SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલાલા ૧૦૧ પ્રિયતમનું દર્શન ભવનના મુખ્ય દ્વાર પર આસપાસ મિત્રોથી વિ ટળાઈને નિરાતે બેઠેલા પ્રિયતમને, એકાત સ્થાને રહેલી મને દાસીએ બતાવ્યો (૦૭) – સર્વમનહર, સ્નાપ્રવાહ વહેવરાવતા (૨), દીપમાલાની વચ્ચે રાત્રીએ ઉદય પામેલા શરચ્ચદ્ર જે (૮૦૮) તેને જેતા, કાજળથી શામળ અને આયુથી કરાઈ આવેલી મારી નાખોની તૃષ્ણ શનવી જ ન હતી (૮૦૯). ચિરકાળે જે હોઈને ચક્રવાકયોનિથી ભ્રષ્ટ થયેલા તેને, જાણે કે એ બેટ પૂરવા માટે, હું ક્યાય સુધી જોયા કરવા ઈચ્છતી હતી. (૮૧૦). મે તેને ઘણે લાંબે ગાળે જાય તેથી, અત્યારે ઘણા સમય સુધી જઈ રહેવા છતા, અને આસુ ભરેલી હાઈને હું તેને નિર તર જઈ ન શકી. (૮૧૧). પ્રિયતમને જોયો તેથી હર્ષિત થતી હું ત્યાં એક બાજુ ઊભી રહી, ગભરાયેલી અને લજિજત એવી અમે આ દર પ્રવેશ કરતા ડરતી હતી (૮૧૨) ત્યાં તો અમારા સદભાગ્યે તેણે પોતાના પ્રિય મિત્રોને, “તમે કૌમુદીવિહાર જુઓ, હુ તે હવે શયન કરીશ” એમ કહીને વિદાય કર્યા (૮૧૩) તેઓ ગયા એટલે ચેટીએ કહ્યું, “આવ, હવે આપણે એ ચક્રવાકને મળવાને શ્રેષ્ઠીના ઘર પાસે જઈએ.' (૮૧). હું જઈને ભવનના આગણાના એક ભાગમાં ધડકતા હૃદયે ઊભી રહી. દાસી જઈને તેને મળી (૮૧૫). વસ્ત્રાભરણને ઠીકઠાક કરતી, મિલનાતુર એવી હુ દેહધારી કામદેવ જેવા પ્રિયતમને મન ભરીને જોતી રહી (૮૧૬). વિનયપૂર્વક હાથ જોડીને ત્યાં આવી ઊભેલી ચેટીને જોઈને અતિશય આદરભાવે હાંફળાફાંફળે પ્રિયતમ એકદમ ઊભો થયો. (૮૧૭). જે જગ્યાએ લજજાથી સંકેચાતી, ગુપ્તપણે હુ છોભી હતી તે તરફ જ તેણે ચેટીની સાથે પગલા ભયાં. (૮૧૮) હર્ષાશ્રુથી સજળનેત્રે, દૂતીની આંગળી પકડીને સતિષની સ્પષ્ટ ઝલક વાળા વદને તે આ વચને બેલો (૮૧૯): “મારા જીવતરની પાળ સમી, સુખની ખાણ સમી, મારા હૃદયગૃહમા વસનારી, તે મારી સહચરી અને તારી સ્વામિની કુશળ છે ને ? (૨૦). મદનને બાણપ્રહાર ઘાયલ હદયવાળા મને તો તેને સમાગમ કરવાના અનેરના ખેંચાણને લીધે સહેજ પણ સુખ નથી. (૮૨૧). દૂતી, બહાનું કાઢીને મારા પ્રિય મિત્રોને એમ કહીને મે વિદાય કર્યો કે તમે સૌ કૌમુદીવિહાર જોવા જાઓ (૮૨૨) મિત્રોને વળાવી દઈને હું પ્રિયાવિરહની ઉત્કંઠાને હળવી કરવા, તમારા આવાસ પાસે જઈને ચિત્રપટ્ટ જેવા વિચારતો હતો ત્યાં તો મે મારા આવાસમાં તને આવેલી જોઈ અને તેના સંતોષથી મારે હૈયશેક દૂર થઈ ગયા. કહે, દૂતી, પ્રિયતમાએ જે તેને કહ્યું તે હું સાભળવા ઇચ્છ
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy