________________
અમદાવાદને વિકાસ
નગીનાવાડીમાં પ્રવેશ દક્ષિણ દિશાથી છે. તેથી તેની દક્ષિણે બીજી ઈમારતે હેવાને સંભવ છે, કારણકે અમદાવાદ શહેરમાંથી સીધા નગીનાવાડી જવું હોય તો તેને માટે સેતુ ઉત્તર તરફ હે જોઈએ. આવી પરિસ્થિતિ નથી. તેથી નગીનાબાગને ઉપયોગ કરનારની અવરજવર દક્ષિણ તરફથી થાય એ સ્વાભાવિક પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિની વિચારણાને કુતુબુદ્દીને બંધાવેલા ગટમંડળના મહેલના ઉલેખે દર્શાવે છે. તેણે બાંધેલા ખામ ધ્રોલના મહેલનું આ નામ છે. આ મહેલ કાંકરિય ની દક્ષિણે હેવાની પરિસ્થિતિ હોય તે જ નગીન ડીના અવરજ પરનાં માર્ગે સ્પષ્ટ થાય એમ છે. ખ મ ઘોળ એ સ્થળ વિશેષ ટેકરા, ઢળા અને ખાડા જેવા વિસ્તારનું સૂચન કરે છે. તેવા વિસ્તાર ચંડાળા અને કાંકરિયા વચ્ચે છે એ સૂચક હકીકત નગીના વાડીનાં બાંધકામને પુષ્ટ કરે છે. પરંતુ જેમ આજના અમદાવાદમાં ભદ્રના મહેને પત્તો નથી તેવી દશા આ મહેલની છે.
કતબદીનનાં આ કાર્યોને લીધે વિકસતાં અમદાવાદનાં કેટલાંક લક્ષણે સ્પષ્ટ થાય છે અને તેનાથી મેહમુદ બેગડાના વખતમાં થયેલા અમદાવાદના વિકાસનાં લક્ષણે પણ સમજાય છે.
(૩)
કુતુબુદ્દીનના વખતમાં તેણે હૌજે-કુતુબ અને ખામધ્રોળની આરામગાહ તૈયાર કરાવી આવી પ્રવૃત્તિ સુલતાનાં આહુખાના, શિકારગાહ, કુક વગેરેની રચનામાં અન્યત્ર પણ જોવા મળે છે તેની પછી મેહમદ બેગડાના વખતમાં અહીં વસતા અમીરોના પરાં ઘણાં દેખાય છે. મેહમુદ બેગડાની ૧૪પ૮થી શરૂ થયેલી પ્રવૃતિમાં તેને સાથ આપનાર અનેક અમીરે પૈકી વિમુલમુક મલેક સારંગ, હાજી કાલુ, દરિયાખાન, જલાલુદ્દીન મુહાફિઝખાન, અને મલેક સાબાનના વસવાટ સૂચક સારંગપુર, દરિયાપુર, કાલુપુર નામે સચવાયાં છે, મુહાફિઝ ખાનની મજિદ ઘીકાંટામાં છે. આ અમીરોના નામ સાચવતાં સ્થાનેને મુકાબલે મલેક સાબાનનું સ્થાન વધુ પૂર્વમાં છે.
આ વિકસતાં અમદાવાદનું દશ્ય ઝવેરીવાડ અને કાલુપુર વચ્ચેને તીન લીંબડી વિસ્તાર દર્શાવે છે અહીં લીમડાનાં વૃક્ષોને લીધે જાતે વિસ્તાર અમદાવાદની અંતર્ગત થઈ ચૂકેલા ઝવેરીવાડને નામે આજે જાણીતા વિભાગને કાલુપુરથી જુદા પાડે છે, અને હાજી કાલુના વસવાટનું સ્થાન સૂચવે છે. તેણે વસાવેલા પરાંની પાસે દરિયા ખાનને દરિયાપુર વિસ્તાર છે. તેની દક્ષિણે ઇડરિયા વિસ્તાર ઈડર જવાના માર્ગનું જ સ્મરણ કરાવે છે અને ઈડરનાં મહત્ત્વ તરફ અંગુલિનિર્દેશ કરે છે.
અમદાવાદના વિકાસમાં ઈડરને સારે ફાળો તેની પથ્થરની ખાણોને લીધે છે. હિંમતનગર પાસેની આ ખાણેમાંથી જોઈને પથ્થર મેળવવા માટે અમદાવાદના સુલતાને ઈડર તરફ વારંવાર લકરે કયાં છે, એમ તત્કાલીન ઈતિહાસ જોતાં સમજાય છે. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org