________________
તરંગલેલા
ઉજાણું મેં હાથ, પગ અને મોં ધેય, અરહંતે અને સાધુઓને વંદન કર્યા, ટૂંકું પ્રતિક્રમણ કયુ અને ઉજાણીએ જવા હું ઉસુક બની ગઈ (૧૯૧). ઉજાણીએ જવા ઉતાવળી હાઈ ને યુવતીઓ અને પુત્રવધૂઓએ પણ ત્યારે ગયેલી રાતને “કેમેય વીતતી નથી' એમ કહીને ઘણી ભાંડી હતી. (૧૯ર). કેટલીકેએ તો “ઉજાણીએ જઈશું, શું શું જઇશું, કેવાં નાહીશું' વગેરે મનોરથોની પરસ્પર વાત કરીને આખી રાત જાગરણમાં જ ગાળી હતી. ૧૯૩).
તૈયારી
રસોઈયા, રક્ષકે, કાનવાળા, કારભારીઓ અને પરિચાર્કે ભોજનની તૈયારી માટે સૌને પહેલાં ઉદ્યાને ગયા. (૧૯૪). ત્યાં તે એકાએક ગગનમાગને પથિક, પૂર્વદિશાના વદન કમળને વિકસાવનાર, જપાકુસુમ સમ (રાત) સૂર્ય ઊગે. (૧૯૫). મહિલાઓએ રંગબેરંગી, ભાતભાતનાં, મહામેધાં પટ્ટ, લૌભ, કૌશિક અને ચીનાંશુક વસ્ત્ર લીધાં; કસબીઓએ કલાકુશળતાથી બનાવેલાં , સેના, મેતી, અને રત્નનાં ઉત્તમોત્તમ આભૂષણ લીધાં; તથા સેંદર્યવર્ધક, સૌભાગ્યસર્ષક, યૌવન-ઉદ્દીપક પ્રસાધન સીવાં (૧૯૬-૧૯૮). એ પછી સગાસંબંધીની સર્વ નિમંત્રિત મહિલાઓ આવી જતાં અમ્માએ ઉજાણીએ જવા નીકળવાની તૈયારીઓ કરી (૧૯૯), અને શુભ મુહૂર્ત બધી સામગ્રી સહિત અમ્માએ તેમની સાથે પ્રયાણ કર્યું. (૨૦૦). તરત જ અમ્માની પાછળ વાસભવનના ભાગને આભૂષણના રણકારથી ભરી દેતે યુવતી સમુદાય ચાલ્યો. (૨૦૦૧). તરુણીઓના નૂપુરનું સમ્મક ઝુમ્મક, સુવર્ણમય રત્નમેખલાને ખણખણાટ, અને સાંકળીની કિ કણને રણકાર–એ. સૌને રમ્ય ઘેષ ઊઠતો હતો () (૨૦૨). મન્મથના ઉત્સવની શરણાઈ સમી તેમને આભૂષણની શરણાઈ જાણે કે લેકેને માર્ગમાંથી દૂર હઠવે કહી રહી હતી. (૨૦૩). અમ્માના આદેશથી મને બોલવવા આવેલી દાસી ઓએ તેમના નીસર્યાના સમચાર મને કહેથા, (૨૦૪).
એટલે, હે ગૃહસ્વામિની, શરીરે સર્વ શણગાર અને મનોહર, મૂલ્યવાન વસ્ત્રથી સુસજજ થયેલી મારી સખીઓએ મને મજજન કરાવીને શણગાર સજાવ્યા. (૨૫). મેં સુવર્ણચૂર્ણથી મંડિત, મૂલ્યવાન, સુકુમાર, સુંદર, વેત, આકર્ષણ માટેના દેવજપટ સમું. પટ્ટોક પહેર્યું. (૨૦૬). વસ્ત્રાભૂષણનાં પાણીદાર રત્નોની ઝળહળતી કાંતિથી મારું લાવણ્ય, ઋતુકાળે ખીલી ઉઠેલી ચમેલીની જેમ, દિગુણિત બન્યું. (૦૭).