SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪] શ્રી જેને સત્ય પ્રકાશ ૩ રૂખ્યપાત્ર સમાન–ઉત્તમ દેશવિરતિને ધારણ કરનારા શ્રાવકોને રૂપાના વાસણ જેવા જાણવાં. ૪ તામ્રપાત્ર સમાન–જિનેશ્વર દેવે કહેલી પદાર્થોની બીના સાચી જ છે, શ્રી વીતરાગનું શાસન એ જ પરમાય છે. આ શાસનમાં તીવ્ર લાગણી ધરાવનારા પ્રમાદિ છે પણ માર્ગ પામીને સંસારને તરી જાય છે-આવી લાગણું મને ભાભવ થજો, એવી દઢ શ્રદ્ધાવાળા શ્રાવકે તાંબાના વાસણ જેવા કહ્યા છે. તીવ્ર કર્મોનો ક્ષયપશમથી પરલોકમાં પણ હિતકારી એવા જિન વચનને વિધિપૂર્વક સાંભળે તે શુલપાક્ષિક શ્રાવક અથવા ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય. આ બાબત પચાશકમાં કહ્યું છે કે – परलोयहियं सम्मं, जो जिणषयणं सुणेह उवउत्तो। आइतिव्यकम्मविगमा, सुक्कोसो सावगो एस्थ ॥१॥ આ શ્રાવકના ૧ બારવ્રતધારી (દેશવિરતિ) શ્રાવક અને ૨ સમ્યગુદષ્ટિ શ્રાવક, એમ બે ભેદ છે. તેમાં આનંદ વગેરે–પહેલા નંબરના શ્રાવક કહેવાય, અને કૃષ્ણ શ્રેણિક રાજા વગેરે બીજા નંબરના શ્રાવકો જાણવા. જ્યારે શ્રી ઋષભાદિ તીર્થકર દેવ વિચરતા હેાય ત્યારે શ્રેયાંસકુમાર જેવા ભવ્ય અને રત્નપાત્રને દાન દેવાને પ્રસંગ મળે. તે સિવાયના કાલમાં પણ શાલિભદ્રાદિકે પૂર્વમાં માસખમણના પારણાવાલા બીજા નંબરના : મુનિરાજને સુપાત્ર દાન દઈ આત્મન્નિતિ સાધી, તેમજ રથકારે બલભદ્રજીને વહેરાવી પાંચમા બ્રહ્મદેવલોકની દૈવિક ઋદ્ધિ સાધી. તે જે ન મળે ત્યારે ત્રતધારી શ્રાવકને જમાડે, તે ન હોય ત્યારે શ્રદ્ધાળુ શ્રાવકને જમાડ્યા બાદ ઉત્તમ શ્રાવકો ભજન કરે. એ પ્રમાણે ચાર પ્રકારના ગ્રાહકના ક્રમ પ્રમાણે કલમાં પણ તરતમતા પડે છે. એટલે પ્રથમ નંબરના શ્રીતીર્થકરને દાન દેતા સર્વોત્તમ અધિક લાભ થાય. આ સ્થળે યાદ રાખવું કે ભવ્ય જીને જ આ દાનને પ્રસંગ મળી શકે છે. કારણ કે આત્મપ્રબોધાદિ અનેક ગ્રંથોમાં કહ્યું છે કે અભવ્ય જીને સુપાત્રદાન, ઇદ્રપણું વગેરે સાડત્રીશ ઉપરાંત લાભ મળી શકતા નથી. આવું દાન દેનાર મોડામાં મોડા ત્રીજે ભવે અને વહેલામાં વહેલા શ્રેયાંસ કુમાર વગેરેની જેમ તે જ ભવમાં પણ મુકિત પદ પામે છે. મુનિરાજ વગેરેને દાન દેતાં તેથી ઉતરેલું ફલ જાણવું. સમ્યકધારી જીને દાન દેતાં જે લાભ થાય, તેથી વ્રતધારી શ્રાવકને દાન દેવામાં વધારે લાભ થાય. અને તેથી અનુક્રમે મુનિરાજ અને શ્રી તીર્થંકર દેવને વહેરવામાં અધિક લાભ જાણો. દાયક (શ્રાવક) ને ગુણા સુપાત્ર દાનના દેનારા ભવ્ય જીવોએ સુપાત્રના ગુણેમાં અને દાનના ગુણેમાં બહુમાન ધારણ કરવું જોઈએ. અને “દાન દેવાથી મને ધન પુત્રાદિ સાંસારિક પદાર્થો મળે” એવું નિયાણું ન જ કરવું જોઈએ. અને આ સિવાયના બીજા ગુણએ કરીને સહિત થઇને મુનિને દેષ રહિત અશન પાનાદિ વહોરાવવું જોઈએ. શાસ્ત્રકારેએ દાયક અને ગ્રાહકના જાણપણું અને અજાણપણના સંબંધમાં ચઉભંગી (ચારભાગા) આ પ્રમાણે કહેલ છે–૧ ગ્રાહક અને દાયક બંને દેવા કે લેવા લાયક પદાર્થનું સ્વરૂપ જાણતા હેય (આ ભાંગે ઉત્તમ જાણ.) . ગ્રાહક જાણકાર હેય પણ દાયક જાણકાર ન હોય. ૭. ગ્રાહક અજાણ હોય અને દાયક જાણ હોય. (આ બે ભાંગા ભખમ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy