________________
તરંગલેલા
તેણે કહ્યું, ‘ચિત્રપદને જોઈને મારા હૃદયમા, પૂર્વ જન્મના ઊડા અનુરાગને લીધે એકાએક શોક ઉદ્દભ. (૭૨૬). એટલે આખી રાતના ભ્રમણ પછી પ્રિય મિત્રો સાથે પાછા ફરેલા મે ઉત્સવ પૂરો થતા ઈદ્રધ્વજ તૂટી પડે તેમ, પથારીમાં પડતું મૂક્યું. (૭૨૭). ઊના નિ:શ્વાસ નાખતો, અસહાય, શન્યમનસ્ક બનીને હુ મદનથી લેવા જળમાને માડ્યાની જેમ, પથારીમાં પડોહને (૭૨૮) આ જોઈ રહેતો, બ્રમર ઉલાળીને બકવાસ કરતે, ઘડીકમાં હતો તે વડીકમાં ગાતો હું ફરી ફરીને રુદન કરતે હતે. (૭૨૯). મને કામથી અતિશય પીડિત અંગોવાળે, નખાઈ ગયેલ જોઈને મારા વહાલા મિત્રોએ લજજા તજી દઈને મારી માતાને વિનતી કરી (૩૦) “જો શ્રેષ્ઠીની પુત્રી તરંગવતીનું ગમે તેમ કરીને તમે માગુ નહીં કરે તે પાદેવ પરલોકને પરાણે બનશે” (૭૪૧). એટલે, પછી મેં જાણ્યું કે આ વાત મારી અમ્મા પાસેથી જાને બાપુજી શ્રેષ્ઠીની પાસે ગયા, પણ તેણે માગુ અમાન્ય કર્યું (૭૭૨) અમ્માએ અને બાપુજીએ મને સમજાવ્યો, બેટા, એ કન્યા અપ્રાપ્ય હેઈને તેના સિવાયની કોઈ પણ કન્યા તને ગમતી હોય તેનું માથું અમે નાખીએ. (૭૩૩). પ્રણમપૂર્વક તેમને આદર કરી, ભૂમિ પર લલાટ ટેકવી, અંજલિપુટ રચીને, લજજાથી નમેલા મુખે મેં વિનય કર્યો (૭૩૪) : “તમે જેમ આજ્ઞા કરશે તે પ્રમાણે હું કરીશ. એના વિના શું અટકયું છે?” એ પ્રમાણે કહીને મે વડીલેને નિશ્ચિત કર્યા, અને પરિણામે તેઓ શોકમુક્ત થયા. (૭૩૫). એમના એ વચને સાંભળ્યા પછી, હે સુંદરી, મરવાનો નિશ્ચય કરીને હું રાત્રી થવાની પ્રતીક્ષા કરી રહ્યો. તેને સમાગમની આશા ન રહી હેઈને મેં વિચાર્યું, “ઘણા લોકો ઉપસ્થિત હેવાથી દિવસે મૃત્યુ ભેટવા આડ મને વિન આવશે, માટે રાત્રે સૌ લોકેના સઈ ગયા પછી હું જે કરી શકીશ તે કરીશ.(૭૭૬-૭૩૭). એ પ્રમાણે મનથી પાકું કરીને હું આકારનું સંવરણ કરીને રહ્યો. જીવવા બાબત હું નિઃસ્પૃહ બન્યો હતો, મરવા માટે સનદ્ધ થયું હતું (૭૩૮). પિતાજીના પરિભાવ અને અપમાનથી મારુ વિરચિત અભિમાન ઘવાયું હતું, અને વડીલ પ્રત્યેના આદર અને ભક્તિને કારણે હવે મારો ધર્મ શું છે તે હુ સમ હતો (2) (૭૩૯)
તેવામાં તુ આ આવાસમાં પ્રિયતમાના વચનને—હદયને ઉત્સવ સમા અને મારા જીવતર માટે મહામૂલા અમૃત સમા વચનને–ઉપહાર લઈને આવી પહોંચી. (૭૪૦) તેનાં કરણ વચને સાંભળીને, મારું ચિત્ત શોક અને વિષાદથી ભરાઈ આવ્યું છે અને આંખે આસથી ક્ષકાઈ ગઈ છે, જેથી કરીને હું તેને પત્ર બરાબર વાંચી પણ શકતે નથી (૭૪૧).