SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૮). શ્રી નમસ્કાર મહામંત્ર-માહાભ્ય [૪૪૭] (૧) જીવ નિસર્ગથી-સ્વભાવથી નિર્મલ છે. તેની સાથે જ્યારે કર્મપુદ્ગલ પરમાશુઓ ભળે છે ત્યારે તેની નિર્મલતામાં ફેરફાર થાય છે અને તે સમલ જણાય છે. આ પ્રમાણેની સમલતા, પ્રવાહની અપેક્ષાથી, અનાદિકાળથી ચાલી આવે છે. આત્મા રાગ ઠેષ પરિણામથી કર્મવર્ગણાના પુદ્ગલો પિતાની તરફ ખેંચે છે, અને તે પુદ્ગલેને પછી જ્ઞાનાવરણી આદિ આઠ પ્રકારના કર્મ-વિભાગમાં વહેંચી નાંખે છે. આ પ્રમાણે દીર્ધ કાળથી–પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી-આઠ પ્રકારનું આત્માની સાથે લાગેલું કર્મ ભવ્ય છાનું રેગ્ય કારણ પામીને સર્વથા નાશ પામી શકે છે. અભવ્ય જીવોનું સર્વથા કદી નાશ પામી શકતું નથી. આમ હોવાથી પિત’ શબ્દથી પ્રવાહની અપેક્ષાએ ભવ્ય જીએ આઠ પ્રકાર બાંધેલું કર્મ આપણે સમજવાનું છે. (૨) જેમ જાજ્વલ્યમાન અગ્નિથી તપાવવામાં આવે તો લોઢાને મેલ બળીને ભસ્મીભૂત થાય છે, તેમ તીવ્ર ધ્યાનરૂપ અનલથી, બાંધેલું કર્મ બળી જાય છે-ભસ્મીભૂત થાય છે તે જણાવવાને માટે “ધંત’ જમાત શબ્દ વપરાય છે. સિત” અને “ધંત' એ બે શબ્દના પ્રથમ અક્ષર લઇને બનાવેલા સિદ્ધ' શબ્દથી આત્મા સાથે પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી બંધાયેલાં આઠે પ્રકારનાં કર્મોને જે ભવ્યાત્માઓએ ધ્યાન વગેરે તપના તાપથી સદંતર બાળીને ભસ્મીભૂત કરી નાખ્યું છે તેઓને સમજવાના છે. સિદ્ધ ભગવાન સિદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં પહેલાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મેહનીય અને અંતરાય એ ચાર કર્મોને સર્વથા નાશ કરીને સર્વજ્ઞત્વ પામે છે એટલે કેવલી થાય છે, પછી તે સામાન્ય કેવલી હોય, અથવા તીર્થંકર નામકર્મને ઉદય હોય તે તીર્થકર કેવલી એટલે અરિહંત હોય, એ બન્ને પ્રકારના કેવલી ભગવાને બાકીનાં ભોપગ્રાહિ ચાર કર્મવેદનીય કર્મ, આયુઃ કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ–નો એકી વખતે સર્વથા નાશ કરે છે, અને તે નાશ થતાં સમકાલે સિદ્ધપદ પ્રાપ્ત કરે છે. અહિં એ પ્રશ્ન ઉત્પન્ન થાય કે ચારે ભોપગ્રાહિ કર્મ સમસ્થિતિનાં હોય તે તે સમકાળે તેને નાશ થાય અને મોક્ષે જવાય, પણ જ્યારે તે વિષમ સ્થિતિવાળાં હેય ત્યારે શું થાય? આયુઃ કર્મના કરતાં વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મોની દીર્ઘ સ્થિતિ હોય તો આયુષ્યને લંબાવીને બાકીનાં ત્રણ કર્મોની સાથે સમસ્થિતિવાળું કરે ? અથવા હૃસ્વ સ્થિતિવાળા આયુઃ કર્મના બળથી બાકીનાં કર્મોને ટુંકા કરી નાખે ? આ બન્ને રીતિ યથાર્થ લાગતી નથી. પહેલીમાં અકૃતાભાગમ” દોષનો પ્રસંગ આવે, અને બીજીમાં “કૃતનાશ' દોષને પ્રસંગ આવે. આમ હોવાથી જ્યારે કર્મોની સ્થિતિ વિષમ હોય ત્યારે તે વેદનીયાદિ કર્મોને નાશ સમકાલે ન થવું જોઈએ, પણ ક્રમથી એક પછી એક થવા જોઇએ. આ સ્થિતિ પણ બરાબર લાગતી નથી. આયુષ્કર્મ ક્ષીણ થઈ જાય તે પછી. બીજાં કર્મોનો ક્ષય કરવા માટે સંસારમાં કેવી રીતે રહી શકાય, અને જે એમ કહેવામાં આવે કે આયુષ્કર્મને ક્ષય થઈ જાય તે મેક્ષમાં જતો રહે, તે વેદનીયાદિ કર્મોના જે અંશે બાકી રહેલા હોય તેને સાથે લઈને મોક્ષમાં કેમ ૧ જુઓ. વિ. આ. . Jain Education International ૩૦૩૦, આ, ગા ૯૨૯; તથા વિ For Private & Personal Use Only . ના ૩૦૩૯ થી ૩૦૪૫ www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy