________________
[૫૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વાદમાં વાસ્તવિક રીતિ શુષ્કવાદ અને વિવાદ એ બન્ને પ્રકારને વાદ, વાદાભાસ તરીકેઅર્થતઃ વાદના વિકૃત સ્વરૂપે-જિજ્ઞાસુઓને કંટાળારૂપ બને છે. એટલે આ બે વાદના યેગે જ આજે જગતની મેર સાચો તત્ત્વવાદ દૂષિત બને છે. આજની આપણું આન્તરિક પરિસ્થિતિ વિશેષ દુઃખદ છે. આજે આપણે વાદના સ્વરૂપથી અવળી દિશાએ દૂરના દૂર ઉતરી પડયા છીએ. આજે આપણા સમાજમાં બે વર્ગો નજરે પડે છે. એક વર્ગ સિદ્ધાન્તને માને છે, પ્રામાણિક મતભેદને ક્ષન્તવ્ય સ્વીકારે છે, વાદની મહત્તાને કબૂલે છે, પણ વાદના નામે કેટલીક વેળાએ શુષ્કવાદ અને વિવાદના કોઈ પ્રકારમાં અટવાઈ જઈ, તત્ત્વવાદ જેવા ઉપકારક વાદના નામે વસ્તુના મૂલ્યને, સિદ્ધાન્તના પ્રેમને જગતમાં તદ્દન કંગાલ દશામાં આણી મૂકે છે. બીજે વર્ગ એ છે કે જેને સિદ્ધાન્ત જેવું કાંઈ રાખ્યું જ નથી; પ્રામાણિક મન્તવ્યભેદમાં જેને કાંઈ સર્વ માન્યું જ નથી. આ વર્ગ શુષ્કવાદ યા તેવા જ પ્રકારના વાદના વિકૃત સ્વરૂપના લાંબા પીંજણ કરી, જગતને સિદ્ધાન્તથી ચલિત કરવાને તૈયાર બને છે. એટલે આ પ્રકારના બન્ને વર્ગોના થોડાક સેળભેળ વાતાવરણથી આપણે એ પરિસ્થિતિમાં આવી પડીએ છીએ કે જેના વેગે કેટલીક વેળાએ આપણને એમ લાગે છે કે “સિદ્ધાન્તના નામે તે વળી આ વાદવિવાદ શા? “આવા ઝઘડા તે વળી હતા હશે?' અને આપણે એ સિદ્ધાન્તના પ્રેમને, કદાગ્રહ અને ખેંચપકડ માનવાને તૈયાર બનીએ છીએ.
વળી જ્યારે, સિદ્ધાન્તના પ્રામાણિક આગ્રહના અંગે થતા વાદ વિષેના ભૂતકાલીન ઈતિહાસના વર્ણને વાંચીએ કે સાંભળીએ ત્યારે આપણને સહેજે તેવાં વર્ણને નીરસ અને ઝઘડાભય લાગે છે, તેમજ તેવી રીતિએ સિદ્ધાન્તને માટે, નિર્ભીકતાથી ઋજુભાવે વાદ કરવાને તૈયાર, આપણા પૂર્વકાલીન પ્રભાવક પુરેષોને “નકામો ઝઘડે કરનારા અને અનુદાર” કહેવાને આપણે લલચાઈએ છીએ. પણ વાદના સાચા સ્વરૂપ વિષે આંગળી ચૈધતા કહેવું જોઈએ કે આ આપણું એક હિમાલય જેવડી મહાન ભૂલ છે. આપણી ચોમેરની પરિસ્થિતિનું આ એક અનિષ્ટ પ્રતિબિમ્બ છે. જો સિદ્ધાન્ત કે તત્વજ્ઞાન વિષેની ભૂખ રહેજે ઉઘડી હોય તે પૂર્વકાલીન યા વર્તમાનકાલીન તત્વવાદો કે ચર્ચાઓ આપણને નીરસ લાગે જ કેમ? પણ વર્તમાનના અનાત્મ વાતાવરણે, આપણી આન્તર પરિસ્થિતિમાં જબર પલટે આ છે, આપણી તવચર્ચાની ભૂખ દબાઈ ગઈ છે, એટલે જ તત્વચર્ચાના મિષ્ટ ભજનો, આપણું મન્દબલ હેઝરીને અનુકૂળ અને પોષક નથી બનતા. એટલે પરિણામ એ આવે છે કે આપણે વાદ અને ચર્ચાના નામથી ડરીએ છીએ, અથવા તે તેવી પરિસ્થિતિમાં ચૂપ જ બેસી રહેવાનું આપણને પસંદ પડે છે. શુષ્કવાદ અનર્થકારક છે.
કહેવું જોઈએ કે, આપણી આ વર્તમાન પરિસ્થિતિ માટે આપણું સિદ્ધાન્તવિહોણું વાતાવરણ જેટલું જવાબદાર છે, તેટલું જ જવાબદાર વાદાભાસ તરીકે પ્રસિદ્ધ શુષ્કવાદ પણ છે. શુષ્કવાદ એટલે નીરસ-ધ્યેય વિહેણ વાદ. ન એ વાદમાં સિદ્ધાન્ત હોય છે કે ન પ્રામાણિક મતભેદ. ફક્ત “હું કાંઈ જાણું છું” એ અભિમાન
પૂર્વક, સામા સમર્થ પ્રતિભાશાળીને પીંખી નાખવાની બૂરી નેમમાંથી જ આ Jain Educવાદનું ઉત્થાન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org