SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તરલાલા જોડીને મને ફરીથી કહ્યું, “હે સ્વામિની, મારી વિન તી તું સાંભળ કે ઉત્તમ પુરુષ કેમ વર્તે છે (૭૭૫) કુલીન અને જ્ઞાનસ પન્ન હોવા છતા જેઓ અનુચિત વર્તનને વારતા નથી તેમને લકોમાં ઉપહાસ થાય છે (૭૭૬). જેમ યોગ્ય ઉપાય વિના ગાય દેહનારને દૂધ મળતું નથી, તેમ જગતમાં અન્ય કાંઈ પણ યોગ્ય ઉપાય વિના પ્રાપ્ત થતુ નથી (૭૭૭). જે કામો પૂરા વિચાર કર્યા વિના, ઉતાવળે, યોગ્ય ઉપાય વિના શરૂ કરાય છે તે પૂરા થાય તે પણ કશું પરિણામ લાવતાં નથી (૭૭૮) જ્યારે ચોગ્ય ઉપાય અનુસાર શરૂ કરેલાં કામ પાર ન પડે તે પણ લેકે તે કરનારની ટીકા કરતા નથી. (૭૭૮) તીક્ષ્ણ કામબાણુને પ્રહાર થવાથી પીડિત બને તે ધીર પુરુષ સ કટમાં હોવા છતા, પિતાના કુળ અને વંશને અપયશ થવાના ડરે સન્માગ નથી છોડવા માગતો (૭૮૦). તર વતીની કામાતા એ પ્રમાણે ચેટીની સાથે તેની વાત કરવામાં રચ્યાપચ્યા ચિરો મને ખબર ન પડી કે કમળાને જગાડનારા સૂર્યને કયારે અસ્ત થયો (૭૮૧). એટલે પછી, હે ગૃહસ્વામિની, હું જેમતેમ નહાઈ લઈ જમીને ચેટી તથા ધાત્રી અને પરિજને સાથે અગાસી પર ચડી ગઈ (૭૮૨) ત્યા ઉત્તમ શયન ને આસન પર આરામ કરતી, પ્રિયતમની વાતેથી મનને બહેલાવતી હુ રાત્રોને પહેલા પહેરની પ્રતીક્ષા કરી રહી (૭૮૩) ત્યાં તો ચદ્રરૂપી રવૈયે શરદઋતુના સી દર્યો મ ડિત ગગનરૂપી ગાગરમાં ઉતરીને તેમાં રાખેલા જ્યોનારૂપી મહીનું મંથન કરવા લાગ્યો. (૭૮૪) તે જોઈને મારા ચિત્તમાં વધુ ગાઢ અને દુ સહ વિષાદ છવાઈ ગયો અને કરવત સમો તીવ્ર કામ મને પીડવા લાગે (૭૮૫). પદ્યદેવને મળવા જવાને નિય કામવિવશ અને દુખાતે અવસ્થાને લીધે હું શરીરે ભારે વ્યાકુળતા અનુભવી રહી અને મે મારી સખીને કહ્યું, “સખી, આ વિનતી વડે હુ તારી પાસે પ્રાણુભિક્ષા યાચુ છું (૭૮૬). હું ખરું કહું છું, બહેન, કુમુદબંધુ ચક્ર વડે અત્યત પ્રબળ બનેલો વેરી કામદેવ નિષ્કારણે મને પીડી રહ્યો છે. (૭૮૭). તેની શત્રુતાને કારણે, હે દૂતી, તારા મીઠાં વચનથી પણ મારું હૃદય, પવનથી ઝપટાતા સમુદ્રજળની જેમ, સ્વસ્થ નથી થતુ. (૭૮૮) ત, સારસિકા, કામે જેનું ચારિત્ર્ય નષ્ટ કર્યું છે તેવી મને અસતીને, તેના દર્શનની યાસીને તુ જલદી પ્રિયતમને આવાસે લઈ જા” (૭૮૯). એટલે ચેટીએ મને કહ્યું, તારી યશવી કુલપર પરાનું તારે જતન કરવું ઘટે છે, તું આવું દુઃસાહસ ન કર, ને તેની ઉપહાસપાત્ર ન બને. (૭૦૦). તે તારે સ્વાધીન છે, તેણે તને જીવતદાન દીધું જ છે.
SR No.520755
Book TitleSambodhi 1976 Vol 05
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1976
Total Pages416
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy