________________
૨૭૬
અવસાનનેધ
બહુ મોટી ઉંમરે તેઓ અધ્યાપક બન્યા અને નિવૃત્તિકાળ સુધી ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યયન-અધ્યાપન-સંશોધન કરતા રહ્યા. તેઓ વિદ્યાર્થીઓના વહાલસોયા મંજુકાકા બની ગયા હતા એવી એમની શિક્ષક–પ્રતિભા હતી.
ઐતિહાસિક સંશોધનના ફળસ્વરૂપે એમણે ગુજરાતની કાળગણનાને આવરી લેતા ગ્રંથનું આયોજન કર્યું અને કેનેજ ઓફ ગુજરાતીને પ્રથમ ભાગ પ્રસિદ્ધ કર્યો. દુર્ભાગ્યે અગમ્ય કારણોસર પછીના ભાગો પ્રસિદ્ધ થયા નહીં, કોઈ વિદ્યાસંસ્થાએ આ કાર્યને પૂર્ણ કરી મંજુકાકાની સ્મૃતિને ચિરંજીવ રાખવી જોઈએ.
નિવૃત્તિ પછી પણ એમની સંશોધનકાર્યની પ્રવૃત્તિ ચાલુ રહેલી. પરંતુ અકાળે પુત્રના અવસાનથી અને પછી પત્નીની વિદાયથી છેલ્લાં વર્ષોમાં મંજુકાકા શારીરિક અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા.
આવા આજીવન વિદ્યાપુરુષને પ્રભુ ચિર શાંતિ આપે એવી પ્રાર્થના.
– રસેશ જમીનદાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org