SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૪] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : આહાર મિલે તે લેણે નહી તે બીજે માસે વાત ગઈ. એવા મુનીરાજના દરસણું થાય છે. ત્યાંથી આગલ ચાલવાને કરતા હતા કે એટલે સાધુજી અમને કહે કે આગલ જાસો નહી. સાથી ને યેહાંથી કેસ ૩૦૦ ગયા એટલે પછે એક ટાંને મુલક આવે છે. એવી હકીકત અમાને શ્રીપરભાવચંદ્રજયે કહી એટલે અમે સં. ૧૮૨૧થી સાલમાં સર્વે જાત્રા કરી ૧૬ વરસે કુસલક્ષેમ ઘરે આવીયા છાં. એવા અમાના મોક્ષગામીના દરસન થયા છે. એ કાગલ સંપૂર્ણ લિખ્યો છે. નેધ–ઉપરના પત્રની નકલ મારી પાસે જુનીભાષામાં તેમજ બાળબોધ લીપિમાં લખેલી છે. અને તે લગભગ ૧૦૦ વરસની લખેલી લાગે છે. આ પત્રમાં જે જે વિગત આપી છે તે બધી બહુ વિચારણીય છે. એક ઠેકાણે શ્રીષભદેવ ભગવાનને પ્રાસાદ ૪ કોસ ઉંચો હોવાનું લખ્યું છે. આથી કોસને નિશ્ચિત અર્થ કરવો એ સમજાતું નથી. અતિહાસિક દૃષ્ટિએ પણ આનુ શું મૂલ્ય હોઈ શકે એ જોવાનું રહે છે. છતાં આ પત્ર ભાષાની દૃષ્ટિએ કે એવી બીજી કોઈ દૃષ્ટિએ વિદ્વાનોને ઉપયોગી થઈ પડશે એમ લાગવાથી અહીં છાપ્યો છે. એની સત્યાસત્ય હકીકત ઉપર વાચક વર્ગ વિચાર કરે અને ઇતિહાસના અભ્યાસીઓ એ સંબંધી કંઇ ખુલાશે બહાર પાડે એવી આશા છે. ( ૨૨ 9 મા પાનાથી ચાલુ) અનુમાન પ્રમાણમાં થઈ શકે છે. તે પણ તેમ કરવા જતાં કેટલીક અસ્પષ્ટતા થવ પામે છે તેથી પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચાર જૂદાં પ્રમાણે માનવાં એમ કેટલાકનું કહેવું છે જેનદર્શનને તે આઠ પ્રમાણુની કે ચાર પ્રમાણુની (નિયત સંખ્યાની) એક પણ વાત સમ્મત નથી, કારણ કે ચાર અગર આઠ માનવા છતાં બીજા અનેક માનવાં રહી જાય છે. અનુમાન, અને આગમ પ્રમાણને માનનાર, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન અને તર્ક પ્રમાણુને ન માને, એ ચાલી શકે તેમ નથી. અનુમાન માટે તક (વ્યાપ્તિજ્ઞાન)ની આવશ્યકતા છે, અને ઉપમાન તથા આગમ પ્રમાણ માટે સંકેત ગ્રહણ તથા વાચ્યવાચક ભાવના સંબંધના સ્મરણની આવશ્યકતા છે. એ કારણે યથાર્થ દશ શ્રી જૈનદર્શને ચાર કે આઠ પ્રમાણ આદિ માનવાની ખટપટમાં નહિ ઉતરતાં પ્રત્યક્ષ અને પરોક્ષ, એ બે જ પ્રમાણે સ્વીકારી લીધાં છે, અને પ્રત્યક્ષ સિવાય સઘળાં પ્રમાણેના પક્ષ પ્રમાણમાં અંતર્ભાવ કરી દીધું છે. જે કોઈ જ્ઞાન જેટલા અંશે પૂર્વ જ્ઞાન કરતાં અધિક વિષયને ગ્રહણ કરનાર હોય તે જ્ઞાનને પ્રમાણ માનવા માટે શ્રી જૈન દર્શન તૈયાર છે. અધિક વિષયને દર્શાવનાર છતાં તેને ભિન્ન પ્રમાણુ નહિ માનવું, એ યુકિતયુક્ત નથી. એટલા મા બધા વિશેષ જ્ઞાનેને જજુદાં જુદાં પ્રમાણ તરીકે નિરૂપણ નહિ કરતાં પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણ છે એમ નિરૂપણ કર્યું છે. અને સર્વ પ્રમાણેને તે બે પ્રમાણમાં સંગ્રહ કરી દેવામાં આવ્યું છે. એ રીતે માનવાથી કોઈ પણ પ્રમાણ માનવું બાકી રહી જતું નથી તેમ જ સંખ્યાની નિરર્થક વૃદ્ધિ પણ થતી નથી. (અપૂર્ણ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy