SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કથાનકનું નિરૂપણ કરાયું છે. ત્રીજા પ્રસ્તાવમાં આઠ કથાઓ તેમ જ મલ્લિનાથના નિવણને પ્રસંગ વર્ણવાય છે. મહાનિશીથ-સૂત્ર : સં. રૂપેન્દ્રકુમાર પગારિયા મૂલશુદ્ધિ પ્રકરણ : ખંડ ૨, મૂળ. પ્રદ્યુમ્નસૂરિ વૃત્તિ સાથે. વૃત્તિ દેવેન્દ્રસુરિ. ઈ. સ. ૧૧માં સૈકે. સં. અમૃતભાઈ ભેજક માહેસૂલવાદથલમ : અજિતદેવસૂરિ. ઈ. સ. ૧૨૨૯. સં. મુનિ જયસુંદર વિજય, મુનિ મહાબેધવિજ્ય આ ગ્રંથની સૌવણિકનગરમાં રચના થઈ છે. મુનિચન્દ્રસૂરિશિષ્ય અજિદેવસૂરિવિરચિત આ વાદસ્થળમાં જિનબિંબ– પ્રતિષ્ઠાના અધિકારની બાબતમાં જે કાંઈ મહોય છે તેનું ઉમૂલન અભિપ્રેત છે, ચર્ચાને મુખ્ય મુદ્દો છે જિનબિંબપ્રતિષ્ઠા સાબુથી (આચાર્યથી થાય કે નહિ ? અથવા શ્રાવકે જ કરવાની હોય કે સાધુ (આચાય) પણ કરી શકે? પ્રાચીન તેમ જ સમકાલીન શાસ્ત્રોને આધારે ગ્રંથકારે “સાધુઓ પ્રતિષ્ઠા કરે એ તથ્યની પ્રબળ સ્થાપના કરી છે. સાધુથી પ્રતિષ્ઠા થાય જ નહિ એવું માનનારા પક્ષની યુક્તિઓનો પણ સશક્ત જવાબ વાળ્યો છે. - પ્રવપક્ષીએ “તિલકમંજરી”, “કથાકેષ”, “પંચાલક, “ઉપમિતિભવપ્રપંચા–કયા', પ્રશમરતિ વગેરે શાસ્ત્રોને હવાલે આપીને “શ્રાવકે જ પ્રતિષ્ઠા કરવી જોઈએ, નહિ કે સાધુએ આ મત પુષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. ઉત્તરપક્ષમાં એ પ્રયત્નની નિષ્ફળતા બતાવીને “પ્રતિષ્ઠાકલ્પ–પંચાશક' વગેરે અનેક શાસ્ત્રોના આધારે સાધુકૃત પ્રતિષ્ઠાની સ્થાપના કરી છે. પૂર્વપક્ષીએ પ્રતિષ્ઠાકારક આચાર્યો ઉપર પાંચ મહાવ્રતના લેપને આક્ષેપ કર્યો છે, પણ ગ્રંથકારે આ આક્ષેપનો મજબૂત દલીલે દ્વારા સચેટ રદીયા આપ્યા છે. સાધુઓને દ્રવ્યસ્તવને અધિકાર નથી, એ વાત શાસ્ત્રસિદ્ધ–સર્વમાન્ય છે. છતાં પ્રતિષ્ઠામાં સાધુઓ દ્વારા જે કાંઈ આશિક દ્રવ્યસ્તવ થાય છે તે કઈ રીતે. તેને પણ આચાર્યે બરાબર જવાબ આપે છે. ગ્રંથકારે ઉત્તરપક્ષની પુષ્ટિમાં શ્રીમાલ, માલવા, મારવાડ, મેવાડ, કર્ણાટક, લાટ વગેરે અનેક સ્થળોએ પૂર્વાચાર્યોએ કરેલી પ્રતિષ્ઠાને ઉલ્લેખ કર્યો છે. તથા ભિન્નમાલ, સાંચોર વગેરેમાં વર્ગસંખ્યાના ઉલ્લેખ સાથે પૂર્વાચાર્યોના પ્રતિષ્ઠા લેઓને પણ સામાન્ય નિર્દેશ કર્યો છે. ખાસ કરીને કાશહેરનગરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520501
Book TitleAnusandhan 1993 00 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages50
LanguageSanskrit, Prakrit
ClassificationMagazine, India_Anusandhan, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy