SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ મધુસૂદન ઢાંકી સંકલિત કરેલા છે. ૨૭ તેમાં એક પ્રબન્ધ, જે “B” સંગ્રહમાંથી લીધે છે, તેની પ્રતા ૧૬મી શતાબ્દીની છે. ૨૮ જ્યારે “G” સંગ્રહ મૂળ ચૌદમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં સંકલિત થયેલ. ૨૮ જો કે ભાગીલાલ સાંડેસરા આ પ્રબન્ધને (નાગેન્દ્રગીય ઉદયપ્રભાવિનય) જિનભદ્રની સં. ૧૨૯૦ | ઈ. સ. ૧૨૩૪માં રચાયેલ નાના કથાનકપ્રબન્ધાવલિને ભાંગ માને છે, પણ હસ્તપ્રત સમ્બદ્ધ જે તો મુનિજીએ નૈધ્યા છે તે જોતાં તે તેવું કહી શકાય તેવી સ્થિતિ નથી. જિનભદ્રવાળા પ્રાકૃત પ્રબોમાંથી કેટલાંક “P” સમુચ્ચયમાં (અલબત્ત સંસ્કૃત ભાષામાં રૂપાન્તરિત થઈને) સમાવિષ્ટ થયા હશે, જેમકે ત્યાં પ્રતમાં જ એક સ્થળે જિનભદ્રની પુપિકા સંકલિત છે; અને આ “P' પ્રતમાં તે માણિકથસૂરિ-વસ્તુપાલ સમ્બદ્ધ કોઈ જ પ્રસંગ નેધા નથી. છતાં ઉપર કહેલ અન્ય પ્રબળે, જે ઈસ્વીસનના ૧૪ મા શતક જેટલા તે પુરાણું જણાય છે, તેમાં વર્ણવેલ માણિજ્યચન્દ્ર-વસ્તુપાલ પ્રસંગે શ્રદ્ધેય જણાય છે, અને એથી માણિજ્યચન્દ્રસૂરિ તથા મહામાત્ય વસ્તુપાલ સમકાલિક હેવાની વાતમાં સંદેહ નથી. માણિકષચન્દ્રસૂરિની પાર્શ્વનાથચરિત્રની રચનામિતિ સં. ૧૨૭૬ / ઇ.સ. ૧૨૨ની ઈ ઉપરની વાતને સમર્થન મળી રહે છે . પણ જો તેમ જ હેય તે તેમના ગુરુ સાગરચન્દ્ર સિદ્ધરાજના સમકાલીન નહીં પણ અજયપાળ-ભીમદેવ (દ્વિતીય) ના સમકાલીન દાવાને સંભવ માની શકાય. બીજી બાજુ જોઈએ તે માણિકષચંદ્રની એક અન્ય શ્વપ્રસિદ્ધ કૃતિ-મમ્મટના કાવ્યપ્રકાશ પરની સંકેત નામની એમની ટીકા-અંતર્ગત દીધેલ રચનાનું વર્ષ સંદિગ્ધ છે. ગણિતશબ્દ કિંવા “શબ્દાંકમાં પ્રસ્તુત મિતિ “રસ–વકત્ર-રવિ” એ રીતે વ્યક્ત થયેલી છે. ત્યાં રવિ (૧૨) અને રસ (૬) વિષે તે કઈ સંશય-સ્થિતિ નથી; પણ “વકત્રથી ક્યો અંક ગ્રહણ કરે તે વાત વિવાદાસ્પદ બની છે. આ સમસ્યાના ઉલમાં ભેગીલાલ સાંડેસરા, તેમ જ (વ.) રસિકલાલ પરીખ વચ્ચે અભિપ્રાયભેદ છે. ડ સાંડેસરા “વકત્ર'થી ચાર (બ્રહ્માનાં “ચાર’ મુખ) કે છે (સ્કન્દ-કુમારના “છ” મોઢાં) એમ બેમાંથી ગમે તે એક અંક લેવાનું પસંદ કરે છે. ૩૨ (શિવ “પંચવત્ર”. હાઈ વકત્રથી પાંચને માંકડે પણ નિદિષ્ટ બને ખરો.) જ્યારે (સ્વ૦) પરીખને ‘વકત્ર'થી એને અંક સૂચિત હોવાનું અભિપ્રેત છે. ૩૩ બન્નેએ પિતાના અર્થઘટનના સમર્થનમાં દલીલે રજ કરી છે.૩૪ “વકત્ર"ને એકાંક માનવાથી નિષ્પન્ન થતા સં. ૧૨૧૬ | ઈ. સ. ૧૧૬૦ વર્ષથી ફાયદો એ છે કે માણિજ્યચન્દ્રને ગુરુ સાગરચન્દ્ર એ મિતિથી એક પેઢી પૂર્વના હાઈ સિદ્ધરાજના સમકાલીન બની શકે છે, અને એથી ગણરનામહોદધિમાં ઉદ્ધારેલ એમની ઉક્તિઓ કાળના ચેગઠામાં બરાબર ગોઠવાઈ જાય છે, પણ તેમાં આપત્તિ એ છે કે .સ. ૧૧૬૦માં પ્રૌડ સંસ્કૃત ગ્રન્થની રચના કરનાર માણિજ્યચન્દ્રની ઉમર મંત્રીશ્વર વસ્તુપાલના સમયમાં, ઈ.સ ૧૨૨૦-૧૨૩૯ના ગાળામાં, કેવડી હોય? માણિક થયદ્ર ૧૧૬૦ માં ત્રીસ આસપાસના હોય તે ૧૨૩૦ માં તેઓ પૂરા સે વર્ષના હોય ! માણિજ્યચન્દ્રને (જેમ ડ. પરીખે માન્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy