SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૭] જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણ [૪૩૩ ] લગભગ ઈ. સ. ૧૮૦૦માં આચારાંગ સૂત્ર (મૃ. ૨, અ-૧, ઉ–૧૦) ને લગતી આ ચર્ચા ઉત્પન્ન થઈ. મંસ અને મચ્છને મુખ્યાથ માંસ અને મત્સ્ય થત હવાથી એ અર્થ મેં ઇ. સ. ૧૮૮૪માં કરેલા મારા અનુવાદમાં સૂચવ્યા હતા. પરંતુ જૈનેએ આ સામે વાંધો ઉઠાવ્યો અને તેમણે પૌર્વાત્ય પવિત્ર પુસ્તક સંપાદક છે. મેકસમૂલરનું ધ્યાન તે તરફ ખેંચ્યું. આથી ભારે અનુવાદ વ્યાજબી હતો એ દર્શાવવા મેં એમ સૂચવ્યું હતું કે અત્યારે માંસાહારને જે તીવ્ર નિષેધ કરાય છે તેવો પ્રાચીન સમયમાં મોટે ભાગે હતો નહિં. પરંતુ મારી આ સૂચના જૈનોને માન્ય થઈ શકી નહિ. વિશેષમાં શ્રીયુત ખીમજી હીરજી કયાનીએ મુંબઈમાં ચાતુર્મા સાથે રહેલા જૈન મુનિવરનું નિવેદન મને પત્રકારે જણાવ્યું. તેમાં તેમણે લખ્યું કે સાધુ કે સાધ્વીએ ભિક્ષાર્થે એવાં ફળો ન લેવાં કે જેમાં મોટે ભાગે છાલ જેવું હોય, અને કદાચ પ્રમાદવશાત્ એવાં ફળો લેવાઈ જાય તે જે ભાગ ન ખાઈ શકાય તે હોય તે ભૂમિમાં પરઠવી દેવો જોઈએ. ઈ. સ. ૧૯૧૩–૧૪માં હિંદુસ્તાનમાં આવ્યો ત્યારે ઘણે સ્થળેથી મને આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું. આ બધાને પૂર્ણ વિચાર કરી એ સંબંધમાં આચારાંગ સૂત્રના ભાષાંતરની દ્વિતીય આવૃત્તિ તૈયાર થતાં તેમાં ઉલ્લેખ કરવા મેં વચન આપ્યું હતું પરંતુ ત્યારબાદ મેં આ ચર્ચામાં ભાગ લીધો નથી કે તેમના કથન સામે વાંધો ઉઠાવ્યો નથી. આજે ફરી આ પ્રશ્ન હું હાથ ધરું છું. ચુસ્ત જેનો તફથી મંસ અને મચ્છના સૂચવાયેલા અર્થની સાબીતી માટે તેમના તરફથી સંસ્કૃત સાહિત્યમાંથી કે કેશ માંથી કશું પ્રમાણ રજુ કરાયું નથી. ૧ જો કે એ વાત સાચી છે કે ભસ્યફલા અને માંસફલા એ નામની અમુક વનસ્પતિઓ છે, પરંતુ મત્સ્ય અને માંસ એ નામની એ પ્રકારે નેંધ જોવામાં આવતી નથી. જે આ બે શબ્દોનો અર્થ ઉપર્યુક્ત વનસ્પતિ કરીએ તો તે અંહીં બંધ બેસત થતો નથી. (કારણકે) મસ અને મચ્છ શબ્દો પિણપણું અધ્યયનમાં પણ નજરે પડે છે, પરંતુ ત્યાં તે તેનો અર્થ માંસ અને માછલું થાય છે. પણ માટે કે માંદા માણસને માટે તૈયાર કરવામાં આવતા ભેજન સાથે આને સંબંધ છે. આ પાઠમાં “મજામાળ” શબ્દ હોવાથી મંસ અને મચ્છનો અર્થ ફલને ગર્ભ થઈ શકે તેમ નથી, એ વાત સ્પષ્ટ થાય છે. જેણે આ ભોજન તૈયાર કર્યું છે તે ગૃહસ્થ જૈન જ હોય એમ નથી. તેથી આ માંસ ાંધવાની વાત સાંભળીને અચંબો પામવા જેવું કશું નથી. ૧. “પરિહાર્યમીમાંસા' નામની પુસ્તિકા જે સંવત્ ૧૯૫૫માં બહાર પડેલ છે તે તેમને મળેલ નહિ હોય, આમાં કશ વગેરેનાં પ્રમાણે અપાયાં છે. ૨. મંસ અને મત્સ્ય શબ્દ ઉપરથી માંસફલા અને મત્સ્યફલા વનસ્પતિ લ શકાય છે. કારણકે ૧ શબ્દને બાદ કરીને મુળમાં શબ્દ મૂકવામાં આવ્યા છે. આ વાત અમે પ્રથમ બતાવી આવ્યા છીએ. ૩. દુધી પાક, કાળાપાક, બિજોરાપાક વગેરે સ્થળમાં દુધી, કેળા અને બિરાની મુખ્યતા હોવાથી આખી વસ્તુ પણ તે નામથી બોલાય તે રીતે છે ફલના ગર્ભની મુખ્યતાવાળ વસ્તુ લેવાય તે “ મામા' શબ્દને અર્થ ઘટી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy