SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા હદયતળાવમાં મારે એ ચક્રવાક ઊતરી આવ્યો. (૩૮૮), અને હે સખી, અનેક ગુણે રુચિક એવો મારો ચક્રવાકીને ભવ અને તે ભવમાં જે બધું ભગવ્યું અને જે તને મેં હમણ કહી બતાવ્યું તે સાંભરી આવ્યું. (૩૮૯). મારી એ સ્મૃતિને કારણે પ્રિયતમના વિયોગને કરુણતાવાળું જે બધું મેં ભોગવ્યું તે તેને સંક્ષેપમાં મેં કહ્યું. (૩૯). ભાવિજીવન અને નિશ્ચય તને મારા જીવતરના સોગંદ છે– જ્યાં સુધી મને તે મારા પ્રિયતમનું ફરી મિલન ન થાય ત્યાં સુધી તું આ વાત કેઈને પણ કહીશ નહીં. (૩૯૧). જો આ લોકમાં કેમેય કરીને તેની સાથે મારો સમાગમ થશે તો જ, હે સખી, હું માનવી સુખગેની અભિલાષા રાખીશ. (૩૯૨), સુરતસુખની પૃહા રાખતી હું આશાપિશાચને વિશ્વાસ, હે સુંદરી, તેને મળવાની લાલચે સાત વરસ પ્રતીક્ષા કરીશ. (૩૯૭). પરંતુ સખી, ત્યાં સુધીમાં જો હું મારા તે હદયમંદિરના વાસીને નહીં જોઉં, તે પછી જિન સાર્થવાહે ખેડેલા મેક્ષમાર્ગમાં હું પ્રવજ્યા લઈશ. (૩૯૪), અને પછી હું એવું કરીશ જેથી કરીને, સાંસારિક બંધનેવાળાની ઉપર સહેજે આવી પડતું પ્રિયજનનું વિરહદુ:ખ હું ફરી કદી ન પામું. (૩૯૫). હું શ્રમણત્વરૂપી પર્વત પર નિર્વિને આરહણ કરીશ, જેથી કરીને જન્મ મરણ વગેરે સર્વે દુઃખનું વિરેચન થઈ જાય. (૩૯૬). હે ગૃહસ્વામિની, એ પ્રમાણે પ્રેમમાં અધિક આસક્તિવાળી ને રહવશ દાસીને મેં મારી કથની કહીને શોકને હળવો કર્યો. (૩૯૭), ચેટીનું આશ્વાસન એ કથની સાંભળીને, મારા પ્રત્યેના વાત્સલ્યથી કોમળ હૃદયવાળી સારસિક માસ દુખ ને શોકથી સંતપ્ત થઈને કેટલા સમય સુધી રડતી રહી. (૩૯૮). પછી તે રડતાં રડતાં મને કહેવા લાગી, “અરેરે સ્વામિની! મેં જાણ્યું, તારું આ પ્રિયવિરહનું દુઃખ કેવું હૈયું બાળી નાખે તેવું છે તે. (૩૯૯). પોતે પુર્વે કરેલાં કમૅરૂપી પાપવૃક્ષોનાં કડવાં ફળે કાળે કરીને પરિપકવ થતાં હોય છે. (૪૦). હે સ્વામિની, તું વિષાદ તજી દે દેવતાની કૃપાથી, હે ભીરુ, તારા તે ચિરપરિચિત પ્રિયતમની સાથે સારા સમાગમ થશે જ, (૪૧). એ પ્રમાણે અનેક મીઠાં વચનેથી આશ્વાસન આપી, મનાવીને તેણે મને સ્વસ્થ કરી તથા જળ લાવીને મારાં આંસુ પખાળ્યાં. (૪૦૨). તે પછી, હે ગૃહસ્વામિની, દાસીની સાથે તે કદલીમંડપમાંથી બહાર નીકળીને હું જ્યાં અમાની સમીપમાં અમારો પરિચારક વર્ગ વિહરી રહ્યો હતો, ત્યાં પહોંચી. (૪૦૩).
SR No.520754
Book TitleSambodhi 1975 Vol 04
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1975
Total Pages427
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy