SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તર ગલાલા १०७ આખી રાત લાકોની અવરજવરને કારણે નગરીના દ્વાર ખુલ્લા જોઈ તે અમે બહાર નીસરી ગયાં, અને ત્યાથી યમુનાને કાઠે પહાચ્યા (૮૫૯). ત્યા અમે દારડાથી ખીલે બાંધી રાખેલી નાવ અમે જોઈ, તે હળવી, સરસ ગતિ કરી શકે તેવી, પહેાળા છિદ્ર વગરના તળિયાવાળી હતી. (૮૬૦) તેને બંધનમાથી છોડીને અમે બને જણુ સત્વરે તેમા ચઢી એઠાં મારા પ્રિયતમે રત્નકર ડકને આ દર મૂકયો અને હલેસા હાથમાં લીધા ( ૮૬૧ ). નાગાને અને યમુના નદીને પ્રણામ કરીને અમે સમુદ્ર તરફ વહી જતા યમુનાપ્રવાહમાં જવા ઊપડમાં (૮૬૨). અપર્ફ્યુમ્ન તે જ વેળાએ અમારી જમણી બાજુ બધા ચાપગા પ્રાણીઓના ખદિજન સમાં, નિશાચર શિયાળા શંખનાદ જેવા નાદ કરવા લાગ્યા. (૮૬૩). તે સાંભળીને પ્રિયતમે નાવને ચેાભાવીને મને કહ્યુ, 'સુધરી, ઘડીક આપણે આ શુકનનુ માન રાખવુ પડશે ( ૮૬૪), ડાખી ખાજુ દોડી જતા શિયાળ કુશળ કરે, જમણી બાજુ જતા ધાત કરે, પાછળ જતાં પ્રવાસથી પાછા વાળે, આગળ જતાં વધુ કે બ ધન કરાવે. (૮૬૫) પણ આમા એક લાભ એ છે કે મારી પ્રાણહાનિ નહી થાય. આ ગુણુને લીધે અપશુકનના દેાષની માત્રા ઓછી થાય છે' (૮૬૬). એ પ્રમાણે કહેતાં પ્રિયતમે આપત્તિથી સાશક બનીને પછી નાવને વેગે પ્રવાહમા વહેતી કરી. (૮૬૭). નૌકાપ્રવાસ જળતર`ગા પર નાચતીકૂદતી વખેરીની જેમ જતી નાવમા, ઝડપથી ચાલતા હલેસાથી દ્રુત વેગે મે માગળ જઈ રહ્યા હતા (૮૬૮) કાંઠેનાં વૃક્ષા, આગળ જોઈ એ તા કુદરતી ક્રૂરતાં લાગતાં હતાં; તા પાછળ જોતા તે નાસી જતાં હાય તેવા આભાસ થતા હતેા (?) (૮૬૯). વાન અતિશય મદ હાવાથી, કાઠેના વૃક્ષો વાયુને અભાવે નિષ્કપ હેાવાથી, પક્ષીઓના ખેલ પશુ ન સ ભળાતા હોવાથી યમુનાએ જાણે કે મૌનવ્રત લીધુ હોય એમ લાગતું હતું. (૮૭૦) એ વેળા, હવે ભીતિમુક્ત થતા, પૂના પરિચયથી વિશ્વસ્ત બનેલે પ્રિયતમ મારી સાથે હ્રદયને ઠારે તેવા વાર્તાલાપ કરવા લાગ્યા (૮૭૧) તેણે કહ્યુ, · પ્રિયે, ભીરુ, ચિરકાળથી વિખૂટા પડેલાં આપણે ઇષ્ટ સુખ માપનારા સમાગમ કેમેય કરીને પુણ્યપ્રભાવે થયા છે. (૮૭૨) સુંદરી, તેં જો સમાગમ સાધવા માટે ચિત્રપટ્ટ ન કર્યાં ડ્રાય તા આાપણે આપણાં બદ્લાયેલા રૂપને કારણે એકમેકને કદી એાળખી ન શકયા હેત. (૮૭૩). હે કાન્તા, તે... ચિત્રપટ્ટ પ્રદર્શિત કરીને મારા પર જે અનુગ્રહ કર્યાં, તેથી આ પુનર્જીવન સમા પ્રેમસમાગમ પ્રાપ્ત થયેા ' (૮૭૪) આ પ્રકારનાં, કાન અને મનને શાતા આપતાં અનેક મધુર વચના પ્રિયતમે મને કહ્યા, પશુ હું પ્રત્યુત્તરમાં કશું જ ખાલી ન શકી (૮૭૫), ચિરકાળના પરિચિત પ્રસગાને કારણે તેને મે જીતી લીધા હોવા છતાં, હું અતિશય લા ધરતી, મારું મુખકમળ આડુ રાખીને, ઢાળેલી નજરે કટાક્ષપૂર્વક તેને જોતી હતી.(૮૭૬),
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy