SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ થોડાક અપભ્રંશ પરંપરાના ભાષાપ્રગ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આરંભ કાળની ઈ. સ. ૧૧૮૫ માં રચાયેલી કૃતિ શાલિભદ્રસૂરિકૃત 'ભરતેશ્વર-બાહુબલિ-રાસના ભાષાપ્રયોગે તપાસતાં એમાં અપભ્રંશને પ્રભાવ વિપુલ માત્રામાં દષ્ટિગોચર થાય છે. વ્યાકરણગત અને શબ્દગત બે-ચાર ઉદાહરણે અત્રે પ્રસ્તુત કરવાને ઉપક્રમ છે. ડે. હરિવલ્લભ ભાયાણી સંપાદિત “સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ” (ઈ.સ. ૧૯૬ ) અનુસાર સંબંધક ભૂતકૃદંત માટેના પ્રત્યયો વિવ, fa, cqણુ વગેરે વ્યંજનથી શરૂ થતા પ્રત્યયો પૂર્વે સંયોજક સ્વર , p કે (પૃષ્ઠ ૩૦)ની નોંધ છે. એ મુજબ “ભરતેશ્વર બાહુબલિ-રાસ’ની નીચે આપેલી આરંભની કડીમાં જ એનાં દર્શન થાય છે. રિસહ-જિણેસર-પય પણએવી, સરસતિ-સામણિ મણિ સમરેવી નમવિ નિરંતર ગુરુ-ચલણિ' (૧). અપભ્રંશનું ભવિષ્યકાળનું “ણુંપ્રત્યયવાળું ૫મું એક વ.નું રૂપ પણ પંદરમી કડીમાં જોવા મળે છે? પહિલું તાય–પાય પણમેસે, રાજ-સિદ્ધિ રાણિય–ફલ લેસે ચક્ક-યણ તવ અણુસરવું. (૧૫) આ પ્રણામ કરીશ,” મેળવીશ, એવા અર્થના અપભ્રંશનાં ભવિષ્યકાળનાં રૂપનું અહીં દર્શન થાય છે. (અંય વર્ણમાં હું ને બદલે જી તથા ૩ ને બદલે મો અંદ જાળવવા કરાય છે.) વિભક્તિરૂપોની જેમ શબ્દપ્રયોગોમાં પણ અપભ્રંશના અનુવર્તનના બે ઉદાહરણે નેંધીએ. ભરતેશ્વર-બાહુબલિરાસની ૮૪મી કડીની બીજી પંક્તિના પૂર્વાધમાં મળતી એક સીહ અનઈ પાખરીઉ” (“એક તો સિંહ અને વળી બખ્તરિયા') એવી કહેવત સાહ અન્નય ૫ખરિઓ” સુમતિસૂરિકૃત અપભ્રંશકૃતિ “જિનદત્તાખ્યાનમાં પણ મળે છે. (સિંધી સિરીઝ ક્રમાંક ૨૦, ઈ. સ. ૧૯૫૩, સંપાદક અમૃતલાલ ભોજક; પૃષ્ઠ ૨૮, ગાથા ૨૫૦). ૧૭૯મી કડીની પ્રથમ પંક્તિના ઉત્તરાર્ધમાં મળતા બીજે એક શબ્દપ્રયોગ “સુનાસના તરંગમ તુલઈ' અર્થાત અસવાર વગરના, ખાલી આસન (ન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520501
Book TitleAnusandhan 1993 00 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages50
LanguageSanskrit, Prakrit
ClassificationMagazine, India_Anusandhan, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy