SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩] દીપાલિકા રિ૪૩] હતાં તે વખતે શ્રી પાવાપુરિમાં પ્રભુ મેક્ષ પધાર્યા તે વખતે આખા ભારતવર્ષમાં શ્રી વિરપ્રભુના અનુયાયીઓને મોટું દુઃખ ઉત્પન્ન થયું. શ્રી. ગૌતમસ્વામી પ્રશસ્ત સગથી શેકસમુદ્રમાં ડુખ્યા. શ્રી વિરપ્રભુ શ્રી ચતુર્વિધસંધના આધારભૂત હતા, મહાઉપકારી હતા. તેમને વિગ થયે લોકોની સ્થિતિ સેનાપતિ વિનાના સૈન્ય અને માત વિનાના બાળક જેવી નિરાધાર થઈ ગઈ. પ્રભુના ભક્તને શેક છાયા સાથે એવા એવા વિચાર આવવા લાગ્યા કે પ્રભુ છકાયનું રક્ષણ કરવામાં મહાપ હતા, સંપૂર્ણ–વસવસ દયા પાળવામાં મહામાહણ હતા, ભવ અટવીમાં શુધ્ધ માર્ગદર્શકરૂપ સાર્થવાહ હતા અને ભવસમુદ્રમાં નાવિક સમાન નિર્ધામક હતા. એવા ગુણોથી યુકત ભગવાન આ ભારતને તજીને ચાલ્યા ગયા. હવે આપણને કોને આધાર રહ્યો. આવા વિચારોથી દીપાલિકા શેકરૂપે ઉજવાય. - હર્ષ શ્રી. ગૌતમસ્વામી પ્રશસ્ત રાગના પ્રતાપથી શેક સમુદ્રમાં ડુખ્યા હતા તે પ્રશસ્ત રાગને ક્ષય કરતાં કેવળજ્ઞાન ઉપજાવે, તે સાંભળતાં ભવ્ય જીવોને હર્ષ પેદા થાય તે વાસ્તવિક છે વીરના વિરહદુઃખમાં શ્રી ગૌતમનું કેવળજ્ઞાન આસ્વાસનરૂપ નીવડ્યું. શ્રી. ધર્મચંદ્ર મહારાજે કહ્યું છે કે: વીર નિર્વાણ સુર મુખથી જાણી, મેહ કર્યો ચકચુર કરે, કેવળજ્ઞાન ને દર્શન પ્રગટયાં, ગૌતમને ઉગતે સૂર્ય, પ્રગટી દિવાલીજી રે. પામ્યા કેવળજ્ઞાન કર્મ પ્રજાલી રે. જન શાસનમાં હર્ષ અને શોક દોષ રૂપ જણાવ્યાં છે. પરંતુ જે આભાએ અમુક હદ સુધી જે-સાતમ આઠમા ગુણસ્થાનક સુધી પહોંચ્યા નથી તેમને અપ્રશસ્ત હર્ષ શોક ત્યાજ્ય છે અને પ્રશસ્ત હર્ષશોક આદરણીય છે. અમુક હદ સુધી ચઢયા વિના પ્રશસ્ત હર્ષ કે શેક ન થાય. ચેથાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવોને પ્રશસ્ત હર્ષ શેક અવશ્ય થાય છે, અને તે તે ગુણસ્થાનકોનું ભૂષણ સમજવું. આગળ જતાં એ પ્રશસ્ત હર્ષશોક સ્વયમેવ છૂટી જશે. થી વીરશાસનમાં ત્રેવીસ ઉદયે છે. હાલ ત્રીજે ઉદય વર્તે છે. સંપૂર્ણ ત્રેવીસ ઉદયામાં ૨૦૦૪ યુગપ્રધાને શાસનના સ્થંભ રૂપ થશે. આ ઉદયમાં કલંકી કયારે થયું કે થશે? તે બાબત સંશય છે, પરંતુ દિવાલીકલ્પની એક પ્રતમાં લખ્યું છે કે હાલ ત્રીજો ઉદય વર્તે છે. આઠમા ઉદયમાં કલંકી થશે તે ચાલતા સંવત્સરી ઉથાપી પિતાને સંવત્સર સ્થાપશે. અને ઘણું જ ત્રાસ આપશે. હાલ એટલે બધે ત્રાસ જણાતું નથી, એથી જણાય છે કે હજુ કલંકી થયા નથી. પણ આઠમા ઉદયમાં થશે. આવા સમયમાં પણ વિરપ્રભુના શાસનને રસ લેનાર તે લેશે જ. એક સાવનમાં કહ્યું છે કે ઉત્તમ આચારજ મુની આજની, શ્રાવક શ્રાવિકા અચ્છજી, લવણુજળધિમાં મીઠું જળ પીવે શગી મચ્છજી વીર જિર્ણોદ જગત ઉપગારી. લવણસમુદ્રમાં શગીમછ જેમ મીઠું પાણી મેળવે છે તેમ આ કલિકાલમાં પણ શાસન રસિક છે આવાં ઉત્તમ પર્વોને આરાધી આત્મકલ્યાણ સાધી શકે છે. ભવ્ય આત્માઓ આ ઉત્તમ દીપાલિકા પવને દ્રવ્ય અને ભવથી આરાધે અને ઉત્તરોત્તર આત્મક૯યાણ સાધી મેક્ષની પ્રાપ્તિ કરે એ જ ભાવના ! www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy