SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ રામચન્દ્ર અને કવિ સાગરચન્દ્ર સ્થિતિ અનુકૂળ ગમે તે સન્દર્ભમાં ગોઠવી દેતા હોવાના પણ દાખલાઓ મળતા હૈઈ (કેટલાક તે પ્રબન્ધચિન્તામણિમાં જ છે !) મેતુંગાચાર્યે જે પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત પદ્ય ગોઠવ્યું છે તે પ્રમાણભૂત છે તેમ છાતી ઠોકીને કોઈ કહી શકે તેમ નથી ! સિદ્ધરાજના કાળમાં કોઈ બીજા જ જયમંગલાચાર્ય થયો હોય તે તેમને અન્ય ઉપલબ્ધ કઈ સ્ત્રોતમાં ઇશારે સરખે પણ મળતું નથી. આ વાત લક્ષમાં લેતાં જયમંગલાચાર્ય સિદ્ધરાજકાલીન હોવાનું કહી શકાય તેમ નથી. સિદ્ધસરેવર સમ્બન્ધની કારિકાના રચયિતા કદાચ તેઓ ન પણ હોય કદાચ હેમચન્દ્ર-શિષ્ય રામચન્દ્ર પણ હોઈ શકે, કેમકે પાટણથી તેઓ ખૂબ પરિચિત હતા. ૨૪ અથવા તે જયમંગલાચાર્યની રચેલી હેય તે તે જયમંગલાચાર્ય બૃહદ્દગચ્છીય હેવા જોઈએ અને તેઓએ તે પોતાના જ કાળમાં, એટલે કે તેરમી શતાબ્દીના ત્રીજા ચરણમાં રચી હેવાનું માનવું જોઈએ. સંપ્રાતિ પ્રમાણ જોતાં તે એક જ જયમંગલાચાર્યના અસ્તિત્વ વિષે વિનિશ્વય થઈ શકે છે. ઉપર ચર્ચિત જયમંગલાચાર્યના શિષ્ય સોમચન્દ્ર વૃત્ત રત્નાકર પર વૃત્તિ રચી છે, જેનો ઉલ્લેખ આગળ થઈ ગયા છે; અને તેમનાથી ચોથી પેઢીએ થયેલ જ્ઞાનકલશે સદેહસમુચ્ચય ગ્રન્થની રચના કરી છે. આમ રામચન્દ્રાચાર્ય, તેમના શિષ્ય જયમંગલાચાર્ય, પ્રશિષ્ય સેમચન્દ્ર અને એથીયે આગળ જ્ઞાનકલશ એમ સૌ સંસ્કૃત ભાષા અને સરસ્વતીના પરમ ઉપાસકે રૂપે, એક ઉદાત્ત, વ્યુત્પન્ન અને વિદ્વદ્ મુનિ-પરમ્પરાના સદ રૂપે રજૂ થાય છે. કવિ સાગરચન્દ્ર (અજ્ઞાતગરછીય) ગેવિંદસૂરિ–શિષ્ય વર્ધમાનસૂરિના ગણરત્નમહોદધિ (સં. ૧૧૯/ ઈ. સ. ૧૧૪૧) માં કવિ સાગરચન્દ્રનાં થોડાંક પડ્યો અવતારેલા છે, ૨૫ જેમાંના બે એક જયસિંહદેવ સિદ્ધરાજની પ્રશંસારૂપે છે. આ સાગરચન્દ્ર આથી સિદ્ધરાજના સમાલીન કરે છે. સિદ્ધરાજના માલવવિજય (આ. ઈ. સ. ૧૧૩૭) પશ્ચાત સુરતમાં જ એને બિરદાવતી જે કાવ્યોક્તિઓ રચાઈ હશે તેમાં આ સાગરચન્દ્રની પણ રચના હશે તેમ જણાય છે. આથી તેઓ ઈસ્વીસનના બારમા શતકના દ્વિતીય ચરણમાં સક્રિય હોવાનું સુનિશ્ચિતપણે માની શકાય. એમની ગુરુપરંપરા વિષે પ્રસ્તુત ગણરન મહેદધિ કે અન્ય પદાવલિઓમાંથી કશું જાણી શકાતું નથી. બીજી બાજુ રાજગછીય કવિવર માણિચન્દ્રસૂરિ પિતાના ગુરુ પે “સાગરેદ (સાગરચન્દ્ર)નું નામ આપે છે. આથી કેટલાક વિદ્વાને સિદ્ધરાજ સમયના સાગરયન્દ્ર અને રાજગીય સાગરચન્દ્રને એક જ વ્યક્તિ માને છે. આવી સંભાવના તે માણિજ્યચન્દ્રસૂરિના સમયની સાનુકૂળ અને સુનિશ્ચિત પૂર્વ તેમ જ ઉત્તર સીમા પર અવલંબિત રહે. પણ માણિચન્દ્રના મુનિજીવનને સમયપટ કેવડે, હો! માણિકથચન્દ્ર અને વસ્તુપાલનું સમકાલ– સૂચવતા બે પ્રબો જુદા જુદા મધ્યકાલીન પ્રબન્ધ સમુચ્ચય ગ્રન્થ પરથી પરતનપ્રબંધસંગ્રહમાં (સ્વ) મુનિશ્રી જિનવિજયજીએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy