SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૬] મેરૂત્રદશી ] ૩૧૭] હવે સત્યરથ રાજાએ કુમારીના લગ્ન માટે કુમારને તેડવા પિતાના માણસે કેધ્યા મોકલ્યા. અધ્યામાં જઈ અનંતવીર્ય રાજાને કહયું કે આપ આપના રાજકુંવરને લગ્ન માટે મોકલે. રાજા તે કુમારના લગ્નની વાત સાંભળી ચિંતાયુક્ત થશે, તેથી મંત્રીને બેલાવી તે બધી બીના જણાવી દીધી. મંત્રીએ વિચાર કરી તે રાજપુરૂષોને કહયું કે હાલમાં અમારા કુમાર અહીં નથી માટે સેળ મહિના પછી અમે કુમારને પરણવા મોકલશું. માણસોએ ભત્રીનાં વચને અંગીકાર કરી, પિતાના નગરમાં આવી સત્યરય રાજાને બધી બીના જણાવી. સેવના ગયા પછી રાજા રાણું અને પ્રધાન વિચારપૂર્વક ઉપાયે શોધવા લાગ્યા, પણ એક ઉપાય નહિ જડવાથી ઉદાસ બની વખત પસાર કરવા લાગ્યા. ત્યારપછી તે નગરના ઉધનમાં ચાર જ્ઞાનના ધારક પાંચસે સાધુઓના પરિવાર વાળા ગાંગિલ નામના આચાર્ય પધાર્યા. ઉધાનપાલકના મુખથી વધામણી સાંભળી અનં. તવીર્ય રાજા પિતાના પરિવાર સહિત આડંબર પૂર્વક ગુરવંદન કરવા આવ્ય, વંદન કરી યેગ્ય સ્થળે બેઠા પછી સૂરિએ ધર્મદેશના આપી હે રાજન, દુઃખે કરીને પ્રાપ્ત થઈ શકે તેવું મનુષ્યપણું પામીને જે મૂઢ પુરૂષ ઉધમથી ધર્મ કરો. નથી તે મનુષ્ય ઘણી મહેનતે પ્રાપ્ત કરેલા ચિંતામણિ (રત્ન)ને આળસથી સમુદ્રને વિષે નાખી દે છે. માટે જિનેશ્વરનાં ધર્મની આરાધના કરે; જેથી ઉત્તરોત્તર મેક્ષસુખની પ્રાપ્તિ થાય. આવા પ્રકારની ધર્મદેશના સાંભળ્યા પછી રાજાએ સૂરિજીને પૂછ્યું કે હે પૂજ્ય, મારે પુત્ર પાંગળ શાથી થયે છે? ત્યારે સૂરિજીએ કહ્યું કે હે રાજન, તારે પુત્ર પૂર્વે સાંમતસિંહના ભવમાં દેવદ્રવ્યની ચોરી કરવાથી અને ગર્ભિણી મૃગલીના પગ છેઠવાથી આવી અવસ્થાને પામે છે. તે વખતે ફરીથી રાજાએ કહ્યું કે હે સ્વામિન, મારા પુત્ર સારે થાય તે ઉપાય બતાવે. ત્યારે સૂરિજીએ કહ્યું કે પ્રથમ તીર્થ. કર શ્રી. ઋષભદેવ ભગવાનના નિર્વાણ કલ્યાણકની આરાધના કરાવે તેથી તમારે કુમાર સારે થશે. રાજાએ ફરીથી પૂછયું, હે પ્રભે, શ્રી પ્રથમ તીર્થકર સમ્યકત્વ ક્યારે પામ્યા, તીર્થંકર ગોત્ર ક્યારે બાંધ્યું, તેમને જન્મ કયારે થયે, તેમના પાંચ કલ્યાણકો ક્યારે થયા તથા નિર્વાણકલ્યાણકની આરાધના કેવી રીતે કરવી તે આપ કૃપા કરીને મને સમજાવો. પ્રથમ ભાવમાં ભગવાન ઋષભદેવને જીવ જંબૂદીપના પશ્ચિમ વિદેહમાં ક્ષિતિપ્રાંતષ્ઠિત નગરમાં ધનાવહ નામે શેઠ હતા. ધનાવહ શેઠને સમ્યકત્વની પ્રાપ્તિ પોતાના સાથે આવેલા મુનિઓને માપવાસના પારણે ઘીનું દાન આપવાથી થઈ હતી. બીજા ભવમાં યુગલિયા, ત્રીજા ભવમાં સૌધર્મદેવલોકમાં દેવ, ચેથા ભવમાં મહાબળ નામના વિદ્યાધર, પાંચમાં ભવમાં ઇશાન દેવલોકમાં લલિતાંગ દેવ, છગૃા ભવમાં વાજધરાજા, સાતમા ભાવમાં યુગલિયા, આઠમા ભાવમાં સૌધર્મ દેવલોકમાં લલિતાંગ દેવ, નવમા ભવમાં છવાનંદ નામે વૈદ્ય ત્યાં ચાર મિત્રોની મદદથી કુષ્ટરોગી મુનિને નીરોગી બનાવ્યા, દશમા ભાવમાં બારમા દેવલોકમાં દેવ થયા, અગિયારમાં ભવમાં જબૂદીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિની નગરીમાં વજનાભ નામે ચક્રવત થયા. ત્યાં ચારિત્ર ગ્રહણ કરી વિશ સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર પદ નિકાચિત કર્યું. બારમા ભવમાં પાંચમાં અનુત્તરમાં સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં તેત્રીશ સાગરેપત્રની | Jain Education Internation.આ ચારે મિત્રે પાછળથી ભરત બાહુબલિ-બાહ્ય અને સુંદરી થયા. પ્રકા, ainelibravo
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy