SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ મધુસૂદન ઢાંકી તેની તેમણે માત્ર નેંધ લીધી હેય.૧૫ જાબાલિપુરવાળા રામચન્દ્રની સ્તુતિઓ, રસ, ભાવ, પ્રક્ષાદ અને આજની દષ્ટિએ અણહિલપત્ત ના સુવિખ્યાત પંડિત રામચન્દ્રના કુમારવિહારશતક સરખી કૃતિઓથી જરાયે ઉતરે તેમ નથી. આમ સંસ્કૃત ભાષા પર સમાન પ્રભવ તેમ જ સમકક્ષ કવિત-સામર્થ્ય ધરાવનાર, અને સમયની દૃષ્ટિએ બહુ દૂર નહીં એવા, બે રામચન્દ્ર કવિવરેનું પૃથક પ્રભાચન્દ્રાચાર્ય તથા મેતુંગાચાર્યના ધ્યાનમાં ન આવ્યું હોય તે તે સમજી શકાય તેવું છે. ૧૬ જાલોરના કુમારવિહારના સં. ૧૨ ૬૮ ના, તેમજ સુંધા પહાડી (સુગન્ધાદ્રી)ના સં. ૧૩૧૮ | ઈ. સ. ૧૨ ૬૨ ના અભિલેખના આધારે,૧૭ જયમંગલસૂરિના અપભ્રંશમાં રચાયેલ મહાવીર જન્માભિષેક કિંવા મહા પીરકાશના પ્રાપદ્ય અનુસાર,૧૮ એવં મુનિ સોમચન્દ્રની વૃત્ત-રત્નાકરવૃત્તિ (સં. ૧૩૨૯ / ઈ. સ. ૧૨૭૩)૧૮ અન્વયે, તેમજ જયમંગલાચાર્યના એક અન્ય શિષ્ય અમચન્દ્રના પ્રશિષ્ય જ્ઞાનકલશન સદેહસમુચ્ચયના આધારે બૃહદ્ગીય મુનિ રામચન્દ્રની પરંપરા આ પ્રમાણે નિશ્ચિત બને છે : વાદીન્દ્ર દેવસૂરિ (દીક્ષા પર્યાયઃ ઈસ. ૧૦૯૬–૧૧૭૦) પૂર્ણદેવસૂરિ (ઉપલબ્ધ મિતિઃ જાહેર અભિલેખ : સં. ૧૨૪૨ / ઇ. સ. ૧૧૮૬) રામચન્દ્રાચાર્ય (ઉપલબ્ધ મિતિ : જાલેર અભિલેખ : સં. ૧૨૬૮ | ઈ.સ. ૧૨૧૨) જયમંગલાચાર્ય (ઉપલબ્ધ મિતિ : સુગન્ધાદ્રિ (સુંધા પહાડી) અભિલેખ : સં. ૧૩૧૮ | ઈ. સ. ૧૨૬૨) અમરચન્દ્ર સોમચન્દ્ર (ઉપલબ્ધમિતિ : વૃત્તરત્નાકરવૃત્તિ સં. ૧૩૨૯ | ઇ. સં. ૧૨૭૩). ધર્મ ધોષ ધર્મતિલક જ્ઞાનકલશ સહુ સમુચ્ચય (ઈ. સ. ૧૪ મી શતાબ્દી મધ્યાન્હ) ઉપર્યુક્ત રામચન્દ્રાચાર્યની પરંપરામાં આવતાં તેમના શિષ્ય જયમંગલાચાર્ય પણ જબરા કવિ હતા. એમણે સંસ્કૃતમાં કવિશિક્ષા નામક કાવ"શાસ્ત્રને ગદ્યમય લઘુગ્રન્થ, ભદ્રિકાવ્ય પર વૃત્તિ, જાબાલિપુરના ચાહમાન રાજા ચાચિંગદેવની ઉપર કથિત સુંધા ટેકરી પરની પ્રશસ્તિ, અને અપભ્રંશમાં મહાવીર-જન્માભિષેક નામક ૧૮ કડીનું કાવ્ય રચ્યું છે. ૨૧ આ જયમંગલાચાર્યના સમય વિષે પણ ભ્રમ પ્રવર્તે છે. એમને બધા જ પ્રમાણેની વિરુદ્ધ જઈ જયસિંહદેવ સિદ્ધરાજના સમકાલિક માની લેવામાં આવ્યા છે. ૨૨ મેરૂતુંગાચાર્યના પ્રબન્ધાચિંતામણિમાં સહસ્ત્રલિંગ–તાક સબધુમાં એમને ન મથી ઉદંકિત એક પ્રશંસાત્મક પદ્ય પરથી૨૩ એમ ધારી લેવામાં આવ્યું હોય તેમ જણાય છે : પણ પ્રબન્ધકારે ગમે તે કાળ અને ગમે તે કર્તાની કૃતિના પદ્યો ઉઠાવી, પ્રસંગનુસાર ગમે તેના મુખમાં, કે પ્રાપ્ત પરિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy