________________
તરંગલાલા
૯૫
૫
પદ્મદેવને પ્રેમપત્ર
આ પત્ર મારી હૃદયવાસિની તર ગવતી નામની સુંદરીને આપવાને છે : મદનના શિકારનો ભોગ બનેલી, અન ગના ધનુષ્યરૂ૫ (૧), અત્યત શોચનીય શરીર ધરતી, સુવિકસિત કમળ સમા વદનવાળી તે બાળાનું આરોગ્ય અને કુશળતા હેજો. (૭૫૮ -૭૫૯).
હે પ્રિયે, કામદેવની કૃપાથી મારા અને તારા વચ્ચેના પ્રેમનું ચિતન થતું રહેતુ હેવાથી અહી સહેજ પણ અસુખ નથી, (૬૦) છતાં પણ, તરગવતી, અન ગશરપ્રહારે પીડિત બનેલે હું તારી અપ્રાપ્તિને કારણે મારાં શિથિલ બનેલાં કોમળ અને કેમેય ધારણ કરી શકને નથી (૭૬૧) તુ જે જાણે છે તે બધા કુશળસમાચારનું નિવેદન કરીને, હે કમળદળ સમાં વિશાળ અને સુંદર નેત્રવાળી, વધુમાં આ પ્રમાણે મારી વિન ની છે (૭૬૨). હે પ્રફુલ્લ, કમળ કમળસમા વદનવાળી, પૂર્વના પ્રેમપ્રસંગોમાં વ્યક્ત થયેલા તારે ગાઢ પ્રયાનુરાગથી જન્મેલી કામનાથી હુ જળી રહ્યો છું (૭૬૩) અજ્ઞાનરૂપી અંધકારે પરિપૂર્ણ અને વિવિધ વેનિથી ભરપૂર એવા આ જગતમાં પકથી ભ્રષ્ટ. એકબીજા સાથે (૭૬૪). હે ચિત્તવાસિની, મિત્રો અને બાધના વિશાળ બળ વડે, ભરસક પ્રયાસ કરીને, હુ તારી પ્રાપ્તિ માટે શેઠને ફરીથી પ્રસન્ન કરું, ત્યાં સુધી, હે વિશાલાક્ષી તરણી, આ થડેક સમય તું વડીલની પ્રીતિના સુખવાળી કૃપાની આશા ધરતી પ્રતીક્ષા કરજે. (૭૬૫–૭૬૬).
તર ગવતીને વિષાદ
એ પ્રમાણે, હે ગૃહસ્વામિની, તેના પત્રના વિસ્તૃત અર્થનું તાત્પર્ય ગ્રહણ કરીને, તેને મધ્યસ્થભાવ હોવાનું જાણીને ખિન્ન બનેલી હુ સૂનમૂન થઈ ગઈ. (૭૬૭), સાથળ પર કેણું ટેકવી ચત્તી રાખેલી હથેળીથી નિર તર મુખ કને ઢાકી, નિશ્ચળ નેત્ર, કશાકના ધ્યાનમાં બેઠી તેવી સ્થિતિ હું ધરી રહી. (૭૬૮) એટલે સુ દર વિનયવિવેક કરવામા વિશારદ ચેટી વિનયપૂર્વક કરકમળ વડે મસ્તક પર આ જલિ રચીને મને કહેવા લાગી (૬૯), “સુદરી, ચિરકાળ સેવેલે ભરથ પૂરનાર, જીવિતને અવકાશ આપનાર, સતોષને સકારનાર, પ્રેમસમાગમ અને સુરત પ્રવૃત્તિના સારરૂપ આ પત્ર તેણે તને મોકલ્યો છે એ તો નક્કી છે પ્રિયવચનના અમૃતપાત્ર સમો તે પત્ર તારા શોકને પ્રતિમા છે. (૭૭૦–૭૭૧). માટે તુ વિષાદ ન ધર, હે પ્રિયંગુવણ, ભીર, સુરત સુખદાયક પ્રિયજનને સમાગમ તને તરતમાં થશે.” (૭૭૨).
ચેટીનું આશ્વાસન
પણ એ પ્રમાણે કહેતી ચેટીને, હે ગૃહસ્વામિની, મેં કહ્યું, “હે સખી, સાભળ, શા કારણે મને મનમાં વિષાદ થયો છે તે (૭૭૩). મને લાગે છે કે તેના ચિત્તમા મારા પ્રત્યેને નેહભાવ કાઈક મંદ પડયો છે, કારણ, તે મારા સમાગમ કરવાની બાબતમાં કાળપ્રતીક્ષા કરવાનું કહે છે. (૭૭૪). એટલે, હે ગૃહસ્વામિની, ચેટીએ વિનયપૂર્વક હાથ