________________
(૪૮૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
સામર્થ ધરાવતા હોય તે પણ તેઓએ, ૧ અર્થપતિ એટલે ધનનું અમેય બળ ધરાવનાર, ૨ નૃપતિ-સત્તાધીશ, ૩ પ્રબળ અને સમર્થ લેકમતને ધરાવનાર, ૪ ગુરૂ-વડિલ જન, ૫ નીચ અને ૬ તપસ્વી, આટલાઓની સાથે ધર્મવાદ કરવાની ઈચ્છા ધરાવવી એ અગ્નિમાંથી શીતતા જન્માવવા જેવું સાહસ કહી શકાય. કેમકે આ ઉપર્યુકત વાદીઓની સાથેના વાદમાં તત્ત્વચર્ચા એ અમૃતરૂપ નહિ બનતા ઝેરરૂપે પરિણમે છે. એટલે એ ધર્મવાદથી નવી જ અનર્થપ્રદ પરિસ્થિતિ જન્મવા પામે છે; એથી “ામ છતાં મૂઠક્ષત્તિઃ' જેવું જ કાંઈ બનવા પામે. કારણ કે ઉપર્યુકત સ્થિતિના આત્માઓ, ધન, સત્તા અને પક્ષબલના પ્રબલ જેરે ઉન્મત બની સાચા અને સરળ ધર્મવાદને ભદ્રિક જનસમાજની દાષ્ટએ ખૂટે અને અલ્પ મૂલ્યને કરી શકવાની સ્થિતિવાળા હોય છે. એટલે એકન્દરે આવાઓ કે જેઓ ધન, સત્તા અને પક્ષબલના ગે વિવેક રહીત તેમજ ઉદંડ બની રહ્યા છે; તેવાઓ ધર્મવાદના અધિકારી કોઈ કાળે હેઈ શકે જ નહિ. વાદ વિશેની ગેરસમજો દૂર થવી જોઈએ
એ રીતિ વાદ વિષેના આટલા લંબાણ વિવેચનના અન્ત ઉપસંહાર તરીકે એ વસ્તુ પુનઃ સ્પષ્ટ કરવી રહી કે શુષ્કવાદ અને વિવાહ, એ જૈનદર્શનમાં વાદ્રભાસ તરીકે અને તત્વચર્ચા માટે તદન હેય કોટિના છે. તત્ત્વને હમજવા કે હમજાવવા કોઈ પણ જૈનદર્શનમાં માનનાર પ્રભાવક પુરૂષો આ વાદાભાસ-વાદના વિકૃત સ્વરૂપભૂત બન્ને વાદેને આશ્રય શધે જ નહિ; અને એવા વાદીઓની સાથે વ્યર્થ જીભ-જોડી કરવા કરતાં મૌનને જ વધુ પસંદ કરે. કદાચ કોઈ એવી જ પરિસ્થિતિમાં, ભકિક જનસમાજ તદન આડે રસ્તે ન દેરવાઈ જાય, એ બુદ્ધિથી કોઇ ગીતાર્થ મહાપુરૂષ, શાસન પ્રભાવનાને માટે અમૂક પ્રકારના વાતાવરણને હમજી, આવા વાદીઓ સાથે વાદ કરે તે પણ તે અપવાદ માર્ગ જ કહી શકાય, અને એનો ઉપયોગ અમૂક જ કરી શકે. બાકી સામાન્ય પ્રભાવકો માટે તે રાજમાર્ગ તરીકે આ બન્ને વાદે નિષિદ્ધ છે.
છેલ્લે ધર્મવાદ એ જ સાચે ઉપકારક અને સ્વ-પર હિતૈષી વાદ છે એ વિષે બે ભત છે જ નહિ. માટે શકિતવાન, સમર્થ પ્રભાવક પુરૂષ, દેશાદિના વાતાવરણને લક્ષ્યગત કરી આ તત્વવાદ કરી શકે છે. એકન્દરે આ રીતિયે જૈનદર્શનમાં વાદ તરીકે સામાન્ય ત્રણેય વાદનું સ્થાન છે, પણ એ વેદોમાં પૂર્વના બન્ને વાદો હેયકોટિના તેમજ વાસ્તવિક રીતિયે અનુપયોગી છે અને એટલે જ એના સ્વરૂપને હમજી એનાથી દૂર રહેવાને જ આગ્રહ રાખવો. જ્યારે છેલ્લે ધર્મવાદ એ ઉપાદેય કોટિને હોવાથી એના પ્રત્યે આદરભાવ રાખો. આ વસ્તુ આ લંબાણ વિવેચન દ્વારા સ્પષ્ટ થાય છે.
પ્રાતે હું ઇચ્છીશ કે સૌ કોઈ અર્થી આત્માઓ, વાદના આ વિકૃત સ્વરૂપભૂત વાદાભાસને હમજી એનાથી દૂર રહે અને ધમવાદ વિષે આગ્રહ-મમત રાખવાપૂર્વક તત્વચર્ચાના મહત્વને સમજતા શીખે. આ પરિસ્થિતિ જે જન્મવા પામે તે જરૂર વાદ યા તત્વચર્ચા વિષેની અત્યારની ગેરસમજો દૂર થવા પામે, તેમજ અત્યાર સુધી સમાજમાં વાદ યા તત્વચર્ચાને માટે જે અણગમે ત્યાં ઉપેક્ષાભાવ દેખાડવામાં આવે છે, તે અવશ્ય અટકવા પામે. શાસનદેવ સોને સદબુદ્ધિ સમર્પો !
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only