SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : અનિષ્ટ જન્મવા જ ન પામે, તેમજ કોઈ પણ પ્રકારને બખેડે, ટટે યા તાણાવાણી ન થાય. આવા ધર્મવાદથી સામાન્ય જનસમાજની પણ તત્વજિજ્ઞાસા વૃદ્ધિ પામે અને તત્વચર્ચા પ્રત્યે એને અગાઉને કંટાળો અને ઉપેક્ષાભાવ નાબુદ થઈ જાય. માટે જ આવા ધર્મવાદોની જરૂરીઆત એ જીવન નિર્વાહના અન્ય ઉપકરણોની જેમ તત્ત્વગષકોને માટે અતિ આવશ્યક અને ઉપયોગી છે. ધમવાદનું અન્તિમ કેવું હોય? આવા તત્વોવેષ અને મધ્યસ્થ આત્માઓને માટે સહજરીત્યા આવશ્યક મનાતા, ધર્મવાદનું અન્તિમ ફલ યા પરિણામ કર્યું હોઈ શકે તે વિષે પૂ. હરિભદ્રસૂરિજી આ મુજબ સૂચવે છે– विजयेऽस्य फलं धर्मप्रतिपत्त्यानिन्दितम् । आत्मनो मोहनाशश्च नियमात् तत्पराजयात् ॥ એ વસ્તુ સ્પષ્ટ છે કે આવા ધર્મવાદને કરનાર બને વાદીઓની પરસ્પરની પરિસ્થિતિ એકાન્ત હિતાવહ હોય છે કે જેના વેગે, વાદિને -ઈતર ધર્મ સંપ્રદાયના વાદીને પરાજય થાય તે તે વાદી પોતાના ધર્મ સિધાન્તને છેડી, સત્ય ધર્મને નિખાલસતા પૂર્વક સ્વીકાર કરે છે. તેમજ તે ઈનર ધર્મ સંપ્રદાયને વાદી આ ધર્મ સંપ્રદાયના વાદીને યુક્તિયુક્ત રીતિએ એના મન્તવ્યમાં એની હાર કબૂલાવે તે, વાદ કરનાર ધમિને પિતાને અત્યાર અગાઉને જે પ્રમાદ તેને નાશ થાય, અને અતત્વમાં જે તત્વબુદ્ધિ મેહથી કરી હોય તે મેહ ચાલ્યો જાય. એટલે જય કે પરાજયમાં આ ધર્મવાદ એવી સ્થિતિને છે કે કોઈને માનભંગ, અપમાન કે વૈર વિરોધ વધે નહિ, કિન્તુ નમ્રતા, સરળતા અને નિખાલસતાના યોગે, જય પરાજય બન્નેમાં કોઈ ને કાંઈ બનેને લાભ થાય છે, પણ નકશાન કે અનર્થ કોઈ પણ પ્રકારને જન્મ જ નહિ. એટલે શુષ્કવાદ અને વિવાદની પરિસ્થિતિ તેમજ ધર્મવાદની પરિસ્થિતિ એ બને વચ્ચેનું અત્તર સામાન્ય જનસમાજના ખ્યાલમાં સહેલાઈની આવી શકે તેમ છે. માટે જ ધર્મવાદ એ વાતનું સાચું અને અવિકૃત-શુદ્ધ નિર્ભેળ સ્વરૂપ છે. જ્યારે શુષ્કવાદ અને વિવાદ એ વાદનું તદન વિકૃ–સ્વરૂપ કે જે વિતાવાદ અને ઝઘડાળુવાદ તરીકે ઓળખાય છે. આ ધર્મવાદની આવશ્યકતા ઉકર ગ્રન્થકાર સૂરિવર, અતિ ભાર મૂકે છે; અને જૈન શાસનમાં માનનાર આત્માઓને આવા વાદ યા તત્ત્વચર્ચા કરવાને રહમજાવે છે. શું તે કયારે કયા કાલને માટે એ વગેરે વસ્તુનું ભાન આ ધર્મવાદ કરનાને હોવું જોઈએ એ વિષે, એ સૂરીશ્વરજી ફરમાવે છે કે देशाद्यपेक्षया चैव विज्ञाय गुरुलाघवम् । तीर्थकृज्ज्ञातमालोच्य वादः कार्यो विपश्चिता ॥ વિપતિ-બુદ્ધિમાન પુરૂષોએ, ગ્રામ નગર દેશ, સભ્ય, વગેરેની બરોબર ચોક્સાઈ પૂર્વક, ધર્મની પ્રભાવના યા લઘુતાના વિચાર કરવા પૂવક વાદ કરે. વાદ એ સારો, અને ઉપકારક છે પણ સભ્ય સમાજ તેને જીરવી શકવાના સામર્થ વિડાણો હેય તે તે ધર્મવાદ તેવા પ્રકારની શાસનપ્રભાવના યા તત્ત્વચર્ચાના અન્તના નવનીતને, જન સમાજની Jain Educeગ્યતાને કારણે, કરી શકવાને અસમર્થ બને છે. માટે જયાં આ અબુઝ સભ્ય www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy