SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૮] શ્રી વિમલવસહી(આબુ)ના પ્રતિષ્ઠાપક કોણ? [૪૫] હાથે પ્રતિષ્ઠા કરાવે એ વિશેષ સંભવિત છે. એટલે એમાં જરા પણ શંકાને સ્થાન રહેતું નથી. પૃ૨૧૬ ના છેલ્લા પેરેગ્રાફમાં શ્રીયુત નાહટાજી લખે છે કે-“ વિમલની પ્રાર્થનાથી શ્રી વર્ધમાનસૂરિજીએ છ માસ સુધી આબુ ઉપર તપસ્યા કરી. અને ધરણેન્દ્ર પ્રકટ થયા. પછી બીજા દેએ પ્રકટ થઈને જિનબિમ્બનું પ્રકટ થવાનું સ્થાન વગેરે બતાવ્યું. વગેરે વગેરે. પરંતુ ઉપર કહેવામાં આવ્યું તે પ્રમાણે વિમલ સેનાપતિએ શ્રી વર્ધમાનસૂરિજીને પ્રાર્થના કરી હોય એ સંભવિત જ નથી. વિમલ દંડનાયકે સ્વયં પિતે જ અંબિકાદેવીની આરાધના કર્યાનું, અંબિકાના આદેશથી વિમલવસહી બંધાવ્યાનું અને અબિકાદેવીએ મંદિર બંધાવવામાં સહાયતા કર્યાનું-વિનો દૂર કર્યાનું (૧) પુરાતન પ્રબન્ધ સંગ્રહ અન્તર્ગત “વિમલવસતિકા પ્રબન્ધ’ નં. ૩૩ માં (૨) સં. ૧૪૯૭ માં શ્રી જિનહર્ષગણીવિરચિત “વસ્તુપાલ ચરિત્ર” સર્ગ આઠ, ઍક ૬૭ માં (૩) “શ્રી અર્બદ પ્રાચીન જૈન લેખ સંદેહ”, લેખાંક ૧, (વિ. સં. ૧૩૭૮)માં (૪) “વિમલ પ્રબન્ધ” આદિ ઘણું ગ્રન્થો, તેત્રો અને શિલાલેખોમાં લખેલું છે. તેમજ વિમલ મંત્રીના કુટુંબીઓમાં સેંકડો વર્ષો સુધી અંબિકાદેવીની આરાધના-માન્યતા ચાલુ રહી છે. (જુઓ-અર્બદ પ્રાચીન જન લેખ સંદેહ, લેખાંક ૫૧ અને ૯૨ ) શ્રીયુત નાહટાજીએ પૃષ્ઠ ૨૧૭ના પહેલા પેરેગ્રાફમાં લખ્યું છે કે –“ એક પુરાણી પ્રતિ ઉપરથી ઉદ્ભૂત કરી આબૂ પ્રબન્ધ પ્રકટ કરું છું, પરંતુ તે પુરાણું એટલે કેટલા વર્ષની? ૧૦૦, ૨૦૦ વર્ષોની? કે પાંચસોથી ઉપરાંત વર્ષોની? એ કંઈ લખ્યું નથી. તેમણે પ્રકટ કરેલ “આબુ પ્રબન્ધ' એ ખાસ આબુને પ્રબન્ધ નથી. જે આબુનો જ પ્રબન્ધ હોત તો તેમાં આબુ પર્વતના વર્ણન ઉપરાંત આબુ ઉપરના તે વખતનાં વિદ્યમાન બીજા તમામ જૈન મંદિરોનું વર્ણન પણ આવ્યું હતું. પરંતુ તેમ નથી. આ તે ખરતરગચ્છની કઈ પટ્ટાવલિ કે ગુરૂપરંપરામાંના શ્રી વર્ધમાનસૂરિજીના વણમાં, તેઓની માન્યતા પ્રમાણે શ્રી વર્ધમાનસૂરિજી સાથેના સંબંધ પૂરતું જ ઉક્ત પ્રબન્ધમાં વર્ણન છે. તપાસ કરતાં જણાયું છે કે –શ્રી ખરતર ગચ્છીય શ્રી જયસોમ ઉપાધ્યાયજીએ વિ. સં. ૧૬૫૦ માં કર્મચંદ્ર પ્રબન્ધ રચ્યા છે, અને તેના ઉપર તેમના જ શિષ્ય શ્રી ગુણુવિજયજીએ સં. ૧૬૬૫ માં ટીકા રચી છે. આ ટીકામાં શ્રી વર્ધમાનસૂરિજીના વનમાં ઉપયુક્ત “આબુ પ્રબન્ધ' આપેલ છે. તેની સાથે આ છપાએલ “ આબુ પ્રબન્ધ” મેળવતાં અક્ષરશઃ મળતો આવે છે. એટલે ઉકત પ્રબંધ તેમાંથી જ લઇને અહિં (શ્રી જન સત્ય પ્રકાશમાં) પ્રકટ કરવામાં આવ્યું લાગે છે. એટલે આ પ્રબન્ધ વિ. સં. ૧૬૬૫ ન હોઈ તે વધારે પ્રાચીન ન હોવાથી, તેથજ ઉપર બતાવેલાં કારણે અને પ્રમાણેથી આ “આબુ પ્રબન્ધ ના લખાણ ઉપર વિશ્વાસ ન રાખી શકાય એ સ્વાભાવિક છે. અંતમાં શ્રીયુત નાહટાજી નિષ્પક્ષપાત દષ્ટિથી આ મારા લેખને જોઈ, વિચારીને | Jain Educationતેમાંથી પસાર ગ્રહણ કરશે, એવી આશા સાથે વિરમું છું.nly www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy