SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૧૦) શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૪ ૩ વનસ્પત્યાહારમાં અગત્યનો ભાગ ભજવાયા પહેલાં, જેમાં માંસાહાર છુટથી થતું હતું, અને તેનો પ્રતિબંધ ન હતો. ૪ પ્રભુ મહાવીરે માંસાહાર કર્યો હતે. ૫ પ્રાચીન ટીકાકારે માંસ શબ્દનો અર્થ માંસ જ અને માછલી શબ્દનો અર્થ માછલી જ કરેલ છે. ૬ પ્રાચીન ટીકાકારે ભલે વનસ્પતિ અર્થ કર્યો હોય, છતાં પણ કઇક પ્રાચીન ટીકાકારની ટીકામાંથી માંસ અર્થ મળી શકતા હોય તે તે જ અમે કાયમ રાખેલ છે. પ્રથમ સારાંશને જવાબ–જનદર્શન એ નિવૃત્તિપ્રધાન અજોડ દર્શન છે, જેનું અણહારી પદ-મેક્ષ-એ અવિસ્મરણીય લક્ષ્ય છે. આ દર્શન કદાપિ કોઈ પણ પ્રકારના આહારપ્રચારમાં અગ્ર ભાગ ભજવી શકે જ નહિ. પરંતુ જેઓ આહાર સિવાય રહી શક્તા નથી, તેઓ આહાર તે જરૂર લેશે. આ આહાર અવ્યવસ્થિત રીતે જે લેવાય તે મહાહિંસામય આહાર લઈ દુર્ગતિના ભાગી બની જાય, આવી પરિસ્થિતિમાં દુર્ગતિથી બચાવવા પૂરતું જણાવી શકે છે કે વનસ્પતિને નિરવા આહાર મળી શકે છે, તેનાથી નિર્વાહ કરી આગળ વધશે નહિં. એવી જાતને ઉપદેશ જૈનધર્મે પિતાના ઉદય સમયે જતો કર્યો નથી. એટલું જ નહિ પણ જોરશોરથી ચાલુ રાખેલ છે. વર્તમાન શાસનમાં જૈનધર્મને ઉદયકાળ પરમાત્મા મહાવીરને સમય હતો. જ્યારે પ્રભુ મહાવીર, પ્રજ્ઞાસમુદ્ર ગણધર ભગવતે, ચેદ હજાર શ્રમણ, છત્રીસ હજાર શ્રમણીઓ, પ્રતિભાધારી આનન્દ પ્રમુખ શ્રમણ પાસ અને સુલભા પ્રમુખ શ્રમણે પાસિકાઓ અનેક લક્ષ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતાં હતાં. એ સમયના આગમમાં ઉપર જણાવેલ ઉપદેશ અખૂટ ભર્યો હતો, જે વિધમાન આગમમાં સ્પષ્ટ જોઈ શકાય છે. દ્વિતીય સારાંશનો જવાબ–જનધર્મે પિતાના ઉદય સમયે જે ઉપદેશ વરસાવ્યો અને ગુંથ્ય તેનાથી અધિક ઉપદેશ અદ્યાવદિ કોઈ પણ વરસાવવા કે ગુંથવા સમર્થ થયેલ નથી. કારણકે તીર્થકર દેવ જેવા જ્ઞાનદિવાકર દ્વાદશાંગીના ઉપદેશક હતા, અને સક્ષરસન્નિપાતી ગણધર ભગવન્ત જેવા શ્રુતકેવલી ગુંથનહાર હતા. - તૃતીય સારાંશને જવાબ–લેખકના અભિપ્રાય પ્રમાણે વનસ્પત્યાહારના પ્રચારમાં અગત્યનો ભાગ ભજવાયા પહેલાંને કાળ પ્રભુ મહાવીરથી માંડીને વિવાદગ્રસ્ત પાઠાના આદ્ય ટીકાકાર સુધીનો સહેજે કહી શકાય. આ કાળમાં જેનોમાં માંસાહાર છુટથી થત હતા, અને પ્રતિબંધ ન હતો આવું જે લખવું યા સૂચવવું તે નિબિડ અજ્ઞતાને આભારી છે. પ્રભુ મહાવીરના કૈવલ્ય જીવનથી જીવન્ત દશામાં વર્તતા, તે કાલ સુધીના કાણુગાદિ અનેક આગમોમાં માંસાહારને પુનઃ પુનઃ ધિક્કારી નરકાદિ ઘેર દુઃખના સાધન તરીકે વર્ણવેલ છે. આ હકીકત વિદ્યમાન આગમમાંથી દીવા જેવી જઈ શકાય તેમ છે. ચતુર્થ સારાંશને જવાબ–ભગવાન મહાવીર કે જેઓ ધીર, વીર, ગબ્બીર, દયાના સાગર, ઘોર તપસવી, નિડર અને અનેક નિરવ ઔષધના જ્ઞાતા હતા. અને ધર્મને માટે કોઈની પણ પરવા ન રાખતા, તેઓ માંસાહાર કરી શકે જ નહિ અને કરેલ પણું નથી. આ વિષયમાં લેખકને પણ એક જ પાઠ મળેલ છે. વધારે મળી શકવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy