SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલાલા ૧૧૩ ડરીશ નહીં, ઘડીક ધીરજ રાખ, આ ઘરુણ ચેર પર પ્રહાર કરીને હું તેમને અટકાવું છું. (૦૯) તું મને પ્રાપ્ત થઈ તેના સ તેષથી મારુ મન મોહિત થઈ ગયું અને મે હથિયાર સાથે ન લીધા, માત્ર આપણે રમણભ્રમણ કરવાનું છે એમ માનીને મે તારા માટે મણિ, રને અને આભૂષણો જ લીધા (૯૧૦) સુદર, કામદેવના શરથી સતત, સાહસબુદ્ધિ વાળે પુરુષ, મૃત્યુને ભેટવાના નિશ્ચયથી, આવી પડતા સ કટને ગણકારતો નથી (૧૧) ભલે આ ચેરે સમર્થ હોય, પણ તુ વિશ્વાસ રાખજે કે શક્તિશાળી પુરુષ માટે ભયંકર શત્રુને પણ યુદ્ધમાં પરાસ્ત કરવો એ સહેલું છે. (૯૧૨) હે વિલાસિની, સાચી પરિસ્થિતિથી અજા; આ ચોરો ત્યાં સુધી જ મારી સામે ખડા છે, જ્યાં સુધી તેમણે, ઉગામેલા ખગ્ગથી પ્રજવલિત મારી ભુજાનું દર્શન નથી કર્યું. (૯૧૩). આમાના એકાદને મારી નાખીને તેનું હથિયાર લઈ લઈને હુ જેમ પવન મેને વિખેરી નાખે, તેમ આ બધાને નસાડી મૂકીશ (૯૧૪). પૌરુષ દર્શાવતા મારા પર વિપત આવે તે પણ ભલે, પણ હે કૃશોદરી, તને રડતીને તેઓ ઉઠાવી જાય તે કેમેય હું નહી જોઈ શકે. (૯૧૫). હે સુંદરી, નિપુર અને બળિયા ચોરથી લુંટાઈને તને, છિનવાયેલા વસ્ત્રાભૂષણને લીધે વિષાણુ, શોકગ્રસ્ત ને ભાંગી પડેલી હુ કેમેય નહી જોઈ શકુ. (૯૧૬) તે આગલા ભવમાં મારે ખાતર મૃત્યુ વહેવું અને આ ભવમાં પિયર અને સુખ સમૃદ્ધિ તજ્યાં–તેના પર ચારે તરફથી થતા આ બળાત્કાર હુ જીવતો છતાં ન વારુ તે કેમ બને ? (૯૧-૯૧૮) તો હે બાલા, હુ ચરનો. સામને કરું છું. તું જે, આ ચાર સાથે કા તો આપણું તરણુ કે કાં તો મરણ.” (૯૧૯). સામને ન કરવાની તરંગવતીની પ્રાર્થના પ્રિયતમના આ વચન સાંભળીને હું, “હે નાથ, તું મને અનાથ નહી છોડી જતો એમ બોલતી તેના પગમાં પડી. (૯૨૦) જે તે આમ જ કરવાને નિશ્ચય કર્યો હોય તે હું આત્મહત્યા કરું ત્યાં સુધી તું ભી જ. ચોરેને હાથે તારે વધ થતા હુ કેમેય જોઈ નહીં શકુ. (૯૨૧). મારે દેહ પડશે તે તેથી મને ઘણો લાભ થશે, પણ ચોરા તારો ઘાત કરે તે જીવતી રહીને પણ મને કશો જ લાભ નથી. (૨૨). અરેરે મુગ્ધ, દીર્ધકાળે લબ્ધ, ભાગીરથીના પથિક, ઘડીક માત્રના મિલનને અંતે, હે નાથ, સ્વપ્નમાં જે અને અદશ્ય થયે હેય તેમ તુ હવે અલભ્ય બની જઈશ. (૯૨૩). પરલોકમાં આપણે ફરી સમાગમ થાય કે ન થાય, પણ જ્યાં સુધી હું જીવું છું, ત્યાં સુધી તો તું મારું રક્ષણુ કરજે જ. (૯૨૪). એકબીજાને ન છોડતાં આપણું જે થવાનું હરો તે થશે, નાસી જનારે પણ કમવિપાકના પ્રહારોથી બચી નથી જ શકતે.” (૨૫)
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy