________________
[ ૩૧૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ :
પામીને વિષય સુખની તૃષ્ણથી વ્યાકુળ થઈ ધર્મ કરતું નથી તે મૂર્ખશિરમણિ સમુદ્રને વિષે ડુબતે છતાં ઉત્તમ વહાણને તજી દઈ પથ્થરને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે. માટે હે મહાનુભાવો, તમે શ્રી તીર્થંકર દેવ, ગુરૂમહારાજ, જિનશાસન અને શ્રી સંઘ એ ચારેયની ભકિત કરે. હિસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચને ત્યાગ કરે. ધ, માન, માયા અને લેભ એ ચાર શત્રુઓને છતે. સર્વ જીવને વિષે મૈત્રી ભાવ કરે તથા ગુણવાન જનની સબત કરે. પચે ઇન્દ્રિઓનું દમન કરે. દાન આપો. તપશ્ચર્યા કરે. શુભ ભાવને ભાવ અને સંસારથી વિરકત બનો. જેથી ઉત્તરોત્તર કલ્યાણની વૃદ્ધિ થાય.
આવી અમી ઝરણી ધર્મદેશના સાંભળી દરેક જીવોએ યથાયોગ્ય વ્રત નિયમ ગ્રહણ કર્યા. સુરદત્ત શેઠ પણ સમ્યકત્વને અંગીકાર કરી પૂછવા લાગ્યો કે હે પ્રભે, એવો કોઈ ઉપાય બતાવે કે જેથી મારૂં ગયેલું ધન પાછું મળે. તે વખતે ગુરૂમહારાજ બોલ્યા કે તમે પિષ દશમી વ્રતની આરાધના કરે. કારણ કે તે દિવસે શ્રી પાર્શ્વનાથ ભગવાનનુ જન્મ કલ્યાણક છે માટે તે વ્રતની આરાધના તમે આ પ્રમાણે કરે–
પષ દશમી (એટલે ગુજરાતી માગશર વદ દશમ)નું આરાધન કરવા માટે પ્રથમ નવમીના દિવસે સાકરના પાણીનું એકાસણું કરવું તે ઠામ એવહાર કરવો. દશમીને દિવસે એકાસણું કરી ઠામ એવહાર કરે. તથા અગિયારશના દિવસે તેવિહારું એકાસણું કરવું. એકાસણું કરીને ત્રિવિધ આહારનું પચ્ચખાણ કરવું. ત્રણ દિવસ બ્રહ્મચર્ય પાળવું. બન્ને વખત પ્રતિક્રમણ કરવું. જિન મંદિરમાં અષ્ટપ્રકારી અથવા સત્તર પ્રકારી પૂજા ભણવવી. સ્નાત્ર મહોત્સવ કરવો. નવ અંગે આડંબર પૂર્વક ભગવાનની પૂજા કરવી. ગુરૂ પાસે આવી સિદ્ધાંતનું શ્રવણ કરવું. દશમીના દિવસે પૌષધ કરે. શ્રી પાર્શ્વનાથાહૃતે નમ: એ પદની વીશ નેકારવાલી ગણવી. અને સાથીઓ વગેરે બાર બાર કરવા. આ પ્રમાણે દશ વર્ષ સુધી કરવું અને વ્રતની આરાધના પૂર્ણ થઈ ગયા બાદ ઉદ્યાપન મહોત્સવ કરવો.
આ પ્રમાણે છે શેઠ, જે જીવ વિદશમીની આરાધના કરે છે તેની મન કામના સિદ્ધ થાય છે. તે આ લેકમાં ધનધાન્યાદિક પામે છે, પરલોકમાં ઈન્દ્રાદિક પદ પામે છે અને છેવટ મેક્ષ પદ પામે છે. આ પ્રમાણે સુરદત્ત શેઠ પિષદશમીનું માહાઓ સાંભળી વ્રત ગ્રહણ કરે છે, અને તેની વિધિપૂર્વક આરાધના કરે છે. અનુક્રમે વ્રતની આરાધના દશ વર્ષે પૂરી થઈ અને શેઠને પણ ભાગ્યોદયનાં ચિહ્નો દેખાવા લાગ્યાં. કાલફટ દીપનાં વહાણે પણ આવી પહોંચ્યાં અને ભંડારની અગિયાર ક્રોડ સુવર્ણ મુદ્રિકાઓ પણ પ્રાપ્ત થઈ. ગુમાવેલી લક્ષ્મી પ્રાપ્ત થઈ તેથી શેઠ અને શેઠાણ બને આનંદ પામ્યા અને કહેવા લાગ્યા કે અડ, જેન શાસન તે પ્રગટ પ્રભાવવાળું છે. એની આરાધનાથી અમારી ગયેલી લક્ષ્મી પણ પાછી આવી. માટે હે કુટુંબી જનો, વીતરાગને ધર્મ જ આરાધના ગ્ય છે. આવી રીતે ઉપદેશ આપી દરેકને જૈનધર્મના ભકત બનાવ્યા અને પિતે પણ વિશિષ્ટ પ્રકારે પ્રભુભક્તિમાં લીન બન્યા. ત્યારપછી મહા આડંબર પૂર્વક વ્રત ઉદ્યાપન મહોત્સવ કર્યો.
www.jainelibrary.org