________________
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[ વર્ષ ૪
પંચમંગળ મહાગ્રુતસ્કંધ (પંચનમસ્કાર) જૂદું સુત્ર હતું, તેમજ તેની ઉપર ઘણી નિયું. ક્તિઓ, ઘણાં ભાળે અને ઘણી ચૂર્ણિઓ હતી. કાળબળે તેને હાસ થતો ગયે. આ પછી મહદ્ધિ પ્રાપ્ત પદાનુસારી શકિતવાળા, દ્વાદશાંગધારી વજસ્વામી થયા, જેમણે પંચ મંગળશ્રુતસ્કંધને મૂલ સુત્રમાં લખ્યું ”૧૩ વસ્વામી મહાસમર્થ વાચનાચાર્યું હોવાથી તેમની શક્તિથી આકર્ષાઈ બાલ્યાવસ્થામાં જ ગુરૂમહારાજે તેમને એ કાર્ય સંપ્યું હતું. તેમની પાસે સેંકડો શિષ્ય વાચના લેતા હતા. આર્ય રક્ષિતસૂરિ નામના પ્રસિદ્ધ અનુગધર આચાર્યું પણ તેમની પાસે પૂર્વશ્રતને અભ્યાસ કર્યો હતે. જ્યારે બીજી વાર બારદુકાળી પડી ત્યારે વજસ્વામી કુંકણ દેશ તરફ ગયા હતા. બીજા શિષ્યને રસ્તામાં રાખી એક સાધુ સાથે પહાડ ઉપર જઈ, પાપગમન અનશન કરી વીર નિ. સં. ૧૮૪ (વિ. સં. ૧૧૪ )માં તેઓ સ્વર્ગે ગયા.૧૪ તેમના સ્વર્ગવાસ સાથે દશમા પૂર્વને, ચેથા સંહનોને તથા ચોથા સંસ્થાનને વિચ્છેદ ગયે. તેમનાથી વઈરીશાખા નીકળી છે.
વીરનિ. સ. ૫૮૪માં ગેષ્ઠા માહિલ નામને સાતમે નિવ થશે. ત્રિરાશિક મતવાળાને જીતનાર ગુપ્તસૂરિ વીરનિ. સં. ૫૮૪માં સ્વર્ગે ગયા. વિશેષ માટે કલ્પસૂત્ર વિરાવલી ટીકા જેવી. ૧૪ વજસેનસૂરિ
વજીસ્વામીની પાટે આ આચાર્ય થયા. તેઓ ભારદ્વાજ ગોત્રના હતા. તેમણે નવ વર્ષની વયે દીક્ષા લીધી હતી. ૧૧૬ વર્ષ ગુરૂસેવામાં અને ૩ વર્ષ યુગપ્રધાનપદમાં ગાળી ૧૨૮ વર્ષની લાંબી વયે વીર નિ સં૦ ૬૨૦ (યુગપ્રધાન મંત્રાવલીના ઉલ્લેખ પ્રમાણે વીર નિ સં૦ ૬૧૪)માં સ્વર્ગે ગયા.
બીજી બાર દુકાળ વખતે અનશન કરવા જતી વખતે વજસ્વામી વજસેનસરિને કહી ગયા હતા કે “ જ્યારે લાખ રૂપિયાના અનાજમાંથી ભેજન બનાવી, તેમાં વિષ નાંખવાની તૈયારી થતી હોય અને તમે ત્યાં જઈ પહોંચતા તમને આહાર આપવા ઉધત થાય તેને બીજે દિવસે સુકાળ થશે.” આ પછી વજસેનસૂરિ વિહાર કરતા પારક નગરમાં ગયા. ત્યાં જિનદત્ત શેઠ અને ઈશ્વર શેઠાણીને નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર નામના ચાર પુત્રો હતા. દુકાળ એ ભયંકર હતું કે રૂપિયા ખર્ચવા છતાં અનાજ મળતું ન હતું. શેઠે એક લાખ રૂપિયાના ભેગે કુટુંબ માટે એક ટંકનું ભોજન મેળવ્યું હતું. તે તૈયાર થતાં મરવાના ઉદ્દેશથી તેમાં વિષ મેળવવા સૌ તૈયાર થયા. તેટલામાં
૧૩ મુનિરાજ કલ્યાણવિજયજી લિખિત “પ્રભાવક ચરિત્રની પર્યાલચના 'ના આધારે,
૧૪ દિગંબરો માને છે કે ભદ્રબાહુ સ્વામીએ દક્ષિણમાં જઈ અનશન કર્યું હતું, મૌર્ય ચંદ્રગુપ્તરાજાએ એમની પાસે દીક્ષા લીધી હતી, દિગબર વેતાંબરના ભેદ ત્યારે પડયા હતા વગેરે. પરન્તુ ખરી રીતે તે ધટના આ આચાર્ય મહારાજના સમયે બની હોવી જોઇએ, કેમકે તેમના શિષ્ય વજસેનસૂરિ પાસે ચંદ્ર દીક્ષા પણ લીધી હતી અને તાંબર દિગંબરના ભેદ પણ આ વખતે પડયા હતા. એટલે દિગંબરાના ભદ્રબાહ સ્વામીની ક૯૫ના આ સમયમાં વધુ સુરત લાગે છે.
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org