________________
માંસાહારની ચર્ચા અને “પ્રસ્થાન ” માં પ્રગટ થયેલ
શ્રી ગોપાળદાસભાઈના ખુલાસા અંગે તાજેતરમાં બહાર પડેલ “પ્રસ્થાન' માસિકના પોષ માસના અંકમાં “શ્રી જન સત્ય પ્રકાશ” માં પ્રગટ થયેલ પૂજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજીન અને પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજીનો લેખ છપાયો છે. સાથે સાથે આ ચર્ચા અંગેને શ્રી ગોપાળદાસભાઈને ખુલાસો, “પ્રસ્થાન” ના તંત્રીશ્રીને લખાયેલ પત્રરૂપે, પ્રગટ થયું છે. આ ખુલાસે અમે ધ્યાનપૂર્વક વાંચ્યો છે. તેનું મુખ્ય તાત્પર્ય આ છે –
૧ શ્રી ગોપાળદાસભાઈને, પોતે માંસાહારને લગતે જે અર્થ કર્યો છે તેમાં ફેરફાર કરવા જેવું કશું લાગતું નથી, તેને તેઓ ભારપૂર્વક વળગી રહે છે. અને છતાં
૨ તેઓ અજાણપણે જેનભાઈઓની લાગણી દુભવવા બદલ ક્ષમા માગે છે. તેમજ
૩ તેઓ આ સંબંધી વધુ ચર્ચામાં ઊતરવા ઈચ્છતા નથી.
તેઓએ માંગેલી ક્ષમાની નોંધ લેવા છતાં અમારે કહેવું જોઈએ કે એમના આ ખુલાસાથી અમને જરાય સંતોષ થયે નથી. આવો ખુલાસો એક અતિ મહત્વની ચર્ચાના શુભ અંતરૂપ ન ગણી શકાય. છતાં આ અંગે શ્રી ગોપાળદાસભાઈ સાથે પત્રવ્યવહાર કરીને એક વધુ પ્રયત્ન કરી જોવાનું ઇષ્ટ લાગવાથી અમે અત્યારે આ સંબંધી વધુ લખવાનું મોકુફ રાખીએ છીએ.
તેમની સાથેના પત્રવ્યવહારનું જે કંઈ પરિણામ આવશે તે અમે યથાસમય પ્રગટ કરીશું.
વ્યવસ્થાપક સ્વીકાર ૧. નાસ્તિક-મત-વાદનું નિરસન ભાગ ૧; લેખક મુનિરાજ શ્રી ભદ્રકવિજયજી; પ્રકાશક-શેઠ ધડીરામ બાળારામ, નિપાણી (બેલગામ); ભેટ.
૨. સંસ્કૃત-પ્રાચીન-સ્તવન-દોહ; સંપાદક-મુનિરાજ શ્રી વિશાલવિજયજી; પ્રકાશક-શ્રી વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળા, છોટા સરાફા, ઉજજૈન (માલવા); મૂલ્ય-ત્રણ આના
૩. હરિશ્ચન્દ્રસ્થાનકમ; કવિપુરંદર શ્રી ભાવદેવસૂરિ વિરચિત કબદ્ધ સંસ્કૃત શ્રી પાર્શ્વનાથચરિત્રમાંથી ઉદધૃત, પ્રકાશક-શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા, છાણી. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજને તથા જિજ્ઞાસુ મહાશયોને ભેટ આપવાનું છે. ભેટ મંગાવનારે પિસ્ટ પેકીંગ માટે એક આનાની ટિકિટ આ સરનામે મોકલવી-શાહ જગુભાઈ
For Private & Personal Use Only
Jain Eder
www.jainelibrary.org