SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલાલા એ પ્રમાણે અત્યંત વિલાપ કરતી અને પ્રિયતમને લડાઈમાં ઊતરવાથી વારતી હું માથા પર હાથ જોડીને રડતી રડતી ચોરને કહેવા લાગી (૯૨૬), “તમારી ઇચ્છા મુજબ મારા શરીર પરથી બધી જ મૂલ્યવાન ચીજો તમે લઈ લો પણ હું વિનવુ છું કે આ ગભરુને તમે હણશો નહી ' (૯૨૭). લટારાનાં અદી બન્યાં ત્યાં તો પાખો કાપી નાખીને જેમના આકાશગમનને અને આ છે તેવા ૫ખી સમાં દુઃખીદુ,ખી અને નાસી છૂટવાને અરાક્ત એવા અમને ચોરેએ પકડથા. (૯૨૮). બીજા કેટલીક ચેરાએ આ પહેલા નાવને અને તેમાના ઘરેણુંના દાબડાને કબજો લીધે; તે ચીસ પાડીને રડતી મને બીજા કેટલાકે ધકેલીને પાડી દીધી. (૯૨૯) બીજા કેટલાકે મારા કહેવા પ્રમાણે કરતા મારા પ્રિયતમને પકડો.–જાણે કે મ ઝબળને પ્રતિકાર ન કરી શકતો વિષભ નાગ. (૯૩૦) એ પ્રમાણે, હે ગૃહસ્વામિની, અમને બંનેને ભાગીરથીના પુલિન પર ગેરેએ પકડવાં અને અમારે રત્નનો ઘબડે પણ લઈ લીધે. (૯૩૧). હે ગૃહરવામિની, હાથનાં ક કણ સિવાયનાં મારા બધા ઘરેણું તેઓએ લઈ લીધા. . (૯૩૨). મારે પ્રિયતમ મને ફૂલ ચૂંટી લીધેલી લતાના જેવી શોભાહીન થયેલી જોઈને ડબકડબક આંસુ સારતો મૂગુ રુદન કરવા લાગ્યો (૯૭૩). લૂંટાયેલા ભડાર સમા અને કમળ વિનાના કમળસરોવર સમા શ્રીહીન મારા પ્રિયતમને જોઈને હું પણ દુખે રડી રહી (૯૩૪). મોટે અવાજે રડતી મને નિષ્ફર ચોરોએ ધમકાવી, “દાસી, ગોકીરે કર મા, નહિતર આ છોકરાને અમે મારી નાખશુ.” (૯૩૫) એવું કહ્યું એટલે હુ પ્રિયતમનું પ્રાણરક્ષણ કરવા તેને ભેટીને રહી અને ડૂસકાં ભરતી, ધ્રુજતા હૃદયે મગુ રૂદન કરવા લાગી (૯૩૬) આંસુથી ભારે અધરેષ્ઠ ચીકટ બની ગયે, નયનરૂપી મેઘો વડે હુ મારા પયોધરૂપી ડુંગરને નવડાવી રહી (૯૭૭) હે ગૃહસ્વામિની, ચરાની ટોળકીને સરદાર ત્યા લાવી મુકેલો દાબડે જોઈને રાજી રાજી થઈ ગયા અને પિતાના સુભટોને કહેવા લાગ્યા (૯૩૮), “એક આખો મહેલ લુટ હત તે પણ આટલે માલ ન મળત ઘણા દિવસે નિરતિ જુગાર ખેલીશું અને આપણી મનમાનીતીઓના કાડ પૂરીશું ()' (૯૭૮-૯૪૦). એ પ્રમાણે મસલત કરીને એ ચોરે નદીકાથી ઊતરીને, અમારા બન્ને ઉપર ચકી રાખતા, દક્ષિણ તરફ ચાલતા થયા ૯૪૧).
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy