SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલાલા ૨૯ તરત જ હું દાસીમંડળથી વીંટળાઈને બહારના કોટની લગોલગન ચતુશાલના વિશાળ આંગણમાં નીકળી આવી. (૨૦૮). ત્યાં વસ્ત્રાભૂષણથી દીપના એ યુવતી સમુદાયને ઈદના આવાસમાં એકઠા મળેલા સુંદર અસર સમે મેં જે. ( ૨૦ ). ત્યાં બળદોને હાંકવામાં અને કાબૂમાં રાખવામાં અનુભવી, ગાડી પર બેઠેલા ગાડીવાને મને બોલાવી (૨૧), “કુમારી, તમે ચાલે, ચાલે, ઉજાણીએ જવા માટેનાં વિમાન સમી આ સૈથી વધુ રૂપાળી ગાડી શેઠે આજે તમારા માટે નકકી કરી છે.' (૨૧૧–એ પ્રમાણે બેલતા તે સેવક મને ઝડપ કરાવી, એટલે કામળો પાથરેલી તે ગાડીમાં હું સુખેથી ચઢી બેઠી. (૨૧૨). તે પછી મારી પાછળ મારી ધાત્રી અને દાસી સારસકા પણ ચ, એટલે ઘંટડીઓને રણકાર કરતી તે ગાડી ઊપડી. (૨૧૩). સ્ત્રીઓની સારસંભાળ રાખતા કંચુકીએ, ઘરના કારભારીઓ અને પરિચા મારી પાછળ પાછળ આવતા હતા. (૨૧૪). પ્રયાણું આ પ્રમાણે સુયોજિત, સુંદર પ્રયાણ વડે નગરજનોને વિસ્મય પમાડતાં અમે સરળ ગતિએ રાજમાર્ગ પર થઈને જવા લાગ્યાં. (૨૧૫). હું વિવિધ વાટવાળા, વિશાળ, અનેક શાખાઓમાં ફંટાયેલા (?, લક્ષ્મીના મેંઘામૂલા સારરૂપ, નગરના રાજપથને જોવા લાગી. (૨૧૬). હે ગૃહસ્વામિની, ભીડેલી નળીયુક્ત કમાંડવાળાં ઘ, જેવાની રસિયણ યુવતીઓને લીધે જાણે કે વિારિત લેચને મને જોઈ રહ્યાં હતાં. (૨૧૭). જેવાને ઉસુક રસ્તા પરના લોકો મને યાનરૂપી વિમાનમાં બેઠેલી લક્ષ્મીની જેમ પસાર થતી અનિમિષ નેત્રે જોતાં હતાં (૨૧૮). વળી તે વેળા મને જોઈને રાજમાર્ગ પરના નગરના તરુણનાં હૈયાં મન્મથની શરતળથી જાણે કે બળી રહયાં હતાં. (૨૧૯). રમણ કરવાને યોગ પ્રાપ્ત કરવાને મનોરથ કરતા તેઓ એક પળમાં તે પ્રાણ સંશય થાય તેવો તીવ્ર તલસાટ અનુભવવા લાગ્યા. (૨૨૦). અસરા જેવી રૂપાળી યુવતી. ઓને પણ મારું રૂપ જોઈને એવું રૂપ પ્રાપ્ત કરવાના મનોરથ ઉદ્દભવ્યા. (૨૨૧). મારું રૂપ, સૈકુમાર્ય અને હાવ વડે રમણીય શીલ જોઈને રાજપથ પરના સૈ લાકે જાણે કે અન્યમનસ્ક (?) બની ગયા. (૨૨). વિશાળ રાજપથ પર થઈને અમે જતાં હતાં ત્યારે ત્યાં પસરી ગયેલી સુગંધથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. (૨૨૭). લેકેની આ પ્રકારની વાતો સાંભળીને મારી દાસીએ અમે નગરમાંથી બહાર નીકળી ગયાં ત્યારે પાછળ દોડી આવીને મને કહી ગઈ. (૨૪). એ રીતે ઉદ્યાનમાં પહોંચીને મહિલાઓ વાહનમાંથી ઊતરી. રક્ષકગણને ઉદ્યાનની સમીપના ભાગમાં નિકટમાં જ સ્થાપિત કર્યો. (૨૫).
SR No.520754
Book TitleSambodhi 1975 Vol 04
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1975
Total Pages427
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy