________________
૨૭૪
અવકન
પુરુષાર્થ, “રસ વિષયચક્ર' જેવા ગુજરાતીમાં કૃત્રિમ લાગતા સંસ્કૃતમય અને કોઈકવાર શંકાસ્પદ પ્રયોગ કરે છે, તે બતાવે છે કે લેખકની ભાષા પણ એક કક્ષા જાળવતી નથી.
આ બધી જ ક્ષતિઓ કાળજીપૂર્વક સુધારીને, લાંબાં લાંબાં અવતરણો ઓછાં કરીને, અને પિતાનું ચોકકસ પ્રદાન કહી શકાય તેવું સમીક્ષાત્મક ચિંતન ઘણું વધુ આપીને, પછી જ લેખકે આ કૃતિ પ્રગટ કરવાનો વિચાર કરવો જોઈતો હતો. જો કે બીજી બાજુ એ પણ હકીકત છે કે આ બધી દષ્ટિએ કૃતિની સુધારણાને અર્થ સમગ્ર કૃતિનું પુનઃ લેખન એ જ થાય.
-રમેશ બેટાઈ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઈતિહાસ ભાગ-૧ લે. રતિલાલ દીપાંદ દેસાઈ, શ્રી. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ-૧૯૮૩, મૂલ્ય . ૫૦-૦૦
અનેક જૈન તીર્થોને વહીવટ જેના હાથમાં છે તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઇતિહાસ અહીં પ્રસ્તુત છે. અનેક વિદ્વાનોએ આ કાર્ય કર્યું, પણ તેથી શેઠ શ્રી કસ્તરભાઇને તે પસંદ ન આવ્યું અને અંતે સુયોગ્ય વિદ્વાન્ શ્રી રતિલાલ દેસાઈને આ કાર્ય પેઢીએ સંપ્યું તેને હું સાક્ષી છું.
અહીં એ જણાવવું જરૂરી છે કે આ પેઢીએ પોતાનું દફતર જે રીતે સાચવ્યું છે તેવું કઈ પેઢીએ સાચવ્યું હશે કે નહીં તે શંકાસ્પદ છે. આ માટે સર્વપ્રથમ પેઢીને ધન્યવાદ આપવા જરૂરી છે. એ દફતર હતું તે આવો પ્રામાણિક ઈતિહાસ લખી શકાય છે. અને કરવું જોઈએ કે એ દફતરના પાને પાને ઉથલાવી એક ધૂળધોયાની અદાથી અને ઈતિહાસની સારી દષ્ટિથી જે રીતે આ મહત્ત્વનું કાર્યો શ્રી રતિભાઈ કરી રહ્યા છે તેવી ચીવટવાળા વ્યક્તિ આવા કામ માટે દુર્લભ છે. શ્રી રતિભાઈએ આ પૂર્વે ગુરુ ગૌતમ, ભદ્રશ્વરતીર્થને ઇતિહાસ, મહાવીર જૈન વિદ્યાલયને ઇતિહાસ જેવા ગ્રંથ લખી ઈતિહાસ લખવાની હથોટી મેળવીને આ કાર્યમાં પડયા છે અને કહેવું જોઈએ કે તેઓએ પેઢીના ઇતિહાસમાં જે કંઈ મહત્વનું જાણવા જેવું હતું તે દફતરમાંથી એકત્ર કરી અહીં સુવા રૂપે રજૂ કર્યું છે.
આ માત્ર પેઢીનો ઈતિહાસ નથી પણ અઢીસો વર્ષના જનસમાજના ઇતિહાસ માટે પણ આમાંથી ઘણું મળી રહે તેમ છે.
-દલસુખ માલવણિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org