________________
જેન મૂર્તિનિર્માણલા
લેખક:-શ્રીયુત પંડિત ભગવાનદાસ જૈન, જયપુરસિટી ન મૂર્તિઓનું વિધાન, ભારતીય પુરાતત્ત્વના આધારે સર્વથી. પ્રાચીન છે.
અર્થાત્ વેણુનાદિ મૂર્તિઓની પહેલાં જેનમૂર્તિપૂજાની પ્રથા ચાલુ થઈ હોય તેમ જયપુર પુરાતત્વ વિભાગના કયુરેટર રાયબહાદુર પં. દયારામ સહાની સી. આઈ. ઈ. એમ. એ. જણાવે છે. મહેદારમાં એવી પ્રાચીન નાસાપ્રધ્યાન અવસ્થાવાળી મૂર્તિઓ મળી છે, કે જે ઠીક જૈનમૂર્તિઓને મળતી આવે છે. તે ઈ. સન ૩૦૦૦ વર્ષ પહેલાંની માનવામાં આવે છે. તેમજ મથુરાના કંકાલી ટીલામાંથી અનેક જૈન મૂર્તિઓ મળી છે, તેમાં એક સ્તૂપ મળ્યો છે. તે સ્તૂપ નમૂત્તિઓથી અલંકૃત છે. તેને મિ. બૂલર સાહેબ ઈ. સન પૂર્વે ૮ મી શતાબ્દીને બતાવે છે. ઉડીસા પ્રાંતના પ્રખ્યાત હાથીગુફાવાળા શિલાલેખમાં લખેલ છે કે-કલિંગની આદિમાં જિનેન્દ્રની જે મૂર્તિ મગધને નંદરાજા લઈ ગયો હતો, તે મૂર્તિને કલિંગ ચક્રવર્તિ શ્રી અલ ખાલ પાછો કલિંગ લઈ ગયે હતો.૨ ઇત્યાદિ પુરાતત્ત્વ શિલાલેખ વગેરેથી જણાય છે કે જૈનમૂર્તિ ઘણું પ્રાચીન સમયથી વિદ્યમાન છે. તે સંબંધી પુરાતત્ત્વના વિદ્વાનોએ અધિક પ્રકાશ કર્યો છે જેથી તે સંબંધી વધુ ન લખતા તે મૂર્તિના નિર્માણ સંબંધી જૈન શિલ્પશાસ્ત્રના આધારે કંઈક જણાવું છું. મૂત્તિઓનાં આસન
જૈન તીર્થકરની મૂર્તિઓ સૌમ્ય અને શાંત સ્વભાવની તથા ધ્યાનસ્થ અવસ્થાવાળી જ માનવામાં આવે છે. મૂર્તાિઓ પદ્માસન વાળી, અર્ધપદ્માસનવાળી અને ખગ્રાસન ( કાત્સર્ગ ) વાળી તથા સમચતુરન્સ સંસ્થાનવાળી જ માનવામાં આવે છે. પઘાસનનું સ્વરૂપ
બેઠેલી મૂર્તિની જમણી જાંધ અને પીંડી ઉપર ડાબો પગ અને ડાબા હાથ રાખે, તથા ડાબી જાંઘ અને પીંડી ઉપર જમણો પગ અને જમણે હાથ રાખ, આ પ્રમાણે આસન હોય તે પદ્માસન કહેવાય. સમચતુરસ્ત્ર સંસ્થાનનું સ્વરૂપ
બેઠેલી મૂર્તિના જમણા ઢીંચણથી ડાબા ખંભા સુધી એક, ડાબા ઢીંચણથી જમણું 1 Jaina & other antiquities of Jathura, P. 13
૨ મિ જાયસવાલ લખે છે કે “In line 12 it is clearly stated that king anda had taken away image known as The Jaina of Kalinga' and that after the defeat of Bharati Mitra, the Kaling emperor brought it back to Kalinga along with other trophies.... The Datum...Jaio images about or rather before 450 B, 0." Journal of The Behar & Orissa Res. Society XIII 245,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org