________________
અમદાવાદને વિકાસ
૯૭
આપી છે તે કંઈક અતિશયોક્તિ ભરેલી લાગે છે. ગુજરાતના સુલતાનનાં મુખ્ય કેન્દ્રની આજુબાજુ તેના અમીરે તથા ધંધાદારી લેકે, વેપારીઓ, અને જુદે જુદે વખતે આવેલા સંતેનાં પરાંઓ વાળું અમદાવાદ ૧૫૭રમાં વિનાયુદ્ધ પાદશાહ અકબરને શરણે ગુજરાતના અમીરોની આંતરિક ફાટફૂટ અને સુલતાનની તેમની પરની અસરકારક સત્તાના અભાવથી આવ્યું. આ વખતે અકબરને સારે સહકાર થયું. પરંતુ તેના પાછા ફર્યા બાદ મીરઝા મુહમ્મદ હુસેન અને ઈન્ડીયાર ઉલમુકે ગુજરાતમાં બાદશાહની સત્તાને પડકારી તેથી દેખતે હૈડે અકબર નવ દિવસમાં અમદાવાદ આવ્યો અને સાબરમતી ઊતરીને તેણે યુદ્ધ કરીને પિતાની સત્તા સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો. આ વખતે અકબરે ૨૦૦૦ માનવમસ્તકોને મિનારો બનાવડાવીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું.
આમ અમદાવાદમાં તેણે જે આ યુદ્ધ કર્યું તેનાં વર્ણનેમાં અમદાવાદને બહાર કોટ હેય એમ દર્શાવતાં વર્ણને નથી. તથા અમદાવાદના એ કટનાં પુરાવસ્તુનાં અધ્યયનને પરિણામે પણ અમદાવાદને કેટ અકબરના સમય પહેલાં બંધાયે હોય એમ લાગતું નથી.
અકબરે અમદાવાદ ૧૫૭૩માં ફરીથી જીત્યું ત્યારબાદ પણ ગુજરાતને સ્વતંત્ર કરવા માટે મુઝફફર ત્રીજે પ્રયત્નશીલ હતું. તે પ્રયાસને અકબરના ઈતિહાસનીશોએ હીણી નજરે નિરખ્યા છે. મુઝફફર ત્રીજાએ ૧૫૮૩માં અમદાવાદ કબજે કર્યું, પણ ૧૫૮૪માં તેને કરીથી હરાવવામાં આવ્યો અને અમદાવાદ સ્વતંત્ર સુલતાનનાં પાયતતને બદલે બાબુરીવંશના પાદશાહ અકબરના સુબાનું મુખ્ય મથક બન્યું.
(૩)
બાબરીવંશના પાદશાહના ૧૫૮૪થી ૧૭૦૭ સુધીના વર્ષોનાં રાજ્યશાસનમાં અમદાવાદમાં પ્રમાણમાં શાંતિ રહી. અમદાવાદમાં આ શાસનની સામે જહાંગીરનાં રાજ્યશાસન વખતે ૧૬ ૦૫માં ગુજરાતના સુલતાન મુઝફફરના પુત્ર બહાદુરે બળવો કર્યો હતો. પરંતુ તે નિષ્ફળ ગયે.
- જહાંગીરે જણાવ્યું છે કે ભદ્રમાં જૂનાં બાદશાહી મકાને અર્થાત ગુજરાત સુલતાનનાં
એક વર્ષ પહેલા (અર્થાત તેના ૧૬ ૧૭માં થયેલાં આગમન પહેલાં એટલે આશરે ૧૫૬૭ પહેલાં) પડી ગયાં હતાં, તે બધાં તેના આગમન પહેલાં તેડી પાડવામાં આવ્યાં અને તેને બદલે બીજા મકાને તૈયાર થયાં. આમ ભદ્ર વિસ્તારમાં ગુજરાત સુલતાનના સમયની ભારતે નષ્ટ થઈ ગઈ હતી.
બાબરીવંશની સ્થાપના થઈ અને તેની સાથે ગુજરાતના સુલતાને સાથે સંધષ થયો હત તેની યાદગીરી માટે મીરઝા અબ્દુહ રહીમ ખાનખાનાને કેટલાંક સ્મારક તૈયાર કર્યા હતાં. તેમાં ફરોહબાગની રચના સરખેજ પાસે મહત્વની હતી. પરંતુ તેના કરતાં વધારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org