SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧] બત્રીશલક્ષણે | [ ૭૩ ] પણ માને ક્યાં દલીલની જરૂર હતી. તે બેલીઃ “બોલતાં બેલતાં ફાટયો લાગે છે, નાસ્તિક એ નાસ્તિક, પેલા સાધુ પાસે રહીને. વેદમાં ચેખું લખ્યું છે કે યજ્ઞમાં બલિ આપેલ પ્રાણ વર્ગો જાય. હવે બેલીશ નહિ, તું જા, મેં તને આપી દીધો છે. કોટવાળ સાહેબ, આને લઈ જાવ.” “અમાર, આગળ થા તારા ઉપર હવે રાજ્યને અધિકાર છે.” કોટવાળે કહ્યું. “બાપા, મને બચાવો. માતા ભલે નિધુર બની, તમારે મારા ઉપર પ્રેમ છે.” ભાઈ તને તારી સગી માએ જ વેચે છે. હવે રાજના કામમાં મારાથી વચ્ચે ન પડાય.” બાબાપા! યાદ રાખજે, હું નથી મરવાને એ ચેકકસ છે. હું તે મેં જ્ઞાની થવાને છું. પણ એક દિવસ એવો આવશે કે આ યાને નામે ચાલતી ઘેર હિંસાની પ્રથા દફનાશે. આ હિંસાના પ્રતાપે તમારે આ અધર્મ રસાતાળ ચા જશે.” હવે જા ભો છે તે. છાને માને જા. તારૂં મેંઠું કાળુ કર.” કોટવાળ અને બીજા સિપાઈ તે નિષ્ફર બ્રાહ્મણી સામે જોઈ જ રહ્યા. અરે રામ, રામ, રામ ! આ તો ઓરમાન મા લાગે છે, નહિં તે આટલી દયાહીનતાનિષ્ફરતા ન હોય ! જેના હૃદયમાં ભાવ સ્નેહનું એક બિંદુ પણ નથી એને મા શી રીતે કહેવી? અને સિપાહીઓ અમર ને લઈ ચાલતા થયા ! [ ૩ ] અમર કુમારને લઈ જતાં રસ્તામાં કોટવાળે છોકરાને પૂછયું, “ભાઈ તારી ઓરભાન મા લાગે છે?” “નારે ના, સગી મા છે.” “હું કહે છે, સગી મા? અને આટલું બધું હેત () ફિટકાર છે ધનલાલચું એ માતાને! હશે પણ હવે તું રડીશ નહિં. રાજાનું કામ છે એટલે શું કરીએ, નહિ તે તારી કાયા અને તારું રૂપ જોઈ અમને એમ થાય છે કે તેને છોડી મૂકીએ.” બધા આગળ વધે છે. રસ્તામાં પંચ મળ્યું. નગરશેઠ મલ્યા, બધા પાસે અમરે દયાની માગણી કરી, પણ રાજસત્તા પાસે બધાય ચૂપ રહ્યા. બધાને આત્મા આવા બુદ્ધિવાન અને તેજસ્વી પુત્રને ભરાતો જોઈ ઘવાતે હતે. પણ બધાય ચૂપ રહ્યા. ત્યાં તે પિતાના ગુરૂ સામેથી ચાલ્યા આવતા અમરે જોયા અને તે તેમની પાસે દેડી ગયો, અને બે “ગુરૂજી, બચો હું મરી જાઉં છું. માતા રાક્ષસિણી થઈ છે. બાપ નિરાધાર છે. મહાજન અને શેઠ ચૂપ છે. “અમર, તું લેશ પણ ચિંતા ન કરીશ. તું બચશે અને સાધુ થશે. લે આ એક મંત્ર આપું છું. તને હેમવાની તૈયારી કરે તે પહેલાથી આ મંત્ર જપ્યા કરજે. જરૂર " તું બચી જશે.” એમ કહી ગુરૂએ નમસ્કાર મંત્ર આપ્યું. Jain Education Internatinal www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy