SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૨૨] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૪ શ્રી દેવચંદ્રસૂરિજી ચાંગદેવને લઈને ધંધુકાથી કર્ણાવતી (તંભતીર્થ) પધારે છે, અને મહામંત્રી ઉદયનને ત્યાં ચાંગદેવ રહે છે. ચાંગદેવના પિતા ધંધુકા આવ્યા બાદ પુત્ર સંબધી વાત જાણી ઘણા નાખુશ થાય છે, અને પુત્રનું દર્શન ન થાય ત્યાં સુધી અન્ન જળને ત્યાગ કરી, કર્ણાવતી જાય છે. ત્યાં ગુરૂ મહારાજના વચનથી તેને ક્રોધ શાન્ત થયા બાદ ઉદયન મંત્રી તેને પિતાને આવાસે લઈ જાય છે. ત્યાં ઉદયન મંત્રીના પુત્રોની સાથે ચાંગદેવને રમત જોઈ તેના પિતા ખુશી થાય છે. પછી પૂજા વગેરે કરી ચાંગદેવની સાથે ભોજન કરે છે. અવસરોચિત આદરથી સતેષિત થયેલ તેની સમીપે મંત્રી કર્મસ્ટારમાં પર્વે સુ નિ સુતાદા ત્રણ લાખ સોનામહોર, પાંચ (રેશમી) વસ્ત્ર અને વામ્ભટ્ટ અને આદ્મભટ્ટ એ બે પિતાના પુત્રો મૂકી તેને સ્વીકારવા અને ચાંગદેવને પિતાને આપવા માંગણી કરે છે. પુત્રસ્નેહને આધીન ચાચીગ તે માંગણીને સ્વીકાર ન કરતાં મંત્રીને પૂછીને ચાંગદેવને લઈ ધંધુકા તરફ પ્રયાણ કરવા તૈયાર થાય છે, તેટલામાં સામે જ છીક થાય છે. આથી સમુ ચાર્ણવ જુદા સામી છીંક નિશ્ચયે મરણકારક થાય એ શુકનશાસ્ત્રના વચન અનુસાર ચાચિગ વિચારે છે કે આ ખરાબ શુકનથી મરણાંત દુ:ખ થવાનો સંભવ છે. કદાચિતું મારા મંદ ભાગ્યથી બેમાંથી એકનું અથવા બન્નેનું માર્ગમાં મરણ થાય, તે કરતાં આ ચાંગદેવને મંત્રીશ્વરને સેં, કે જેથી તેનું દર્શન અને મળ્યા કરે. એમ વિચારી પાછાવળીને મંત્રીને ચાંગદેવ સેંપવાની તેણે ઈચ્છા દર્શાવી. આ પ્રસંગે ઉદયને કહ્યું કે અમૂલ્ય એવો આ ચાંગદેવ મને અર્પણ કરવાથી મારી પાસે ઉચ્ચ સ્થિતિ મેળવી શકશે નહિ, માટે તેને ગુરૂ મહારાજને સંપ કે જેથી વૈકટિક (રત્નવિશેધક) જેમ રત્નને મહામૂલ્યવાન બનાવે છે, તેમ ગુરૂ મહારાજ તેને સકલ કલા ભણાવીને સર્વોપરિ સ્થાન પર સ્થાપન કરે. મંત્રીના આ વચનથી ચાચિગે ચાંગદેવને ગુરૂમહારાજ પાસે ચારિત્ર અપાવવાનું નકકી કર્યું. મુહૂર્તની મહત્તા શ્રી હેમચંદ્રાચાર્યની ઉન્નતિમાં પૂર્વના ત્રણ પ્રસંગે નિમિત્તભત છે તેમ તેમની દીક્ષાને માટે નકકી કરેલ મુહૂર્ત પણ કારણભૂત સમજાય છે. તે મુહૂર્તને ઉલ્લેખ શ્રી હેમચંદ્રસૂરિ પછી બીજી જ શતાબ્દીમાં રચાયેલ પ્રભાવક ચરિત્રમાં નીચે પ્રમાણે છે माघे सितचतुर्दश्यां ब्राह्मे धिष्ण्ये शनेदिने ॥ १० ॥ धिष्ण्ये तथाऽष्टमे धर्मस्थिते चन्द्रे वृषोपगे। लग्ने ब्रहस्पतौ शत्रुस्थितयोः सूर्यभौमयोः ॥ ११ ॥ આ દેઢ થકમાંના પ્રથમ લોકાર્ધમાં તિથિ, નક્ષત્ર અને વાર બતાવ્યાં છે. અને પછીના કમાં દીક્ષા સમયે ગ્રહો ક્યા ક્યા સ્થાનમાં હતા તે બતાવેલ છે. તેને અર્થ નીચે પ્રમાણે સંભવે છે– “માહ શુકલ ચતુર્દશીને દિવસે, રોહિણી નક્ષત્ર અને શનિવાર , આઠમા સ્થાનમાં શુક્ર, ધર્મ ભુવનમાં વૃષ રાષિને ચંદ્ર, લગ્નમાં બૃહસ્પતિ (ગુરુ) અને શત્રુ (છઠ્ઠા સ્થાનમાં સૂર્ય અને મંગળ રહેતે છતે [શ્રી હેમચંદ્ર સૂરિજી (ચાંગદેવ)ની દીક્ષા થઈ.] For Private & Personal Use Only www.jainelibrary.om Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy