SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૭ ભગવાન મહાવીર અને માંસાહાર [ ૩૧ ] ભાવ હિંસા કે પરમાથ હિંસા નથી. કારણ એ હિંસામાં આત્માને કાઈ હિંસકભાવ નથી. વિષય કષાયેાથી વિરક્ત રહેતાં કદાચિત્ કોઇ હિંસા થઈ જાય, તે। પશુ તે હિંસાના દોષી ન કહેવાય. વ્યવહારમાં પણ આનાં અનેક ઉદાહરણા આપી શકાય છે. પિતા પુત્રને તેના હિતની ખાતર તાડન તર્જન કરે, અથવા ગુરુ શિષ્યને સચમની રક્ષા કરવા માટે કાઈ વખત ઠપકા આપે તે તેથી કરીને પિતા કે ગુરૂ હિંસાજન્ય પાપ કરે છે એમ ન કહી શકાય. એટલું જ શા માટે ? એક ગૃહસ્થ પેાતાના મિત્રને ત્યાં જાય, મિત્રના નાનકડા બાળકને-રમાડતાં અકસ્માત્ બાળક હાથમાંથી પડી જાય અને કદાચ મરી જાય, તે। તેથી તે માણસ ખાળકના ખૂની નહિ કહેવાય. કારણકે તેના અભિપ્રાય-તેના મન:પરિણામ બાળકને મારવાના નહિં હતા, આથી ઉલટું એક માણુસ કોઇ માણસનું ખૂન કરવા ખુલ્લી તરવાર લઈ પાછળ પડે અને તે તેનું ખૂન કરે તે અગાઉ જ પેાલીસ તેને પકડી લે તે જો કે તેણે ખૂન નથી કર્યું, છતાં ખૂની તરીકે જ તે ગુન્હેગાર ગણાશે, અને તેને પાપ રૌદ્ર પરિણામ... ધાર હિંસાનું લાગશે, કારણ કે પુણ્ય-પાપ-શુભ-અશુભ કાર્યના મુખ્ય આધાર મન ઉપર છે. ક્રિયા એક સરખી હોવા છતાં, તે જ ક્રિયાથી એક માણુસ આદર્ પામે છે, શુભ ક ઉપાર્જન કરે છે જ્યારે બીજો માણુસ સજા પામે છે—પાપમધન કરે છે. રોગીને સારા કરવા ડાકટર કલોરેફામ સુંધાડે છે, જ્યારે કોઈ ચાર કાષ્ઠ માણસની મિલ્કત લૂંટી લેવા માટા કલારાફેામ સુંઘાડે અને ક્રિયા એક સરખી હાવા છતાં મનને અભિપ્રાય જુદો જુદો હાવાથી એક પ્રશંસનીય છે, બીજો ગુન્હેગાર છે. એક વધુ ઉદાહરણ જુએ. એક માણસ એક વખત પેાતાની સ્ત્રીને આલિંગન કરે છે તે જ માણસ ખીજે સમયે પેાતાની પુત્રી, મ્હેન યા માતાને આલિંગન કરે છે. આલિ`ગનની ક્રિયા એક સરખી હોવા છતાં બન્ને વખતના આલિંગનેામાં મનનાં પરિણામે। જુદાં જુદાં પ્રકારનાં છે, અને તેથી યવહારિક દૃષ્ટિએ જેમ ભેદ છે તેમ શુભાશુભ કર્મીની દૃષ્ટિએ પણ ભેદ છે. એટલા જ માટે ગીતામાં કહ્યું કેઃ— योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रिय : । सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ॥ યેાગમુકત, વિશુદ્ધાત્મા, વિજિતાત્મા, જિતેન્દ્રિય અને સર્વ ભૂતામાં આત્મબુદ્ધિ રાખનાર કર્મ કરવા છતાં પણ તેનાથી અલિપ્ત રહે છે. આવી રીતે ‘ ધ રત્નમાષા' ગ્રન્થમાં કહ્યું છે. - नं हु भणिओ बन्धो जीवस्स वहेवि समिइगुत्ताणं । માળે તથ માળ ન પમાળે જાયવઘારો II (પૃ. ૩૨ ) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત પાલન કરનાર મહાવ્રતધારી સાધુએને કાઇ જીવના વધ થઇ જાય, તે પણ બંધ નથી થતા, કારણ કે કમ બંધનમાં માનસિક કદાચિત્ ભાર કારણભૂત છે, કાયિક વ્યાપાર નહિvate & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy