SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : E અને તે સાધ્વી બની હતી. હેમચંદ્રાચાર્યને જે દિવસે આચાર્ય પદવી મળી તે દિવસે એ સુપુત્રે માતાને સાધ્વીઓમાં શ્રેષ્ઠ પદવી–પ્રવર્તિની પદવી અપાવી અને સિંહાસન ઉપર બેસી વ્યાખ્યાન વાંચવાની પણ રજા-છુટ અપાવી, અને એ રીતે માતાનું સન્માન કર્યું. શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી કુમારપાલે જૈનધર્મ સ્વીકાર્યો હતો, અને અનેક પરોપકારી કાર્યો કર્યા હતા. તેમજ અનેક આરામે, તળાવ, ધર્મશાળાઓ, વિહારે. દાનશાળાઓ બનાવી. તેમજ ત્રિભુવનવિહાર, કુમારવિહાર, મૂષકવિહાર, કરંબવિહાર, હેમચંદ્રાચાર્ય જીના જન્મસ્થાને લિકાવિહાર, દીક્ષસ્થાને દીક્ષાવિહાર આદિ પ્રસિદ્ધ જૈન મંદિર બંધાવ્યાં. શત્રુંજય, ગિરનાર, તારંગા આદિ પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાં જીર્ણોદ્ધાર તેમજ નવાં મંદિરે કરાવ્યાં. ભરૂચમાં સમલિકાવિહાર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો. સિદ્ધાચલ, ગિરનાર આદિને સંધ કઢાવ્યું. અને શત્રુંજયની નજીક જ્યાં આચાર્યજીએ આવશ્યક કર્યું હતું ત્યાં મંદિર બનાવ્યું. આજે ઈસાવલમાં તુટેલું મંદિર વિધમાન છે. હેમચંદ્રાચાર્યજીએ શિખે છેડા કર્યા છે, પણ જે કર્યા છે એ એવા સમર્થ અને વિદ્વાન છે કે ગુરૂની પાટ દીપાવે. એ શિષ્યમાંના મુખ્યનાં નામો આ પ્રમાણે મળે છે રામચંદ્રસૂરિ, ગુણચંદ્રસૂરિ, યશશ્ચંદ્ર, ઉદયચંદ્ર, વર્ધમાનગણિ. મહેન્દ્રસિરિ અને બાળચંદ્રાચાર્ય. આ બધા મહાન ગ્રંથકાર અને પ્રસિદ્ધ વિદ્વાન તરીકે ખ્યાતિ પામ્યા છે. તેમાં રામચંદ્રસૂરિ તો એ પ્રબંધના કર્તા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. મહેન્દ્રસૂરિ પ્રખ્યાત વૈયાકરણ થયા છે. રામચંદ્રસુરિ કૃત નાટયદર્પણ, દ્રવ્યાલંકાર તથા કેટલાંક નાટક વિદ્યમાન છે, જે છપાઈ ગયાં છે, તેમાં નવવિલાસ પ્રસિદ્ધ છે. તેમના ગૃહસ્થ શિષ્યોમાં મહારાજા સિદ્ધરાજ જયસિંહ, પરમહંત કુમારપાલ, ઉદાયન મંત્રીશ્વર, આંબડ, શ્રીપાલ કવિ, મુંજાલ આદિ મુખ્ય છે. સ્વર્ગગમન આ મહાન આચાર્ય ૮૪ વર્ષનું દીર્ધાયુ પાળી ૧૨૨૮માં સ્વર્ગે સીધાવ્યા. પિતાને અંત સમય એ પહેલેથી જ જાણી ગયા હતા. ગુરૂની અમુક સૂચનાઓ પછી તે નિરંતર અન્તર્મુખ બની, આત્મકલ્યાણ સાધવામાં જ વધુ મશગુલ રહેતા. અન્તમાં મૃત્યુ પહેલાં સમસ્ત સંધ સમક્ષ “મિથ્યા દુષ્કૃત” આપી, સમાધિપૂર્વક તેઓ સ્વર્ગે પધાર્યા. સરિજીના સ્વર્ગ પછી છ મહીને જ કુમારપાળ રાજા સ્વર્ગે ગયા. ગુજરાતના સમર્થ ઉદ્ધારક, મહાન વિદ્વાન, રાજગુરૂ અને સત્યધર્મના ઉપાસક આ મહાપુરૂષે પિતાના જીવનમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરી જૈન શાસનને, ગુજરાત તેમ જ ભારત દીપાવ્યું છે. તેમના જીવનમાં આ સિવાય બીજા પ્રસંગે ઘણય મળે છે, પણ આ ટુંકા લેખમાં બધાને સમાવેશ અશક્ય છે. એક ધર્મગુરૂ તરીકે તેમણે ઉજજવલ ચારિત્ર પાળ્યું છે, શુદ્ધ ધર્મશિક્ષા આપી છે અને આજીવન પવિત્ર રહી ચારિત્રની ઉપાસના સાધી છે. હેમચંદ્રાચાર્યની સિદ્ધિઓ રાજગુરૂ તરીકે તેમણે સિદ્ધરાજ અને કુમારપાળને વાસ્તવિક રાજધર્મનું સ્વરૂપ બતાવી નરકેસરી બનવાને ઉપદેશ આપ્યો છે. રાજાની નબળાઈઓ અને દુર્ગણે , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy