SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ એક ૫) શ્રી નમસકાર મહામંત્ર-માહાભ્ય [૨૧]. સંબંધમાં કાંઇક જોઇએ. સિદ્ધ ભગવંતે આ જ જ્ઞાન દર્શન ચારિત્ર લક્ષણ માર્ગે અવિપ્રણાશ ભાવે મોક્ષ પામી કૃતાર્થ થયા છે, તેથી તેઓ આપણામાં અવિપ્રણાશબુદ્ધિ ઉત્પન્ન કરે છે, માટે તેઓ અરિહંત ભગવાનની પેઠે આપણું ઉપકારી છે. તેમના પૂજ્યપણાને માટે બીજું પણ કારણ છે. તેઓ પિતે જ્ઞાનાદિગુણમય છે એટલે જ્ઞાનાદિગુણના સમૂહરૂપ છે, તેથી પણ તેઓ આચાર્યાદિની માફક પૂજ્ય છે. અહિં શંકા ઉઠે છે કે સમ્યગજ્ઞાન આદિની પૂજામાત્રથી સ્વર્ગ તથા મોક્ષાદિ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થઈ શકે, અને તે કારણથી સિદ્ધ ભગવાનનું પૂજ્યપણું સ્વીકાવું જોઈએ, પરંતુ અરિહંત ભગવાનની પેઠે તેઓ માર્ગોપકારી કેવી રીતે કહી શકાય? તેઓ પિતે તે અહીં છે નહિ, અને જે આપણુ સમક્ષ સર્ભાવે ન હોય તેનાથી ઉપકારને યોગ કયાંથી હોય? આ શંકા વાસ્તવિક નથી. આપણે એમ તે કબૂલ રાખીએ છીએ કે જ્ઞાનાદિગુણવાન સિદ્ધ ભગવંતના ગુણની પૂજાથી ફળ પ્રાપ્તિ થાય છે, તેથી આપણે કબૂલ રાખવું જ પડે કે સિદ્ધ ભગવાનેથી આ ઉપકાર થાય છે. જે તે કબૂલ ન રાખીએ તે સિદ્ધગવાનના અભાવમાં તેમની પૂજા શી અને પૂજકને ફળ શું? વળી આ સ્થિતિમાં મેક્ષમાં અપ્રવિણાશે બુદ્ધિ પણ નહિ થાય. તેથી આ ઉપકાર તેઓને જ છે એમ કબૂલ રાખવું પડશે. સિદ્ધ ભગવાને અપ્રવિણશ બુદ્ધિ ઉત્પન્ન કરનાર હોવાથી તેઓ આપણા ભાર્ગોપકારી કરે છે એ બીજી રીતે પણ સમજી શકાય તેમ છે. મેક્ષ નગરે જવા માટે સમ્યગ્ગદર્શન જ્ઞાન ચારિત્ર રૂ૫ માર્ગ એ જ ખરે સન્માર્ગ છે એમ આપણને પ્રતીતિ થાય છે, તે ફકત સિહભગવાનેને લઈને જ થાય છે, એ નિશ્ચય બીજા કોઈ કારણથી થઈ શકે નહિ. અર્થાત સિદ્ધ ભગવાનેથી જ આપણને ખાત્રી થાય છે કે મેક્ષ નગરે જનારને અવિપ્રણાશ એટલે અક્ષય સ્થિતિ હોય છે. અને તેમ હોવાથી મોક્ષપુર જવાને સમ્યગદર્શનાદિ માર્ગ સભાગ છે. જે સિદ્ધભગવાનને અવિપ્રણુશ ન હોય એટલે કે વિનાશ થતું હોય તે આ પ્રકારને સમ્યગદર્શનાદિ માર્ગ સન્માર્ગ છે એવી પ્રતીતિ આપણને થઈ શકે નહિ. આ પ્રમાણેને નિશ્ચય ઉત્પન્ન કરાવનાર હોવાથી સિદ્ધભગવંતે માર્ગોપકારી કરે છે અને તેથી તેઓ પૂજ્ય છે. ઉપલી શંકાનું સમાધાન ત્રીજી રીતે પણ થઈ શકે. ભવ્ય પ્રાણીને સિદ્ધ ભગવાનના સાશ્વતભાવનું અને તેઓની શાશ્વત અનુપમ સુખરૂપ ફળની પ્રાપ્તિનું જાણપણું થવાથી સમ્યગદર્શનાદિ ક્ષમાર્ગ વાસ્તવિક માર્ગ છે એવી રૂચિ યાને પ્રતીતિ ઉત્પન્ન થાય છે, તેથી પણ આ ઉપકાર સિદ્ધ ભગવાનને છે એમ સ્વીકારવું પડે. આ સમાધાનમાં શ્રી શંકા ઉઠાવી કહેવામાં આવે કે આ પ્રકારનું જાણપણું તે જિનેશ્વર ભગવાનના વચનથી થાય છે, તેથી સિદ્ધ ભગવાનને અવિપ્રણા હેતુ વચમાં લાવવાનું પ્રયોજન શું છે? એના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે આ વાત કહી તે ઠીક છે, પણ એ ભાગને અનુસરવાથી તેના મૂળરૂપ જે સિદ્ધત્વને ભાવ અર્થાત તે તે વ્યક્તિને અવકાશ અથવા શાશ્વત ભાવ તે આપણુ લક્ષમાં સ્પષ્ટ રીતે આવવાથી તે માર્ગમાં આપણું રૂચિ વિશેષતર થાય છે, માટે સિદ્ધોને અવિપ્રણાશ ગુણ હેતુ તરીકે કહ્યો તે બરાબર છે. એક વિશે શંકા ( જુઓ પાનું ૩૨૨) Jain Education Int, જાએ વિ. આ. ગા. ૨૯૫૧ ૫e & Personal use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy