________________
અંક ૩ )
શ્રી સેરીસા તીર્થનું સ્તવન [ રર૩ ] સંવત પન્નર બાસઠે પ્રસાદ લેરિસા તણી, લાવણ્યસમય સો આદિ બોલે નામે જિનત્રિભુવન ધણી ૧૫
સેરિસા પાનાથ જિનસ્તવન સમાપ્તમ
ઇતિ શ્રી સેરીસાપાWજિનસ્તવન સંપૂર્ણ
લિખિત ચ ગણિજીવવિજયેના
[ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ “વિવિધતીર્થ ૯૫ નામના ગ્રંથ વિ. સં. ૧૩૪૫માં શરૂ કરીને ૧૩૮૯ લગભગમાં પૂર્ણ કરેલ છે. આ તીર્થકલ્પમાં શ્રી અયોથાને કલ્પ આપેલો છે, તેની અંદર “સેરીસા” તીર્થનું થોડું વર્ણન આપેલું છે. સેરીસા' તીર્થની ઉત્પત્તિ, આ સ્તવનમાં આપેલી છે તેના કરતાં જુદી જ રીતે વર્ણવેલી છે. તે જોવા ઈચ્છનારે વડોદરાથી પ્રગટ થતું હતું તે “વિવિધવિચારમાલા” ઉ ધમંજ'માં સન ૧૯૨૯ના વર્ષમાં પ્રગટ થયેલ “સેરીસા” નામને ભારે લેખ જે જોઈએ.
‘તીર્થકલ્પ'માં ‘સેરીસા'ના “શ્રીલઢણુ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ની ઉત્પત્તિ, છત્રાવલી’ ગચ્છીય શ્રીમાન “દેવેન્દ્રસૂરિજી મહારાજના નિમિત્તથી બતાવેલી છે. આ મૂર્તિ સિવાયની બીજી ત્રણ મૂર્તિ એ તેઓ પોતાની વિદ્યાશક્તિથી ‘અયોધ્યાથી “સેરીસા' લાવ્યા; એથી મૂર્તિ પ્રાતઃકાલ થઈ જવાથી રસ્તામાં ધારાસેન’ ગામના ખેતરમાં મૂકી દેવી પડી; “સેરીસા’ના ચામુખજીના મંદિરમાં તે ખાલી રહેલી જગ્યાએ ચાલુકય મહારાજા કુમારપાલે’ સુવર્ણની પાર્શ્વ પ્રભુની એક નવી મૂર્તિ કરાવીને પધરાવી, વગેરે ઉલ્લેખ “તીર્થકલ્પ'માં છે. પરંતુ ઉક્ત મૂલનાયકજીની મૂર્તિનું “લોઢણ પાર્શ્વનાથ અને તે ગામનું “સેરીસા' નામ શાથી પડયું? એ હકીકત “તીર્થકલ્પ'માં નથી, જે આ સ્તવનમાં છે. તિ શમ્ .]
–સંપાદક
૧૮ કવિ લાવ સમયે સેરિસાના શ્રી પાર્શ્વ પ્રભુના મંદિરની ઉત્પત્તિ વિ. સં. ૧૫૬૨ માં આ રીતે કહી .
ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org