવાદને ભૌગોલિક વિકાસ અટક છે. આ સમય દરમિયાન ભદ્રને કિલ્લો પણ અવ્યવસ્થિત થયો લાગે છે. તેની દિવાલ પર સીદી સઈદની મજિદ ઊભી થઈ. આ વખતે અમદાવાદમાં ઘણી ધાંધલ ધમાલ થતી એ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરના વિવિધ ભાગોમાં કેટલાંક બાંધકામ થયા છે, પરંતુ આગળને તેને વિકાસ અટકો હેવાનાં એંધાણ અમદાવાદની અજબ જુના કબ્રસ્તાને આપે છે. તેની દીલ્હી દરવાજા બહાર, સારંગપુર દરવાજા તેમ જ જમાલપુર દરવાજા બહારની સ્થિતિ ઘણી સૂયક રીતે અમદાવાદને વધુ વિકાસ ભૌગોલિક પ્રદેશ પર દર્શાવતી નથી. તેથી બાબુરીવંશના પાદશાહ અકબરને ગુજરાતના મહેમાંહે ઝઘડતા અમીર એ ગુજરાત આવવાનું આમંત્રણ મોકલ્યું ત્યારે અમદાવાદ ઉપર દર્શાવ્યું તેમ ખાનજહાનની મરિજદના વિસ્તારમાં તથા સારંગપુર, કાલુપુર, દરિયાપુર જેવા નવા વિસ્તારો તથા તેની પાસેનાં ભંડેરી પરા જેવાં સ્થળ, અને જના આ શાવલ, ઝવેરીવાડ વિસ્તાર તથા વિકસી ચુકેલા ઢીંકવા વિસ્તારને લીધે વિવિધ પ૨ાં વાળું નગર હતું. અકબરના સમયમાં અમદાવાદની આ પરિસ્થિતિની અબુલ ફઝલે નોંધ લીધી છે અને અમદાવાદની આજુબાજુ ઘણું પરાં હેવાનું નોંધ્યું છે. તેણે ૩૬ . પરાંની સંખ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy