SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૧-૨ ] ગુરૂ-પરંપરા [૫૭] રૂપ કર્યું. આ વાતની ભદ્રબાહુસ્વામીને ખબર પડતાં તેમણે સ્થૂલભદ્રજીને વધુ વિધા માટે અયોગ્ય જાણી પૂર્વનું જ્ઞાન આગળ આપવાની ના પાડી, પણ શ્રીસંધના આગ્રહથી છેલ્લાં બાકી રહેલાં સાડાત્રણ પૂર્વ મૂળમાત્ર શિખવ્યાં. આ રીતે સ્થૂલભદ્રજી ૧૦ પૂર્વ અર્થ સહિત અને ૩ પૂર્વ મૂળ શિખ્યા. તેઓ અંતિમ ચૌદ પૂર્વધર થાય, તેમણે કોશા વેશ્યાને પ્રતિબધી શ્રાવિકા બનાવી હતી. તેમને માટે કહ્યું છે કે – केवली चरमो जंबूस्वाम्यथ प्रभवः प्रभुः। शय्यभवो यशोभद्रः संभूतिविजयस्तथा । भद्रबाहुः स्थूलिभद्रः श्रुतकेवलिनो हि षट् । જંબૂસ્વામી છેલ્લા કેવળી થયા અને સ્થલિભદ્ર સુધીના છ આચાર્યો મૃતકેવળી થયા. સ્થૂલિભદ્રજીના સમયમાં એક મહાન રાજ્યક્રાન્તિ થઈ : નંદ વંશને વિનાશ થયો અને મહાપંડિત ચાણક્ય મંત્રીશ્વરે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. આ અરસામાં જ જનસંધમાં “અવ્યક્ત” નામને ત્રીજો નિદ્વવ થયો. આય મહાગિરિસુરિ અને આર્ય સુહસ્તિસૂરિ આર્ય મહાગિરિને વધુ પરિચય નથી મળતું. તેઓ એલાપત્ય ગોત્રના હતા. તેમણે ૩૦ વર્ષની વયે સ્થૂલિભદ્રજી પાસે દીક્ષા લીધી હતી. ૪૦ વર્ષ ગુરૂસેવામાં અને ૩૦ વર્ષ યુગ પ્રધાનપદે રહી બરાબર ૧૦૦ વર્ષની વયે વીર નિ સં૦ ૨૪૫ માં સ્વર્ગવાસી થયા. તેઓ મુખ્ય પટ્ટધર અને ગચ્છનાયક હોવા છતાં પોતે જિનકલ્પની તુલના કરતા હોવાથી ગચ્છની વ્યવસ્થા અને સંભાળ તેમના નાના ગુરૂભાઈ આર્ય સુહસ્તિસૂરિ કરતા હતા. આ કારણે જ એક પાટે બે આચાર્યો થયા. તેઓ પરમ ત્યાગી અને એકાન્તપ્રિય હોવાથી ગચ્છની સારસંભાળનું કામ આર્ય સુહસ્તિસૂરિને માથે હતું. આર્ય મહાગિરિજીના સમયમાં નીચે પ્રમાણે ચેથા અને પાંચમાં નિહ્નો થયા : વીર નિ સં ૨૨૦ માં આર્ય મહાગિરિજીના શિષ્ય કૌડિન્યના શિષ્ય અAમિત્ર સામુચ્છેદિક’ મત (શુન્યવાદ) સ્થાપ્ય એટલે તે ચોથે નિવ ગણાય. અને વીર નિ. સં૦ ૨૨૮ માં તેમના શિષ્ય ધનગુપ્તના શિષ્ય ગંગદત્ત “દિક્રિય” મત સ્થાપ્ય એટલે તે પાંચમે નિવ્રુવ ગણાયે. આ બન્ને નિહ્નના મતે લાંબા સમય ચાલ્યા નહીં. તેમના મતનું અસ્તિત્વ લો પાઈ ગયું અને પછીના કેટલાક નિહ્નના મત બીજામાં ભળી ગયા. આર્ય સુહસ્તિસૂરિને પણ વિશેષ પરિચય નથી મળતું. “ પરિશિષ્ટ પર્વમાં લખ્યું ૯ વીર નિ સં૦ ૬૦૯ સુધીમાં ૭ નિહ્ન થયા. નિદ્ભવ એટલે સત્યને ગોપવવું. ભ. મહાવીરના અવિભકત સંધમાં નિહ્નએ સિદ્ધાંતભેદ અને ક્રિયાભેદથી નવા મતે કાઢથા છે. પ્રથમના બે નિહ જમાલી અને તિષ્યગુપ્ત ભ. મહાવીરના નિર્વાણ પૂર્વે અનુક્રમે ૧૪ અને ૧૬ વર્ષ થયા છે. તેથી તેમને વિશેષ પરિચય નથી આપે. બાકીનાને પણ વિષયાંતરના ભયથી નથી આપે. જિજ્ઞાસુઓએ એ વસ્તુ આવશ્યક નિર્યુકિત તથા વિશેષાવશ્યક ભાઓમાંથી વી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy