SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : ૮૪ની ગવાતો અનુભવીએ છીએ. આ તે કેવેતાંબરોની દષ્ટિ એ વાત થઈ અને તે ૫ મુખ્યતયા મૂર્તિપૂજકોની; કેમકે સ્થાનકવાસીઓ અને તેરાપંથીઓ તે ૩૨ સુત્રઆમ ગણાવે છે. દિગંબરમાં આગમની કોઈ વિશિષ્ટ સંખ્યા ગણાવાએલી હોય એમ જણાતું નથી. આગમની નામાવલી સાહિત્યના અભ્યાસથી એ વાત અજાણી નથી કે ખાસ કરીને પ્રાચીન કૃતિઓમાં તે તે કૃતિનાં નામ ભાગ્યે જ જોવાય છે. એના પ્રાથમિક નામકરણ માટે વિવરણકાર કે અવતરણકાર પ્રાયઃ કારણભૂત છે, કેમકે જે કૃતિનું વિવરણ કરવું હોય તેને નામ-નિર્દેશ વિવરકારને કર્યા વિના છૂટકે નથી. અને એવી રીતે જે કૃતિમાંથી અવતરણ રજુ કરવું હોય તેવા અવતરણકારને પણ અમુક અંશે તે તેમ કર્યા વિના બીજ માર્ગ નથી. આ તે પ્રાથમિક સ્થન સમજવાનું છે, કેમકે કઈક કારણસર કૃતિઓની નામાવલી રજુ કરવી હે ય છે ત્યારે પણ તેમ કરવા ઇચ્છનાર નામનિર્દેશ કરે એ સ્વાભાવિક છે. આપણું આમને ઉદ્દેશીને વિચારીશું તે જણાશે કે આ સમગ્ર કારણે નામનિર્દેશમાં હિસ્સો છે. દ્વાદશાંગીમાંથી સમવાય સિવાયના કોઈ પણ અંગમાં તેના કર્તાએ તે અંગને નામેલેખ કરેલું જોવાતા નથી. સમવાયમાં એ જ અંગનું નામ છે, પરંતુ એ અંગ રચું છું એવી રીતે નહિ. એ તે બાર અંગેનાં નામ ગણુવતી વેળા સૂચવાયેલ છે. પ્રે. વિન્ટર્નિન્સનું કહેવું એ છે કે આગમો પુસ્તકારૂઢ કરાયા તે સમયે આ ઉલ્લેખ ત્યાં કરાયેલ છે. એ વિવાદાસ્પદ હકીક્તને હાલ તુરત જતી કરી આપણે એ નોંધી લઇએ કે બાર અંગેનાં પ્રાકૃત નામ નંદીસુત્ત (સ. ૪૫) અને અણુગદ્દાર (સ. ૪૨)માં અને એનાં સંસ્કૃત નામે સૌથી પ્રથમ વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧, સે. ૨૦ )ના ભાષ્યના ૮૦ મા પૃષ્ઠમાં જોવાય છે. દિગબરીય સાહિત્ય પૈકી ત્રી કુંદકુંદ આચાર્યની કૃતિ તરીકે ઓળખાવાતી સુદભત્તિમાં બાર અંગેનાં ના , દિવાયના પાંચ વિભાગે, ૧૪ પૂર્વનાં નામે અને અન્ય વિભાગનાં નામ ઉપલબ્ધ થાય છે. આપણે આગળ વધીએ તે પૂર્વે સમવાયાદિમાં નિર્દેશાયેલાં બાર અંગેનાં નામે ધી લઈએ:(૧) આયર, (૨) સૂયગડ, (૩) ઠાણ, (૪) સમવાય, (૫) વિવાહ ત્તિ, (૬) નાયાધમ્મકહા, (૭) ઉવસગદસા, (૮) અંતગડદસા, (૯) અત્તવવાથદસા. (૧૦) પહાવાગરણ, (૧૧) વિવારસુય અને (૧૨) દિદ્ધિવાય. આ પૈકી કેટલાંકનાં નામાંતર છે, જેમકે સૂયગડનાં સૂતગડ અને સૂત્તકડ, વિવાહપણુત્તિનું ભગવાઈ ઈત્યાદિ. આ તો અંગાવિષ્ટરૂપ ગણાતી દ્વાદશાંગીની વાત થઈ. અનંગપ્રવિણરૂપ આગમને ૩ અનંગપ્રવિષ્ટ કહો કે અંગ બાય કહે તે એક જ છે. અંગબાહ કૃત અનેક જાતનું છે www.jainelibrary For Private & Personal Use Only lain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy