SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલાલા , શારપરલી વિકસેલી સૂર્યવલ્લીથી અમને બંનેને બાધીને તેઓ જલદ વિષ કરતાં પણ ચડી જાય તેવી, ચોરાને સુખદાયક એવી પલ્લીમાં લઈ ગયા. (૯૪૨) તે પહાડના તિરમાં આવેલી હતી, રમણીય અને દુર્ગમ હતી, તેની આસપાસને પ્રદેશ નિજ ળ હતો, પણ આદર જળભડા હો અને શત્રુસેના માટે તે અગમ્ય હતી (૯૪૩). તેના દ્વારા પ્રદેશમાંથી સતત અનેક લોકે આવજા કરતા હતા અને ત્યાં તલવાર, શક્તિ, ઢાલ, બાણ, કનક, ભાલા વગેરે વિવિધ આયુધધારી ચોરની એકી હતી (૯૪૪). ત્યાં મહલધટી, પટલ, ૩૩%, મુકુ દ, શંખ અને પિરિલીના નાદ ગૂજતા હતા મેટથી થતાં ગાનતાન, હસાહસ, બૂમબરાડા તરફ કોલાહલ હતો. (૯૪૫). તેમાં પ્રવેશ કરતા અને પ્રાણીઓને બલિદાનથી તુષ્ટ થતી દેવીનું સ્થાનક જોયુ દેવળ સુધી જવા માટે પગથિયા બનાવેલાં હતા, અને તેના પર અનેક ધજાપતાકા ફરતી હતી (૯૪૬). - કાત્યાયની દેવીના સ્થાનકને નમસ્કાર કરી તેની પ્રદક્ષિણા કરીને એમે ત્યાં રહેલા તથા બહારથી પાછા ફરેલા ચોરને જોયા (૮૪૭) સૌને પિતાનું કામ પતાવીને અક્ષત શરીરે લાભ મેળવીને પાછા ફરેલા જોઈને ત્યાં રહેલા ચેરેએ તેમની સાથે વાત કરી અને પલીમાં લવાયેલાં અને લતાના બે ધને બાધતા એવા અમને બંનેને તે ચેરા વિસ્મિત હૃદય અને અનિમિષ ને જોઈ રહ્યા (૯૪૮-૯૪૯) તે કેટલાક કહેવા લાગ્યા, “નરનારીના રૂ૫ માં ઉત્તમ સાર વડે આ જેડુ શોભે છે લાગે છે કે વિધાતાએ સહેજ પણ માનસિક થાક અનુભવ્યા વિના આમને ઘડથ છે. (૫૦) ચદ્રથી જેમ રાત્રી શોભે અને રાત્રીથી શરદચદ્ર શેબે તેમ આ તરુણ અને તણું એકબીજાથી શોભે છે' (૫૧). તે પહેલીમાં એક તરફ લેકે આનંદપ્રમોદ કરતા હતા, તો બીજી તરફ બાંધીને બંદી કરેલા લોકોને કરણ સ્વર ઊઠતો હતે એ રીતે ત્યાં દેવલેક અને જમલેક ઉભયના દર્શન થતા હતા. (૯૫૨). પહલીવાસીઓના વિવિધ પ્રતિભાવ અનન્ય રૂ૫, લાવણ્ય અને યૌવનવાળુ, દેવતાયુગલ જેવું તરણુતરુણીનું યુગલ સુભા પકડી લાવ્યા છે એવું સાંભળીને કૌતુથી બાળ, બુદ્દાઓ ને સ્ત્રીઓ સહિત લોકસમુદાયથી પલ્સને માર્ગ ભરાવા લાગ્યા (૯૫–૯૫૪). એ પ્રમાણે અમને કરુણ દશામાં લઈ જવાત જોઈને એ શોક કરવા લાગી અને બદિનાઓ અમને પોતાનાં સંતાન જેવા ગણીને રડવા લાગી. (૯૫૫). એક સ્થળે, તરુણનાં મન અને નયન ચોરનારી ચેરતરૂણી મારક પ્રિયતમને જોઈને હાસ્યથી પુલકિત થતા શરીરે કહેવા લાગી (૯૫૬) : “આકાશમાંથી નીચે ઊતરેલા ચદ્ર જેવા આ યુવાન બંદીને રોહિણી સમી તેની પત્ની સાથે રાખો” (૯૫૭)
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy