________________
તરંગલા
પણ તુ મારા આ વચને તેને કહેજે ઃ તેને તે તારા અનુમરણથી ખરીદી લીધેલે હેઈને તે સાચે જ તારા ચરણે પાસે દાસ બનીને વાસ કરશે (૭૪૨), તારે ચિત્રપટ્ટ જોઈને તેને પૂર્વજન્મના સમાનનું મરણ થયું છે, તેના પુણ્ય ઓછી પડવાં, જેથી કરીને તેને તારી પ્રાપ્તિ નથી થઈ આથી તેનું ચિત્ત વિવરણ બન્યું છે (૭૪૩). તારી વાત સાંભળતા સાંભળતાં, નિરંતર સ્નેહવૃત્તિવાળે તે પ્રીતિના રોમાએ કદંબપુષ્પની જેમ કંટકિત થઈ ઊઠો.” (૭૪૪)
રોટીનું પ્રત્યાગમન
એ પ્રમાણે તારી સાથેના સુરતના મને રથની વાતથી મને કયાંય સુધી રેકી રાખીને, કામબાણથી જર્જરિત શરીરવાળા તેણે અનિચ્છાએ મને વિદાય કરી (૭૪૫) વિદાય લઈને હુ તે અનુપમ પ્રાસાદમાંથી નીસરીને, સ્વર્ગમાથી જ શ પામી હેલું તેમ, જે માગે ગઈ હતી તે માર્ગે થઈને અહીં પાછી આવી. (૭૪૬) તેના ભવનની જેવા સમૃદ્ધિ, વિલાસ અને વિશાળતા, શ્રેષ્ઠીના ભવનને બાદ કરતા, બીજા કોઈને પણ નહી હેય. (૭૪૭). અત્યારે પણ હું તેના ભવનની સમૃદ્ધિ, વિલાસ ને પરિજનેની વિશેષતા તેમ જ તેનું અનન્ય, અપ્રતિમ રૂપ જાણે કે પ્રત્યક્ષ નિહાળી રહી છુ, (૭૮). અને સ્વામિની, તેણે સમરત ગુણયુક્ત, પ્રેમગુણનો પ્રવર્તક, હસીખુશીનું પાત્ર એવો આ પ્રત્યુત્તરપત્ર તારે માટે આપ્યો છે. (૭૪૯).
એટલે, હે ગૃહસ્વામિની, મુદ્રાથી આ કિત કરેલા, મારા પ્રિયતમના દર્શન સમા, તે પત્રને મે લીધો અને નિશ્વાસ સાથે હું તેને ભેટી. (૭૫૦). તેને ભેટીને, ચેટીની પાસેથી સાંભળેલા વચનથી ફુલ ચપકલતાની જેમ હાસ્યપુલકિત બનીને મે પત્રગત અને પામવાની આતુરતાથી તેની મુદ્રા તોડીને, સત્વર, પ્રિયતમનાં વચનના નિધાન સમે તે ઉખેળ્યો. (૭૫૧-૭૫૨). તેમાં તેનું તે જ આખુ પ્રકરણ, એક માત્ર મારા મરણને બાદ કરતાં, જેવું મેં અનુભવ્યું હતું તેવું જ લખાણમાં અક્ષરબદ્ધ કરેલુ હતુ (૭૫૩) જે કાંઈ મે અનુભવ્યું હતું, અને જે કાંઈ તેણે કર્યું હતું તે બધું જ તેમાં વ્યક્ત કરેલું હતું. તેનું મૃત્યુ પહેલા થયું હેઈને મારું અનુસરણ તેણે ન જાવુ એ પણ બરાબર હતું. (૭૫૪). ભૂપત્રમાં લખેલે, પ્રિયતમ પાસેથી આવેલ તે લેખ ભમહદયે હું વાચવા લાગી. (૭૫૫).
જ્યારે જ્યારે અમારી જે જે અવસ્થા હતી તે તે બરાબર બન્યા પ્રમાણે, એ ધાણીઓ સાથે પ્રિયતમે શબ્દોમાં વર્ણવી હતી (૭૫૬). શબ્દરૂપે રહેલા તે મન્મથને, કામદેવના બંધને બદ્ધ વચનેવાળા આ અર્થ દ્વારા હું નિહાળી રહી (૭૫૭)