SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ અવસાન–નોંધ સંનિષ્ઠ અભ્યાસી મંજુકાકાની ચિર વિદાય ઓગણીસો ચોર્યાસીના નવેમ્બરની અગિયારમી તારીખે . મંજુલાલ રણછોડલાલ મજમુદારનું, નવદાયકાનાં પૂર્ણ જીવન બાદ અવસાન થયું. | મજમુદાર ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રાધ્યાપક હતા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું તેમનું સંશોધન અને વડેદરા સ્થિત પ્રેમાનંદ સાહિત્ય સભા” શ્રી મંજલાલનાં કાયમી સ્મારક બની રહેશે. તેઓ ભાષાના અધ્યાપક હોવા ઉપરાંત ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિના પણ સારા અભ્યાસી અને સંશોધક હતા. ખાસ કરીને હસ્તપ્રતચિત્રોને એમને અભ્યાસ પ્રસંશનીય હતે. શિલ્પ-સ્થાપત્ય અને અભિલેખ તથા ભારતીય ધર્મોના ક્ષેત્રે એમને અભ્યાસ સારી ગતિ કરી શક હતા. આ બધાનાં ફળસ્વરૂપે કચરલ હિસ્ટરી ઓફ ગુજરાત’ નામને સુંદર ગ્રંથ એમણે આપણને આપે. ગુજરાતના સમગ્ર સાંસ્કૃતિક જીવનને ઇતિહાસની પૃષ્ઠભૂમિ સાથે એમણે આલેખ્યું છે. જે અભ્યાસી માટે પ્રેરણાદાયી છે. ગુજરાત સરકારના માહિતી ખાતાએ પણ તે પરથી એક અંગ્રેજી પુસ્તિકા પ્રવાસીઓ માટે અને સામાન્યજન માટે પ્રસિદ્ધ કરી છે. ડી. મજમુદાર વડનગરા નાગર ગૃહસ્થ હતા અને એમનું કુટુંબ ત્રણચાર પેઢીથી નડિયાદ તાલુકાના મહુધા ગામે રહેતું હતું. જો કે આ સદી દરમ્યાન એમના કુટુંબ વડોદરા સ્થળાંતર કરેલ. આથી ર્ડો. મંજુકાકાનું વિદ્યાકીય ઘડતર અહીં થયું હતું. તેઓ સમાજશાસ્ત્ર વિષય સાથે પારંગત હતા અને કાયદાના સ્નાતક પણ હતા, છતાં વકીલાત કરવાને બદલે તેઓ વિદ્યાક્ષેત્રે પ્રવેશીને ગ્રામ્ય વિદ્યામંદિરમાં ભાષાંતર-મદદનીશ તરીકે જોડાયા. અહીં તેમણે ભાષાંતરકામની સાથે આ સંસ્થામાં સંગૃહીત સમૃદ્ધ હસ્તપ્રતોને, ખાસ કરીને સચિત્ર હસ્તપ્રતોને, અભ્યાસ શરૂ કર્યો અને ચિત્રશૈલીઓનું અધ્યયન આપમેળે વધારતા ગયા. પરિણામે ઘણું મોટી ઉંમરે એમણે આ વિષયમાં વિશેષ સંશોધન કરી વિદ્યાવાચસ્પતિની પદવી સંપ્રાપ્ત કરી. આમ ગુજરાતી ભાષા-સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિના ક્ષેત્રો એમની વિદ્યાપ્રીતિ ફરતી રહી, જેને પરિણામે તેમણે ચારસો જેટલા શોધલેખ પસિદ્ધ કર્યા. તેઓ વિદ્યાકીય પરિષદમાં ઉલટથી હાજરી આપતા અને શોધનિબંધે રજૂ કરતા. એમનાં લખાણમાં હમેશાં નવીન સામગ્રી હાઈ એમનાં લખાણને સંદર્ભ અનુગામીનાં લખાણમાં થતો રહે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520761
Book TitleSambodhi 1982 Vol 11
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1982
Total Pages502
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy