SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૨] શો જેન સત્ય પ્રકાશ [વર્ષ ૪ કાલાંતરે કલિકાલના ભાદામ્યથી વ્યંતરે કેલીપ્રિય, અને અસ્થિર ચિત્તવાળા હોય છે તેથી અધિષ્ઠાયક દેવ પ્રમાદી બન્યા હતા ત્યારે સુરત્રાણ સાહાવદીને (શાહબુ દીન ઘેરી સંભવે છે ) મૂલ બિંબ ભાંગ્યું. પુનઃ અધિષ્ઠાયકદેવ સાવધાન થયે તે રાજનું મિથ્યા કાર્ય જોઈને તેને આંધળો કર્યો, લોહી વમન વગેરે ચમકારે દેખાયા. જેથી સરત્રાણે ફરમાન કાઢયું કે આ દેવમંદિરને કોઈએ ભંગ ન કરે, (અર્થાત મંદિર અખંડિત જ રાખવું.) અધષ્ઠાયકદેવ મંદિરમાં મૂળ નાયક તરીકે અન્ય બિંબની સ્થાપનાને સહન નથી કરતા માટે શ્રી સંઘે બીજું બિંબ ન સ્થાપ્યું. ખંડિત અંગવાળા પ્રભુજીના મહાપ્રભાવ પ્રત્યક્ષ દેખાય છે. દરેક વર્ષે પોષ વદી દશમે–ત્રી પાર્શ્વનાથ પ્રભુજીના જન્મકલ્યાણક દિવસે-ચારે દિશામાંથી શ્રાવક સંધ આવે છે, અને હવણ, ગીત, નાટક, વાજિંત્ર, પુષ્પાભરણ, ઈન્દ્રધ્વજ વગેરેથી મનોહર યાત્સવ કરતાં, શ્રી સંઘની પૂજા વડે શાસન પ્રભાવના કરતાં દૂધમકાલનાં દુઃખ (વિલાસો) દુર કરે છે અને ઘણે સુકૃત સંભાર એકઠો કરે છે–પુણ્ય સંચય કરે છે. આ ચૈત્યમાં ધરણે, પદ્માવતી, ક્ષેત્ર અધિષ્ઠાયક દેવ વિધ્રો દુર કરે છે અને નમસ્કાર કરતાં ભક્તોના મનોરથ પૂરે છે. અહિ જે ભવિકજને સમાધિ પૂર્વક રાત્રે રહે છે તે અહીં ચૈત્યમાં હાથમાં સ્થિર દીપકને ધરનાર અને હાલતા ચાલતા માણસે–આકૃતિને જુએ છે. જેમણે આ તીર્થની યાત્રા કરી છે તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મહા તીર્થભૂત કલિકુંડ, કુકકુડેસર, સિરિપર્વત, સંખેશ્વર, સેરીસા, મથુરા, બારસીબનારસ, અહિચ્છત્રા, થંભણ (ખંભાત), અજાહર, (અજારા પાર્શ્વનાથ), પવનયર, દેવપદણ, કરેડા, નાગહંદ, સિરીપુર અંતરીક્ષ પાર્શ્વનાથ), સમિણિ (સમી પાર્શ્વનાથ), ચારૂપ, ત્રિપુરી, ઉજજેણ, સુદ્ધદતી, હરીઝંખી, લિંબડીયા વગેરે તીર્થસ્થાનોની યાત્રા કરી છે એમ સંપ્રદાયના પુરૂષો માને છે. અર્થાત્ જે મહાનુભાવે ફલોધી પાર્શ્વનાથની યાત્રા કરી તે મહાનુભાવે ઉપરનાં બધાં તીર્થોની યાત્રા કરી એમ વૃદ્ધ પુરૂષો માને છે. આ પ્રમાણે ફલેધપુરમાં રહેલા શ્રી પાર્શ્વનાથજીનો કલ્પ સાંભળનાર ભવિકોનું કલ્યાણ થાઓ. ૧ इत्याप्तजनस्य मुखात् किमप्युपादाय संप्रदायलवम् । व्यधित जिनप्रभसूरिः कल्पं फलवद्धि पार्श्वविभोः ॥२॥ આ પ્રમાણે આપ્તજનના મુખેથી સાંભળીને, સંપ્રદાયાનુસાર શ્રી જિનપ્રભસૂરિજીએ આ કલ્પ બનાવ્યો [શ્રી જિનપ્રભસૂરિજીએ સં. ૧૩૮૮ પછી આ ગ્રંથ સમાપ્ત કર્યો છે.] [ ચાલુ ] ૧ મુસલમાન બાદશાહે મૂલનાયકની મતિ ખંડિત કરી દિનુ મંદિર તેડવું ન હતું. દેવના ચમત્કારથી તેણે મંદિર ના તેડયું અને અધિષ્ઠાયાદેવના આગ્રહથી ખંડિત મૂર્તિ જ મુલનાયકજી તરીકે બિરાજમાન કરી અર્થાત્ જિનપ્રભસૂરિજીના સમય સુધી શ્રી ધમધષસૂરિજી સ્થાપિત અને પાછળથી મુસલમાનોએ ખંડિત કરેલી મૂર્તિ જ મુલનાયક તરીકે Jain Eવવિધમાન હતી, જેના ચમકારે ગ્રંથારે નજરે જોયા છે એમ લખે છે. www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy