________________
મા
ચા
૨
દીક્ષા-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રો.વિજયેન્દ્રસુરિજી મહારાજે ભાઈ હિમ્મતમલજીને માગસર સુદ દશમના દિવસે આગરામાં દીક્ષા આપી. દીક્ષિતનું નામ હંસવિજયજી રાખવામાં આવ્યું. (૨) મહીજમાં પટેલ ઈશ્વરદાસને પૂજન આચાર્ય મહારાજશ્રી વિજય સૌભાગ્યસુરિજી મહારાજે પાડિવ મુકામે માગસર વદ દશમના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ શુભવિજયજી રાખવામાં આવ્યું. (૩) કુવાળવાળા ભાઈ જીવતવાળ કલાચંદ ખેતસીને પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી સુરેન્દ્ર વિજયજી મહારાજે માગસર સુદી દશમના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ જયંતવિજયજી રાખવામાં આવ્યું. (૪) મરીમાં મનફરા (કચ્છ ના રહીશ ભાઈ ગેલચદ કરમશીને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્રસૂરિજી મહારાજે માગસર વદ પાંચમા દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ કારવિજયજી પાડી તેમને પૂજ્ય જનકવિજયના શિષ્ય બનાવવામાં આવ્યા
કાળધર્મન્સેધવા (નીમાડ)માં માગસર વદ છઠની રાતે પૂજ્ય મુનિરાજ શ્રી. ગૌતમસાગરજીના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મસાગરજી કાળધર્મ પામ્યા.
ગણિપદ-ઇડરમાં માગસર વદ પાંચમના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયલસૂિરિજી મહારાજના હાથે પૂજ્ય મુનિરાજ શ્રી. જયંતવિજયજીને ગણિપદ આપવામાં આવ્યું.
મુલતવી રહ્યું–શ્રી. ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી પાટણમાં હેમસારસ્વત સત્ર ઉજવાવાનું હતું તે હાલમાં મુલતવી રહ્યાના સમાચાર પરિષદના મંત્રી તરફથી જાહેર કરવામાં આવ્યા છે.
સખાવત–શેઠશ્રી માણેકલાલ ચુનીલાલે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય નેમિસુરિજી મહારાજના ઉપદેશથી કદંબગિરિતીર્થને રૂા. એકત્રીસ હજાર ભેટ આપ્યા.
સ્વી કાર
૧ પાઠય પવેશ, ૨ રાયસેણિયસુત્તને અગ્રેજી અનુવાદ ભાગ ૧, ૩ અર્ધમાગધિગ્રામર (અંગ્રેજી)–આ ત્રણે પુસ્તકના કર્તા અને પ્રકાશક છે. હીરાલાલ બી. ગાંધી. એમ. એ. શાંતિવિલા, ગોપીપુરા સુરત.
૪ શ્રી નેમિપદ્માસ્તવન માળા-કર્તા પૂ. આ. ભ. શ્રી વિજય પદ્મસુરિજી પ્રકાશક-શાહ ચંદુલાલ ઉમેદચંદ રાયચંદ, પાંજરા પોળ, અમદાવાદ. મૂલ્ય બે આના.
૫ શ્રી નમસ્કાર મહામંત્ર-કર્તાપૂ. મુ. ભ. શ્રી. ભદ્રકવિજયજી. પ્રકાશક ગણપતલાલ મેહનલાલ વાલચંદ. નિપાણી (બેલગામ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org